gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ભારતીયોને હાઈટેક ઈ-પાસપોર્ટ મળશે, જાણો વિવિધ સિક્યોરિટી ફીચર્સ ધરાવતા આ પાસપોર્ટ કેવા હશે…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
Explainer: ભારતીયોને હાઈટેક ઈ-પાસપોર્ટ મળશે, જાણો વિવિધ સિક્યોરિટી ફીચર્સ ધરાવતા આ પાસપોર્ટ કેવા હશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Electronic Passport: ભારત સરકાર દેશના નાગરિકો માટે અત્યાધુનિક તકનીકથી સજ્જ નવી પેઢીના ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ (ઇ-પાસપોર્ટ) લાવી રહી છે. ‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ નામના આ અભિયાન હેઠળ નવા પાસપોર્ટમાં સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુધારા કરાયા છે. આ પહેલના ભાગરૂપે ‘રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન’ (RFID) ચિપ જેવી અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરાયો છે, જે પાસપોર્ટ સંબંધિત છેતરપિંડીને અટકાવશે.

નકલખોરી વિરુદ્ધ મજબૂત ઢાલ

પાસપોર્ટની મદદથી છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે ઇ-પાસપોર્ટને અનેક સુરક્ષા ફીચર્સથી સુસજ્જ કરાયા છે. તેમાં ખાસ કરીને ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રિલીફ ટિન્ટ્સ અને અન્ય ગુપ્ત ચિહ્નોનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ સુધારો એ છે કે દરેક પાસપોર્ટમાં એક RFID ચિપ ઇન્સ્ટોલ કરાઈ છે, જેમાં પાસપોર્ટ ધારકની બાયોમેટ્રિક માહિતી (જેમ કે ફોટો, આંગળીના નિશાન) અને અન્ય વ્યક્તિગત વિગતોને એન્ક્રિપ્ટેડ (એનકોડેડ) સ્વરૂપમાં સંગ્રહિત રહેશે. આ તમામ ફીચર્સ ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO) દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરે છે.

પ્રવાસનો અનુભવ સરળ અને ઝડપી બનાવશે

ઇ-પાસપોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇમિગ્રેશન કાઉન્ટર પર ‘કોન્ટેક્ટલેસ’ ડેટા રીડિંગની સુવિધા મળશે. એટલે કે પાસપોર્ટને સ્કેનર પાસે લઈ જવાથી જ તેની માહિતી વાંચી શકાશે, જેથી પ્રક્રિયા ઝડપી અને વધુ કાર્યક્ષમ બને. આ ઉપરાંત ફિઝિકલ પાસપોર્ટ વારંવાર હાથમાં લેવાથી જે ઘસારો લાગે છે એ પણ ઇ-પાસપોર્ટને નહીં લાગે, તેથી ઇ-પાસપોર્ટ વધુ ટકાઉ બનશે. ઇ-પાસપોર્ટને લીધે પાસપોર્ટ સંબંધિત છેતરપિંડી અને એક વ્યક્તિ દ્વારા એકથી વધુ પાસપોર્ટ રાખવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ AI થી સુસજ્જ

‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત છે, જેથી તે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને વધુ પારદર્શક બનાવશે. તેમાં AI ચેટબોટ અને વોઇસ બોટ્સ દ્વારા અરજદારોને માર્ગદર્શન મળશે, ઓનલાઈન ફોર્મ ઓટો-ફિલ થશે અને દસ્તાવેજો પણ અપલોડ કરી શકાશે. UPI અને QR કોડ આધારિત ચુકવણીની સુવિધાએ પણ આ પ્રક્રિયાને સહેલી બનાવી છે. આ પદ્ધતિ ડિજિલોકર, આધાર કાર્ડ અને PAN જેવા પ્લેટફોર્મ સાથે સંકલિત છે, જેથી દસ્તાવેજોની પ્રામાણિકતા તપાસવી સરળ થઈ છે.

દેશના ખૂણેખૂણે આ સેવા પહોંચશે

પાસપોર્ટ સેવાની પહોંચ વ્યાપક બનાવવા સરકારે દેશભરમાં 37 પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો સ્થાપિત કર્યા છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવા માટે મોબાઈલ પાસપોર્ટ સેવા વાન પણ શરૂ કરાઈ છે. હાલ દેશના 543 લોકસભા મત વિસ્તારોમાંથી માત્ર 32 જ વિસ્તાર એવા છે, જેમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર નથી. આગામી છ મહિનામાં તમામ વિસ્તારોમાં આ સેવાઓ પહોંચાડવાની યોજના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra …

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra ...

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો; ATS અને રાણીપ પોલીસે તપાસ શરૂ ક…

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો; ATS અને રાણીપ પોલીસે તપાસ શરૂ ક...

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા | Al Falah Univers…

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા | Al Falah Univers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

વિરમગામમાં પ્રદૂષણ ફેલાવતી રોકેટ ઇન્ડિયાને 15 દિવસમાં બંધ કરવા આદેશ | Rocket India which is causing …

2 months ago
વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

5 months ago
દિલ્લી અને ગુજરાતની આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on Delhi Gujarat IPL m…

દિલ્લી અને ગુજરાતની આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on Delhi Gujarat IPL m…

1 month ago
નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News