gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…
0
VIEWS
Share on FacebookShare on Twitter

End of Japan’s Zero-Rate Policy Sparks Economic Crisis and Market Shock : જાપાનનું અર્થતંત્ર ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આશરે ત્રણ દાયકાથી ચાલ્યો આવતો ‘શૂન્ય વ્યાજ’નો આર્થિક સિદ્ધાંત ખતમ થઈ ગયો છે, જેના કારણે દેશની અંદર જ નહીં, પણ વૈશ્વિક બજારોમાં પણ ડરનો માહોલ છે. આ પરિવર્તનની સંભવિત નકારાત્મક અસરો બાબતે નિષ્ણાતો ચેતવણીના સંકેત આપી રહ્યા છે.

ત્રણ દાયકાથી ચાલતા ‘શૂન્ય વ્યાજ’નો અંત

છેલ્લા ત્રણ દાયકાથી જાપાનની બૅંકોએ વ્યાજ દરો શૂન્યની આસપાસ જ રાખ્યા હતા, જેને લીધે જાપાન વિશ્વભરના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. વિદેશી રોકાણકારો અને મોટી સંસ્થાઓ જાપાનમાંથી ઓછા ખર્ચે યેન ઉધાર લઈને અમેરિકા અને ભારત જેવા દેશોમાં શેર બજાર અને બોન્ડમાં રોકાણ કરતા હતા, જ્યાં તેમને 4%થી 8% સુધીનું વ્યાજ મળી જતું. આમ, જાપાનની ‘શૂન્ય વ્યાજ’ નીતિ રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થતી હતી. હવે આ નીતિ ઇતિહાસ બની ગઈ છે, કેમ કે જાપાને આ નીતિ બંધ કરી દીધી છે.  

Explainer: 'શૂન્ય વ્યાજ'ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત 2 - image

‘યેન કેરી ટ્રેડ’: વૈશ્વિક રોકાણ-વ્યૂહનું પતન

જાપાનના ઓછા વ્યાજ દરોએ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાને જન્મ આપ્યો હતો, જે ‘યેન કેરી ટ્રેડ’ (yen carry trade) તરીકે ઓળખાય છે. આ વ્યૂહ રચનામાં રોકાણકારો જાપાનીઝ યેનમાં સસ્તા દરે ઉધાર લેતા અને પછી તે રકમને વિશ્વના અન્ય ભાગોમાં ઉચ્ચ વ્યાજ દર વાળી મિલકતોમાં રોકાણ કરતા. આ રીતે બે દેશોના વ્યાજ દરો વચ્ચેના તફાવતમાંથી સરળતાથી નફો મેળવી શકાતો હતો. જ્યાં સુધી જાપાનમાં વ્યાજ દર નીચા હતા, ત્યાં સુધી રોકાણની આ ‘યેન કેરી ટ્રેડ’ પ્રક્રિયા સફળતાપૂર્વક ચાલુ રહી. પરંતુ હવે જાપાનની સેન્ટ્રલ બૅંકે વ્યાજ દરોમાં વધારો કર્યો હોવાથી 30 વર્ષથી ચાલતો આવેલો વૈશ્વિક રોકાણનો આ માર્ગ તૂટી પડ્યો છે.

પરિવર્તનનું મુખ્ય કારણ ફુગાવો છે

આ નાટકીય બદલાવ પાછળનું મુખ્ય કારણ છે જાપાનમાં વધી ગયેલો ફુગાવો. 25 વર્ષમાં પહેલીવાર દેશમાં ફુગાવાનો દર 2.5%થી પણ વધી ગયો છે. ચીજવસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે જાપાનની બૅંકો પાસે હવે વ્યાજ દરો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 19 નવેમ્બરે જાપાને તેના ઉધાર દરને 2.8% સુધી વધારવાનો નિર્ણય લીધો, જે લગભગ ત્રણ દાયકામાં સૌથી વધુ છે. ગયા વર્ષે કરાયેલા માત્ર 0.25%ના વ્યાજ વધારાએ પણ વિશ્વભરના બજારોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો.

Explainer: 'શૂન્ય વ્યાજ'ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત 3 - image

આગામી સમયમાં શું થશે?

બૅંકિંગ નિષ્ણાતો આ પરિસ્થિતિ બાબતે ચેતવણી આપે છે કે જો જાપાનમાં વ્યાજ દર 3%ના આંકડાને પાર કરશે, તો દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) કરતાં 2.5 ગણા દેવાનો બોજ વધુ ગંભીર બની શકે છે અને તેને કાબુમાં લેવું મુશ્કેલ થઈ પડશે. ‘યેન કેરી ટ્રેડ’માંથી મળતો નફો ઓછો થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારો ગભરાટમાં અન્ય બજારોમાંથી પોતાનું નાણાં પાછું ખેંચી શકે છે. આ પગલું વૈશ્વિક શેર બજારો પર મોટા દબાણનું કારણ બની શકે છે.

Photo: Envato

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ', ધ્વજારોહણ માટે સેનાની ...

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca...

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

3 months ago
આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

8 months ago
સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

6 months ago
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News