gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in INDIA
0 0
0
NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET UG 2026 Re-Exam Blunder: NEET UG 2026ની ફરીથી યોજાનારી પરીક્ષાના ઠીક પહેલા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવેલા એડમિટ કાર્ડમાં એક મોટી ખામીના કારણે નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે છેક સંયુક્ત આરબ અમીરાત (UAE)નું ‘અબુ ધાબી’ ફાળવી દેવામાં આવ્યું છે. 21 જૂને યોજાનારી આ રિ-નીટ પરીક્ષા પહેલા બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા સહિત સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે.

વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, સેન્ટર જોઈને રડી પડ્યો

માહિતી અનુસાર, અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ નામના આ વિદ્યાર્થીએ નાગપુરથી પરીક્ષા માટે અરજી કરી હતી અને તેને આશા હતી કે દેશમાં જ કોઈ સેન્ટર મળશે. પરંતુ જ્યારે તેણે સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેમાં ભારતને બદલે અબુ ધાબી સ્થિત એક ‘ઇન્ડિયન સ્કૂલ’નું સરનામું લખેલું હતું. આ વિદ્યાર્થી માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની પાસે પાસપોર્ટ જ નથી, જેના કારણે વિદેશ જઈને પરીક્ષા આપવી તેના માટે અશક્ય બની ગઈ છે. આ એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ ભારે વાઇરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થીના પિતા મોહમ્મદ તાલિબે ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘ગઈકાલે સાંજે 4 વાગ્યે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી અમે જોયું કે સેન્ટર અબુ ધાબીની સ્કૂલનું હતું. અમને આંચકો લાગ્યો કારણ કે મે આવો કોઈ વિકલ્પ પસંદ કર્યો ન હતો. અમે હેલ્પલાઇન પર વાત કરીને મેઈલ કર્યો તો સામેથી ફોન આવ્યો કે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં નવું કાર્ડ મળી જશે. અમે ઓપ્શન તરીકે 3 જિલ્લા પસંદ કર્યા હતા, પરંતુ હવે અમારી માગ છે કે નાગપુરમાં જ સેન્ટર આપવામાં આવે કારણ કે અમારો દીકરો ભારે સદમામાં છે. તે કાલે ઘણો રડ્યો હતો અને પરીક્ષા આપવાની પણ ના પાડતો હતો, પરંતુ તેની માતાએ તેને સમજાવ્યો છે. જો તે માનશે તો પરીક્ષા આપશે.’

NTAએ ભૂલ સ્વીકારી, સુધારો કરવાનું આપ્યું આશ્વાસન

આ મામલો મીડિયામાં આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, NTAએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને જણાવ્યું છે કે આ એક ‘ટેક્નિકલ ખામી’ના કારણે થયું છે. એજન્સીએ વિદ્યાર્થીના પરિવારને ખાતરી આપી છે કે આ બાબતે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે અને વિદ્યાર્થીને સાચા પરીક્ષા કેન્દ્ર સાથેનું નવું સુધારેલું એડમિટ કાર્ડ આપવામાં આવશે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને NTA તરફથી એક ઈમેઈલ પણ મળ્યો છે, જેમાં સાંજ સુધીમાં આ ભૂલ સુધારી દેવાનું આશ્વાસન અપાયું છે.

આ પણ વાંચો: રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી

21 જૂને યોજાશે પરીક્ષા: આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

રિ-નીટ યુજી 2026ની પરીક્ષા 21 જૂનના રોજ આયોજિત થવા જઈ રહી છે. આ પરીક્ષા પેન-પેપર મોડમાં બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પોતાનું એડમિટ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો ફરજિયાતપણે સાથે રાખવાના રહેશે. એજન્સી દ્વારા ઉમેદવારોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જો તેમના એડમિટ કાર્ડમાં વ્યક્તિગત માહિતી, ફોટો કે પરીક્ષા કેન્દ્રને લગતી કોઈ પણ વિસંગતતા જણાય, તો તેઓએ તરત જ સત્તાવાર રીતે તેની ફરિયાદ નોંધાવવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B...

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese...

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

1 year ago
મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત | Youth dies after getting electrocuted at Irda compa…

મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત | Youth dies after getting electrocuted at Irda compa…

1 month ago
ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

1 month ago
સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News