gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Coronavirus : ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કેસોમાં વધારો થતાં ફરી લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની રાજધાની સહિત કુલ 11 રાજ્યોને ઝપેટમાં લીધા છે. ડેટા મુજબ દેશમાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય છે. 

દેશમાં કુલ 257 કોરોના કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર 20 મે સુધીના દર્શાવેલા ડેટા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 257 સક્રિય કેસો છે અને તેમાં 164 કેસો નવા નોંધવામાં આવ્યા છે. નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. એવું પણ કહેવાય છે કે, બંને લોકોના મોત પાછળ અન્ય કારણો કહેવાયા છે. મૃતકોમાં 59 વર્ષિય એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા, જ્યારે મૃતક 14 વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાની માહિતી સામે આવી છે.

કેરળમાં સૌથી વધુ નવા 69 કેસ નોંધાયા

વર્તમાન સમયમાં કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે અને અહીં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. બીજા નંબરે તમિલનાડુમાં નવા 34 પોઝિટિવ કેસ નોંધાયા બાદ કુલ કેસ 66, પછી મહારાષ્ટ્રમાં 44 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 56, ગુજરાતમાં 6 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ 7, હરિયાણામાં એક નવો કેસ, રાજધાની દિલ્હીમાં ત્રણ નવા સાથે કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે પુડુચેરીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો : મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું – કોઈ ખતરો નથી પણ સાવચેતી જરૂરી

11 રાજ્યોમાં ફેલાયો કોરોના

કેટલાક એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે અને 12 મેથી કોરોના દર્દીઓના આંકડા ફરી અપડેટ કરવાના શરુ કરી દીધા છે. અહેવાલ મુજબ દેશમાં 11 રાજ્યોમાં કોરોના ફેલાયો છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટક સામેલ છે.

ગુજરાતમાં એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા

ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. 

મુંબઈમાં મે મહિનાથી દર્દીઓની સંખ્યા વધી

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતાં કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમજ 2 દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. જો કે, બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે, મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જુઓ ક્યાં કેટલા કેસ

હોંગકોંગ, સિંગાપોર, થાઈલૅન્ડમાં કોરોનાનું પુનરાગમન

માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ કોરોના કેસોમાં વધારો થયો છે. હોંગકોંગ(Hong Kong)માં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1042 કેસ રિપોર્ટ કર્યા. ગયા સપ્તાહે આ આંકડો 972 હતો. માર્ચના પ્રારંભમાં આ કેસ ફક્ત 33 હતા.

સિંગાપોર(Singapore)માં કોરોનાના કેસ 27મી એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 11,100 હતા. હવે તે ત્રણ અઠવાડિયામાં વધીને 14200 થઈ ગયા. આમ એક અઠવાડિયામાં સીધો 30 ટકા ઉછાળો જોવા મળ્યો. હૉસ્પિટલમાં દરરોજે ભરતી થતાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન 102થી વધીને 133 થઈ.

થાઈલૅન્ડમાં આ વર્ષે 71067 કોરોના કેસ

સરકારનું કહેવું છે કે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. તેમાં વેક્સિનની કેળવાયેલી પ્રતિકારકતા ધીમે-ધીમે ખતમ થવી. હાલમાં સિંગાપોરમાં જે કોવિડ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે એલએફ-7 અને એનબી 1.8 છે. બંને જેએન1 વેરિયન્ટની આગામી પેઢીના છે. અહીં ઉલ્લેખનીય છે કે જેએન-1 વેરિયન્ટનો ઉપયોગ જ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો. થાઈલૅન્ડ(Thailand)માં પણ રજાઓ પછી કોરોનાના કેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના 71067 કેસ અને 19 મોતનો રિપોર્ટ છે. ભારતમાં હજી સુધી સુધી આવો કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. ભારતમાં 10 મે સુધી કોરોનાના નોંધાયેલા દર્દીઓની સંખ્યા 93 છે. 

આ પણ વાંચો : હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

કોવિડ-19ના લક્ષણો

કોવિડ-19ના સામાન્ય લક્ષણો(Symptoms of COVID-19)માં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો દેખાય છે, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હૉસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b...

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

દેશમા 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ. 12,000 કરોડનો દંડ! | Rs 12000 crore fines will …

દેશમા 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ. 12,000 કરોડનો દંડ! | Rs 12000 crore fines will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

2 weeks ago
મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

12 months ago
ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

2 months ago
નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News