દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા પૂજન તથા ભવ્ય આતિશબાજી ઉપરાંત આજનાં આ દિવસોમાં “ગુજરાતી નવા વર્ષ વિક્રમ સવંત 2083” ની શરૂઆત

નિમિત્તે મહુવા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજવામાં આવેલ 1100 કરતા પણ વધારે વાનગીઓ યુક્ત આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ આજરોજ સંપન્ન થયેલ, જેમાં મહુવા શહેર તથા ગ્રામ્ય પંથકના હજારો વ્યક્તિઓને આ દર્શનનો લાભ પ્રાપ્ત થયેલ. સવારના થાળ આરતી સમયે વિવિધ રાજકીય આગેવાનો , ઉદ્યોગપતિઓ, ડોક્ટરો તથા સત્સંગી ભાવિકજનોની હાજરીમાં,

હિન્દુ સનાતન ધર્મની પરંપરા ગત વિધિ પ્રમાણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આરતી
બાયપાસ રોડ ઉપર આવેલ શિખરબદ્ધ baps સ્વામિનારાયણ મંદિરમાં હજારો હરિભક્તોની હાજરીમાં કરવામાં આવી હતી.


તારીખ 08 ના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર તથા તારીખ 09 ના રોજ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર માં પણ અત્યંત ભવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલી તેના અનુસંધાને આજરોજ બાયપાસ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં આ અન્નકૂટ ઉત્સવ સંપન્ન થયેલ જેમાં 5000 કરતા પણ વધારે ભાવિક ભક્તોએ દર્શન લાભ પ્રાપ્ત કર્યો હતો..,

આ અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ મહુવા પંથકના 12,000 કરતાં પણ વધારે અન્નકૂટ સેવકો તથા ભાવિક ભક્તોને પહોંચાડવામાં આવશે..
સમગ્ર ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન…, BAPS સ્વામિનારાયણ મંદિર અને તેમના સંતો તથા સેવકો દ્વારા કરવામાં આવેલ અને તેના માટે કોઠારી સ્વામી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.







