gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે | friendship eclipsed by inflation friendflation isolating urban youth

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
February 20, 2026
in Lifestyle
0 0
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Friendflation in India: સત્તાવીસ વર્ષનો માર્કેટિંગ પ્રોફેશનલ નીરજ નોઇડામાં કામ કરે છે. તે સારું એવું કમાઈ તો લે છે, પણ છેલ્લા થોડા સમયથી તેણે મિત્રો સાથે હરવા-ફરવાનું ઓછું કરી દીધું છે. તેનું કારણ એ છે કે, મિત્રો સાથે પાર્ટી કરવાનું, મોજશોખ કરવાનું હવે એને પરવડે એમ નથી. સતત વધતી મોંઘવારીને લીધે દર અઠવાડિયાની મોજમજા એના બજેટને ખોરવી નાંખે છે. પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મિત્રોની પોસ્ટ્સ જોઈને નીરજ જીવ બાળ્યા કરે છે. દિવસે ને દિવસે તે વધુ ને વધુ એકલો થઈ રહ્યો છે. આ સ્થિતિ એકલા નીરજની નથી. તેના જેવી સ્થિતિમાંથી હવે હજારો યુવાનો પસાર થઈ રહ્યા છે. 

નિષ્ણાતો આ સ્થિતિને ‘ફ્રેન્ડફ્લેશન’ તરીકે ઓળખાવે છે. તો ચાલો જાણીએ તે શું છે અને મોંઘવારી કેવી રીતે સામાજિક જીવનને પણ નકારાત્મક અસર કરી રહી છે. 

ફ્રેન્ડફ્લેશન શું છે?

તાજેતરના વર્ષોમાં મોંઘવારીમાં સતત વધારો થવાથી જીવન ખર્ચ વધ્યો છે. ઘરનું ભાડું, ખોરાક, ટ્રાન્સપોર્ટ, EMI, આરોગ્ય, હેલ્થ ઇન્શ્યોરન્સ અને અન્ય ખર્ચને લીધે બચત કરવી મુશ્કેલ બની છે. આ પરિસ્થિતિમાં લોકો સૌપ્રથમ સામાજિક ખર્ચ પર કાપ મૂકે છે, કેમ કે એ ‘વૈકલ્પિક’ ખર્ચ છે. એ કરવા જ પડે એવો ફરજિયાત ખર્ચ નથી ગણાતો, તેથી યુવાનો મિત્રો સાથે બહાર જવું, પાર્ટી, પ્રવાસ, કેફે મુલાકાત વગેરે ઓછું કે પછી એકદમ જ બંધ કરી દે છે. આ સ્થિતિ Friendflation (ફ્રેન્ડફ્લેશન) તરીકે ઓળખાય છે. આ શબ્દ બે અંગ્રેજી શબ્દ  Friend and Inflation પરથી બન્યો છે.  ફ્રેન્ડફ્લેશન એટલે કે મોંઘવારીના કારણે મિત્રતા જાળવવી મોંઘી બનવી તે. ટૂંકમાં, મિત્રતાની જાળવણીમાં ફુગાવો નડી જવો તે. 

વૈશ્વિક સર્વેક્ષણો શું કહે છે?

વિદેશી સર્વેક્ષણોમાં પણ આ ટ્રેન્ડ છે.

– અમેરિકામાં લગભગ 37% લોકો કહે છે કે વધતા ખર્ચને કારણે તેઓ મિત્ર-વર્તુળોથી દૂર થઈ ગયા છે.

– લગભગ 10 માંથી 1 વ્યક્તિએ સ્વીકાર્યું છે કે મિત્રતા જાળવવી મોંઘી હોવાથી તેમના સંબંધ તૂટ્યા છે.

– યુકેમાં 47% Millennials અને 42% Gen Z કહે છે કે નાણાકીય મર્યાદાઓને કારણે તેમની સામાજિક પ્રવૃત્તિ મર્યાદિત થઈ ગઈ છે.

– ભારતમાં ખાસ કરીને મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને ગુરુગ્રામ જેવા મોટા શહેરોમાં આવી સ્થિતિ જોવા મળે છે.

શહેરી જીવનમાં મિત્રતા મોંઘી પડે છે 

સામાન્ય રીતે મોટા શહેરોમાં એક મિત્ર કે એકથી વધુ મિત્રો સાથે બહાર ખાણી-પીણીનો પ્રોગ્રામ ગોઠવાય તો પ્રતિ વ્યક્તિ ભોજન અને મુસાફરી મળીને 1,000 થી 4,000 રૂપિયા સુધીનો ખર્ચ સહેજે થઈ જાય છે. એમાંય સ્કૂલ કે કોલેજના મિત્રો મળે તો કદાચ ઓછા ખર્ચમાં પતે, બાકી ઓફિસના સહકર્મીઓ સાથે બ્રંચ, કેફે કે ક્લબનો ખર્ચ ખાસ્સો વધુ આવે એમ છે, કેમ કે યુવાનો પર સામાજિક પ્રતિષ્ઠા જાળવી રાખવાનું દબાણ હોય છે.

મળવું જરૂરી છે, પણ… 

આજના જમાનામાં કારકિર્દી જમાવવા અને સારું કમાવાનું દબાણ એટલું વધારે છે કે, યુવાનોએ વધારાના કલાકો કામ કરવું પડે છે. માનસિક તાજગી માટે મિત્રોને મળવું અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું લોકોને ગમે છે. જો કે, મિત્રો સાથે સમય વિતાવવામાં જ્યારે ખિસ્સા પર ભારે બોજ વધી જાય ત્યારે કમને પણ યુવાનોએ મોજશોખને બાજુ પર મૂકી દેવા પડે છે. 

આ પણ વાંચો: હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે

ટ્રાવેલ કલ્ચર પણ ખર્ચાળ બની ગયું છે

Gen Z અને Millennialsમાં ગ્રૂપ ટ્રાવેલનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, પરંતુ દરેક વ્યક્તિ માટે પ્રવાસ-ખર્ચ સહન કરવો શક્ય નથી. સમય બચાવવા માટે મિત્રો ટ્રેન કે બસને બદલે ફ્લાઇટ લેવા કહે ત્યારે જેને નથી પરવડતું એવા મિત્ર પર ફ્લાઇટ ખર્ચનો બોજ વધી જાય છે. એ જ રીતે મોટાભાગના મિત્રો મોંઘી હોટલમાં ઉતારો લેવા તૈયાર હોય ત્યારે પણ પોતાનું ખરાબ દેખાશે એવા દબાણમાં ન પરવડતું હોય એવા મિત્રોએ વધારાનો ખર્ચ કરવો પડે છે. આમ વારંવાર થતાં ખર્ચ પછી ઓછી આવક ધરાવતા યુવાનો તેમના મિત્રો સાથે પ્રવાસમાં જવાનું ટાળવા લાગે છે. 

સોશિયલ મીડિયા પણ ખર્ચનું દબાણ વધારે છે

મોટા શહેરોમાં ખુલતા નવા બાર, કેફે અને ટ્રેન્ડિંગ સ્થળોની સતત ભલામણ સોશિયલ મીડિયા પર થતી હોય છે. મિત્ર-વર્તુળ લગભગ દરેક વીકએન્ડ પર આવા કોઈને કોઈ સ્થળે જઈને 5-6 હજાર ખર્ચી નાંખતા હોય છે. આમ કરવું જેને નથી પોસાતું એ પછી આવી પાર્ટીઓથી દૂર રહેવા લાગતા એના સંબંધોમાં અંતર આવી જતું હોય છે. 

મિત્રતા ગુમાવવાનો ભાવનાત્મક પ્રભાવ

ખર્ચ બચાવવા માટે મિત્રોથી દૂર થઈ જતા યુવાનો પછી એકલા પડી જાય છે. તેઓ મનોમન હીનભાવના અનુભવ્યા કરે છે. તેમને પોતાના સોશિયલ સ્ટેટસ પર શરમ આવે છે. તેમને હતાશા ઘેરી વળે છે. ઘણા યુવાનો તેમના ખમતીધર મિત્રોની ઈર્ષ્યા પણ કરવા લાગે છે. પોતાની આવી સ્થિતિ છુપાવવા માટે તેમણે વારંવાર જૂઠું બોલવું પડે છે. પરિવાર નાના નગરમાં કે ગામડે રહેતો હોય એવા શહેરી યુવાનોનો મુખ્ય સપોર્ટ સિસ્ટમ એના મિત્રો જ હોય છે. નાણાકીય અગવડતાને કારણે એમની સાથેનો સંપર્ક પણ ઓછો થઈ જતાં યુવાનો તણાવ અનુભવતા હોય છે.  

‘એકલતા’ વૈશ્વિક ચિંતા બની ગઈ છે

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના આંકડા કહે છે કે,

– 2014 થી 2023 વચ્ચે વિશ્વમાં દર 6 માંથી 1 વ્યક્તિ એકલતા અનુભવતી હતી.

– એકલતા અને સામાજિક અલગાવના કારણે દર વર્ષે અંદાજે 8,71,000 લોકો સમય કરતાં પહેલાં મૃત્યુ પામે છે.

– એકલતાથી સૌથી વધુ 13 થી 29 વર્ષના યુવાનો પ્રભાવિત થતા હોય છે.

– ઓછી આવકવાળા દેશોમાં લગભગ 24% લોકો એકલતા અનુભવે છે. સમૃદ્ધ દેશોમાં આ આંકડો 11%નો છે.

આરોગ્ય અને જીવનશૈલીમાં ફેરફારથી બચત કરી શકાય છે

મોંઘા શહેરી-જીવનમાં ખર્ચ ઘટાડવા માટે યુવાનો નીચે મુજબના ઉપાયો અજમાવી શકે છે.

– દારૂ-સિગરેટ જેવા વ્યસનો છોડી શકાય. 

– મિત્રો સાથે હોટલોમાં પાર્ટી કરવાને બદલે વારાફરતી એકબીજાના ઘરે જ પાર્ટીની ગોઠવણ કરી શકાય.

– મફત માણી શકાય એવી પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકાય.

– મુલાકાતનું સ્થળ બહુ દૂરનું ન રાખો, નજીકમાં રાખો તો ચાલીને જઈ શકાય, જેથી ટેક્સી/ઓટોનો ખર્ચ બચાવી શકાય.

આ પણ વાંચો: Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં

મિત્રતામાં પ્રામાણિકતા અને સંવાદ જરૂરી છે

ન પરવડે એવી મોજમજામાંથી બહાનું બનાવીને કે જૂઠું બોલીને ખસી જવાને બદલે મિત્રો સાથે મન ખોલીને વાત કરો. એ માટે નીચેના સૂચનો અનુસરી શકાય.  

– મિત્રો પાર્ટી (કે પ્રવાસ) ગોઠવતા હોય ત્યારે બિલકુલ શરમાયા વિના તમારું બજેટ જણાવી દો, જેથી જો તેઓ ગમેતેમ કરીને તમારો સમાવેશ કરવા માંગતા જ હોય તો તમારા બજેટ મુજબનું પ્લાનિંગ કરી શકે.

– મોંઘા ભોજન કે પ્રવૃત્તિઓને બદલે મિત્રોને બજેટફ્રેન્ડલી ખર્ચના વિકલ્પો અજમાવવા કહો.

– વ્યક્તિ દીઠ અલગ ડિશ ઓર્ડર કરવાને બદલે સહિયારું ભોજન મંગાવીને એમાંથી શેરિંગ કરવું વધારે વાજબી છે. 

– પ્રવાસ વખતે સ્ટાર હોટલોમાં જ રોકાણ કરવું જરૂરી નથી, સસ્તા વિકલ્પો પણ ઉપલબ્ધ હોય જ છે, એ વાત મિત્રોને ગળે ઉતારો.

મિત્રતા બચાવવા માટે બંને પક્ષે સમજદારી જરૂરી છે

છૂટથી નાણાં ખર્ચી શકે એવા મિત્રોએ પણ તંગ હાથ ધરાવતા મિત્રની પરિસ્થિતિ સમજવાની તૈયારી રાખવી જોઈએ. કોઈના પર વધારે નાણાં ખર્ચવાનું દબાણ ન કરવું. ‘ફ્રેન્ડફ્લેશન’ને લીધે મિત્રતા તૂટી ન જાય, એનું ધ્યાન રાખવું પ્રત્યેક મિત્રની ફરજ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

રસોઈ ટિપ્સ: ‘ઇન્સ્ટન્ટ’ કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર | easy 3 step raw mango chutney recipe at home

April 11, 2026
Lifestyle

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

April 10, 2026
Lifestyle

સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ | How to Identify Plastic Rice 5 Simple Home Tests to Check Rice Purity and Safety

April 7, 2026
Next Post
ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100, આવક કરતા અઢી ગણું દેવું | gujarat tax inc…

ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100, આવક કરતા અઢી ગણું દેવું | gujarat tax inc...

ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગ…

ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગ...

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

5 months ago
ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

10 months ago
જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

4 months ago
રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

5 months ago
ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

10 months ago
જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

4 months ago
રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News