
IPL-2025 : આઈપીએલ-2025માં આજ સુધીમાં કુલ 70 મેચો રમાઈ ગઈ છે અને હવે માત્ર ચાર મેચો એટલે કે ક્વોલિફાયર-1, એલિમિનેટેડ, ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ બાકી છે. આમ તો આઈપીએલની મેચ દરમિયાન અનેક પ્રકારના વિવાદ અને ખેલાડીઓ દ્વારા ભૂલો થતી રહે છે, ત્યારે આ વખતની આઈપીએલમાં પણ 15 જેટલા ખેલાડીઓએ ભૂલ કરવી ભારે પડી છે. BCCIએ લીગ સ્ટેજની મેચ દરમિયાન કુલ 15 ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ ખેલાડીઓએ ભૂલ કરી હોવાથી બોર્ડે લગભગ 2.5 કરોડ રૂપિયા વસૂલ્યા છે. ઘણી વખત સ્લો ઓવર રેટના કારણે આખી ટીમને દંડ ફટકારયો છે, તો કેટલાક કિસ્તામાં ખેલાડીઓને કરતૂતના કારણે પણ કાર્યવાહી કરવામાં આવી છે.










