gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Budget 2026 Corporates Reaction: કેન્દ્રીય બજેટ 2026ને કોર્પોરેટ જગતે આવકાર્યું છે. વિવિધ ક્ષેત્રના કોર્પોરેટ લીડર્સે કેટલીક મહત્ત્વની બાબતોને બજેટને વિકાસ આધારિત ગણાવ્યું છે. જો કે, કેટલાક નિષ્ણાતોએ બોન્ડ માર્કેટ અને યીલ્ડ માટે સાવચેતીભર્યું વલણ વ્યક્ત કર્યું છે. તેમના મતે સરકારના ઉધાર લેવાના આંકડા બજાર પર દબાણ વધારી શકે છે. તો ચાલો જાણીએ બજેટ વિશે કોર્પોરેટ્સનું શું માનવું છે. 

સુરત-દનકુની ફ્રેઈટ કોરિડોરથી વેપારને મળશે નવી ગતિ

APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે બજેટને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ માટે પ્રોત્સાહક ગણાવ્યું છે. તેમના મતે, ગુજરાતના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આ બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. બજેટમાં તેમણે નીચેની બાબતોને આવકારી છે.   

સુરત-દનકુની ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર: બજેટમાં સુરત (ગુજરાત)થી દનકુની (પશ્ચિમ બંગાળ) વચ્ચેનો નવો ફ્રેઈટ કોરિડોર પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે માલસામાનની હેરફેરને ઝડપી અને સસ્તી બનાવશે. તેનાથી ગુજરાતના ઉદ્યોગોને પૂર્વ ભારતના બજારો સાથે સીધું જોડાણ મળશે. 

આ પણ વાંચો : Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત

પોર્ટ અને શિપિંગમાં રોકાણ: ₹12.2 લાખ કરોડનો જંગી મૂડી ખર્ચ (Capex) અને પોર્ટ આધારિત વિકાસ, કોસ્ટલ શિપિંગ તેમજ ઈનલેન્ડ વોટરવેઝ પરનો ભાર ગુજરાતના બંદરોની કાર્યક્ષમતા વધારશે.

કન્ટેઈનર મેન્યુફેક્ચરિંગ: કન્ટેનર ઉત્પાદન માટે ₹10,000 કરોડની ફાળવણીથી આયાતી કન્ટેનર પરની નિર્ભરતા ઘટશે, જેનો સીધો લાભ પીપાવાવ જેવા વ્યૂહાત્મક બંદરોને થશે.

ટેકનોલોજી અને ડિજિટલાઈઝેશન: બંદરો પર AI-આધારિત સ્કેનિંગ અને ઝડપી કસ્ટમ ક્લિયરન્સ જેવી સુવિધાઓથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં સુધારો થશે અને ટ્રાન્ઝિટ સમયમાં નોંધપાત્ર ઘટાડો આવશે.

બોન્ડ માર્કેટ માટે પડકારજનક સમય; વ્યાજદરમાં વધારાના સંકેત 

SBI મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ્ડ ઇન્કમ વિભાગના CFA, CIO રાજીવ રાધાકૃષ્ણને બજેટ 2026 મુદ્દે બોન્ડ માર્કેટ અને યીલ્ડ (Yield) અંગે સાવચેતીભર્યું વલણ વ્યક્ત કર્યું છે. તેમના મતે, સરકારના ઉધાર લેવાના આંકડા બજાર પર દબાણ વધારી શકે છે. જેમ કે… 

ઉધારનું દબાણ: બજેટમાં જાહેર ગ્રોસ અને નેટ બોરોઈંગ (સરકારી ઉધાર)ના આંકડા અને બોન્ડની માંગ વધારવાના કોઈ ચોક્કસ પગલાંના અભાવે માર્કેટ યીલ્ડ પર અસર જોવા મળશે.

RBI પર નિર્ભરતા: લાંબા ગાળે રાજકોષીય ખાધ ઘટાડવાના પગલાં સકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળે બોન્ડ માર્કેટ સંપૂર્ણપણે RBIના ‘ઓપન માર્કેટ ઓપરેશન્સ’ પર નિર્ભર રહેશે.

વ્યાજદરમાં અનિશ્ચિતતા: બજારમાં યીલ્ડનું સ્તર ઊંચું રહેવાની શક્યતા છે, જે આર્થિક સ્થિતિને જોતા એક મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચો : Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો

2047 સુધી ટેક્સ હોલિડેથી ભારત એશિયા-પેસિફિકનું હબ બનશે

બજેટમાં ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ માટે કરાયેલી જાહેરાતોને ક્રિસિલ રેટિંગ્સના ડાયરેક્ટર આનંદ કુલકર્ણીએ આવકારી છે. તેમના મતે, આ પગલું ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનો નવો યુગ શરૂ કરશે.

2047 સુધી ટેક્સ હોલિડે: વૈશ્વિક સ્તરે ક્લાઉડ સર્વિસ પૂરી પાડતી વિદેશી કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરાઈ છે. તેનાથી ભારતમાં ડેટા સેન્ટર સેક્ટરમાં રોકાણની ગતિ વધશે અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

ડિજિટલ ઈકોસિસ્ટમનો વિકાસ: ડેટા સેન્ટર્સની સંખ્યા વધવાને કારણે પાવર (ખાસ કરીને રિન્યુએબલ એનર્જી), રિયલ એસ્ટેટ અને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પણ રોકાણને મોટું પ્રોત્સાહન મળશે.

આર્થિક અસર: આ જાહેરાતથી દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ સાયકલને વેગ મળશે, જે આધુનિક અર્થતંત્ર માટે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો :Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડો

સેમિકન્ડક્ટર અને રેર અર્થ સેક્ટરમાં ચીન પરની નિર્ભરતા ઘટશે

બજેટમાં સેમિકન્ડક્ટર અને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનીજો) માટે કરાયેલી જોગવાઈઓ પર સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિવ્યમ મૌરે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમના મતે, આ પગલાં ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે અને ચીન જેવા દેશો પરનું માળખાકીય અવલંબન ઘટાડશે. ખાસ કરીને તેમણે નીચેના મુદ્દે બજેટના વખાણ કર્યા છે. 

રેર અર્થ કોરિડોર: ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં રેર અર્થ કોરિડોરની સ્થાપનાથી ઇલેક્ટ્રોનિક્સ, ઇવી (EV) અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા મેગ્નેટના ઉત્પાદનમાં ભારત મજબૂત બનશે. તેનાથી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) અને NLC ઇન્ડિયા જેવી કંપનીઓને લાંબા ગાળાનો ફાયદો થશે.

સેમિકન્ડક્ટર મિશન 2.0: સેમિકન્ડક્ટર મિશન માટે ફાળવણી વધારીને ₹40,000 કરોડ કરાઈ છે. તેનાથી દેશમાં ચિપ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગનું ઇકોસિસ્ટમ તૈયાર થશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, કેન્સ ટેકનોલોજી અને CG પાવર જેવી કંપનીઓ આ નીતિથી વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે.

વ્યૂહાત્મક અસર: સંશોધન અને તાલીમ કેન્દ્રો પાછળના ખર્ચથી કુશળ માનવબળ તૈયાર થશે, જે ભારતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં વિશ્વના નકશા પર અગ્રેસર બનાવશે.

આ પણ વાંચો : બંગાળને એક પૈસો ન મળ્યો, અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે’, બજેટ પર CM મમતાનું પહેલું નિવેદન

MSME ધિરાણનો નવો માર્ગ; ક્રેડિટ ગેરંટી અને TReDSથી નાના ઉદ્યોગોને રાહત

એક્સિસ બેંકના મિડ-કોર્પોરેટ્સ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ ગ્રૂપના હેડ પ્રશાંત ટી.એસ.એ બજેટને MSME બેંકિંગ ક્ષેત્ર માટે આશાસ્પદ ગણાવ્યું છે. તેમના મતે, સરકારની નવી જોગવાઈઓથી નાના અને મધ્યમ ઉદ્યોગોને નડતી વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે.

ધિરાણમાં સરળતા: ક્રેડિટ ગેરંટી કવરેજના વિસ્તારથી બેંકો હવે MSME સેક્ટરને વધુ આત્મવિશ્વાસ સાથે લોન આપી શકશે. તેનાથી ઉદ્યોગોની મિલકત ગીરો (Collateral) રાખવાની નિર્ભરતા ઘટશે.

TReDS પ્લેટફોર્મનો વેગ: TReDS (Trade Receivables Discounting System) દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વેગ મળવાથી MSME એકમોને થતી ચૂકવણીમાં વિલંબની સમસ્યા દૂર થશે અને તેમનો રોકડ પ્રવાહ (Cash Flow) જળવાઈ રહેશે.

આ પણ વાંચો :Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

ડિજિટલાઈઝેશન અને ક્લિન એનર્જીને વેગ મળશે 

ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડ (TARIL) ના CEO અને MD સત્યેન જે. મમતોરાએ કેન્દ્રીય બજેટ 2026 ને પાવર અને એનર્જી ક્ષેત્ર માટે લાંબા ગાળાની સ્પષ્ટતા અને રોકાણને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું છે. તેમણે બજેટમાં આ જાહેરાતોને ખાસ આવકારી છે.   

ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ: ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હેઠળ ₹40,000 કરોડની ફાળવણીથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધશે. પાવર સેક્ટરમાં વધી રહેલા ડિજિટલાઈઝેશન અને ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ પગલું અત્યંત મહત્ત્વનું છે.

કસ્ટમ ડ્યુટીમાં રાહત: લિથિયમ-આયન બેટરી અને સોલાર ગ્લાસના ઉત્પાદનમાં વપરાતા કેપિટલ ગુડ્સ પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિની જાહેરાત છે. તેનાથી બેટરી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ના ખર્ચમાં ઘટાડો થશે.

ન્યુક્લિયર પાવરને સમર્થન: પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ્સ માટે ડ્યુટી મુક્તિ 2035 સુધી લંબાવાઈ છે, જે આ ક્ષેત્રમાં લાંબા ગાળાની નીતિગત સ્થિરતા પ્રદાન કરશે.

આ પણ વાંચો : CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત

ભારતના આર્થિક સામર્થ્યને વૈશ્વિક ઓળખ મળશે 

મહિન્દ્રા જૂથના ગ્રૂપ CEO અને MD ડૉ. અનીશ શાહે કેન્દ્રીય બજેટ 2026ને આવકાર્યું છે. તેમણે જણાવ્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું અને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપનારું છે.   આ પ્રકારની સાતત્યપૂર્ણ નીતિઓ ભારતના આર્થિક સામર્થ્યને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવશે. જેમ કે… 

ઉત્પાદન ક્ષેત્રે નવી ઊંચાઈ: સેમિકન્ડક્ટર મિશન (ISM 2.0) અને ‘બાયોફાર્મા શક્તિ’ જેવી યોજનાઓથી ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે.

મૂડી ખર્ચમાં ઉછાળો: નાણાકીય વર્ષ 2027 માટે ₹12.2 લાખ કરોડના કેપિટલ એક્સપેન્ડિચરની ફાળવણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર સર્જન માટે ગેમ-ચેન્જર સાબિત થશે. તેનાથી ટિયર-2 અને 3 શહેરોનો પણ વિકાસ થશે.

MSME ક્ષેત્રને ટેકો: નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ₹10,000 કરોડના SME ગ્રોથ ફંડની જાહેરાત પ્રશંસનીય છે, જે ઉદ્યોગોને પ્રોત્સાહન અને નવી નોકરીઓ પૂરી પાડશે.

વ્યૂહાત્મક પહેલ: ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ કોરિડોર જેવી બાબતો પર ભાર મૂકીને સરકારે ભવિષ્યના પડકારો સામે મજબૂત ઇકો સિસ્ટમ તૈયાર કરી છે. 

આ પણ વાંચો : Budget 2026: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ₹1 લાખ કરોડનો ખર્ચ લક્ઝરી કાર માર્કેટ માટે સારો 

મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરે કેન્દ્રીય બજેટ 2026ને લાંબા ગાળાના લાભ આપનારું અને દેશની મોબિલિટી ઈકો સિસ્ટમને મજબૂત કરનારું ગણાવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ભારને કારણે લક્ઝરી કારના વાહનોના વેચાણમાં વૃદ્ધિ થવાની આશા તેમણે વ્યક્ત કરી છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ: મૂડી ખર્ચ (Capex)માં ₹1 લાખ કરોડનો વધારો એ યોગ્ય દિશાનું પગલું છે. સારા હાઈવે અને શહેરો વચ્ચેની બહેતર કનેક્ટિવિટી હંમેશા ભારતમાં લક્ઝરી કારની માંગમાં વધારો કરે છે.

રાજકોષીય શિસ્ત: 4.3% ના રાજકોષીય ખાધના લક્ષ્યાંક અને નિકાસ પરના ભારથી મેક્રો ઈકોનોમિક સ્થિરતા આવશે. આનાથી ભારતીય ચલણ (રૂપિયા)માં અસ્થિરતા ઘટવાની શક્યતા છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ: કસ્ટમ ડ્યુટીની ચુકવણીમાં 30 દિવસ સુધીનો વિલંબ કરવાની દરખાસ્તથી કંપનીઓના કેશ ફ્લો (રોકડ પ્રવાહ)માં ઘણો સુધારો થશે.

આ પણ વાંચો : બજેટમાં એક જાહેરાત અને શેરબજાર કડડભૂસ, જાણો શું છે STT જેનાથી રોકાણકારો ગભરાયા?

આત્મનિર્ભરતાને વેગ આપનારું અને રોજગારીની તકો માટે સારું બજેટ 

વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કેન્દ્રીય બજેટ 2026ને ભારતની આર્થિક પ્રગતિ માટે મજબૂત પાયો ગણાવ્યું છે. તેમણે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને માળખાકીય સુવિધાઓ પાછળના ખર્ચમાં વધારો કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ બજેટમાં અમુક બાબતો આવકાર્યા છે. જેમ કે…     

ખનીજ સુરક્ષા: સરકાર દ્વારા ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ (દુર્લભ ખનીજો) પર મૂકાયેલો ભાર ભારતની ખનીજ સુરક્ષા મજબૂત કરશે. ઓડિશા, તમિલનાડુ, આંધ્ર અને કેરળમાં ‘રેર અર્થ કોરિડોર’ની સ્થાપનાથી ખાણકામ અને સંશોધન ક્ષેત્રે નવી રોજગારી ઊભી થશે.

SEZ અને ઘરેલુ બજાર: સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ના નિયમોમાં ફ્લેક્સિબિલિટી અને ઘરેલુ બજારમાં વેચાણની મંજૂરી આપવાનો નિર્ણય ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે.

રોજગાર અને સશક્તિકરણ: આ બજેટથી યુવાનો માટે આજીવિકાની નવી તકો અને મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાના દ્વાર ખૂલશે. આ ઉપરાંત મેડિકલ ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં પણ તેજી જોવા મળશે. 

સીમા શુલ્કમાં રાહત: ક્રિટિકલ મિનરલ્સના પ્રોસેસિંગ માટે વપરાતા કેપિટલ ગુડ્સ પરની આયાત ડ્યુટીમાં મુક્તિ અપાઈ છે, જે અત્યારની વૈશ્વિક સ્થિતિને જોતા સમયસરનું અને શ્રેષ્ઠ પગલું છે.

આ પણ વાંચો : બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું થશે

‘કોન્સોલિડેશન અને રોજગાર’ પર ભાર; ઉદ્યોગ સાહસિકોને મળશે પ્રોત્સાહન

PwC ઇન્ડિયાના પાર્ટનર અને લીડર (ઇકોનોમિક એડવાઇઝરી) રાનેન બેનર્જીએ બજેટ 2026ના મુખ્ય પાસાને ‘કોન્સોલિડેશન, રેશનલાઇઝેશન અને ઇન્સેન્ટિવાઇઝેશન’ (એકત્રીકરણ, સરળીકરણ અને પ્રોત્સાહન) તરીકે ઓળખાવ્યા છે. તેમના મતે, આ બજેટ અપેક્ષા મુજબનું અને આર્થિક શિસ્ત જાળવનારું છે.

રોજગાર સર્જન: બજેટમાં ‘રોજગાર’ એક કેન્દ્રીય વિષય રહ્યો છે. ‘કોર્પોરેટ મિત્ર’ કેડરની રચના, પ્રવાસન માર્ગદર્શકો (ગાઈડ્સ), વેટરનરી, હોસ્પિટાલિટી અને હેલ્થકેર ક્ષેત્રે કૌશલ્ય વર્ધન (Skilling) પર ભાર મૂકીને નવી તકો ઊભી કરાઈ છે.

પ્રવાસન વિકાસ: ટુરિસ્ટ સર્કિટ અને સ્પેશિયલાઇઝ્ડ ટુરિસ્ટ ટ્રેલ્સના વિકાસથી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર



G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…
INDIA

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

March 23, 2026
Next Post
Budget 2026: સામાન્ય જનતાને રાહત કે નિરાશા? કેન્દ્રીય બજેટ પર દેશના દિગ્ગજ નેતાઓના નિવેદનો | BJP Con…

Budget 2026: સામાન્ય જનતાને રાહત કે નિરાશા? કેન્દ્રીય બજેટ પર દેશના દિગ્ગજ નેતાઓના નિવેદનો | BJP Con...

Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ…

Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ...

NCC ડિરેક્ટોરેટ ગુજરાત દ્વારા રિવર ફ્રન્ટ ખાતે મીટનું કરાયું આયોજન

NCC ડિરેક્ટોરેટ ગુજરાત દ્વારા રિવર ફ્રન્ટ ખાતે મીટનું કરાયું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…

5 months ago
ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police …

ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police …

6 months ago
વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

12 months ago
મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…

મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…

બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર | Bihar A…

5 months ago
ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police …

ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police …

6 months ago
વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

12 months ago
મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…

મુંબઈના બે એમડી ડ્રગ્સ સપ્લાયરના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court rejects regular bail o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News