gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in Business
0 0
0
PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં  દેશમાં ૨૬ અબજ ડોલર સાથે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટનો આંક ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. પીઈ તથા વીસીનો વર્તમાન રોકાણ પ્રવાહ ભારતની આર્થિક સ્થિતિ પર વૈશ્વિક રોકાણકારોને વિશ્વાસ હોવાના સંકેત આપે છે. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ પાછુ ખેંચવાની ગતિ ધીમી પડી છે. સારા ચોમાસાને પગલે  મજબૂત કૃષિ ઉત્પાદન તથા તહેવારોની મોસમ દરમિયાન ઉપભોગ માગમાં વધારાને પરિણામે દેશના વિવિધ ક્ષેત્રોમાં મૂડીની ઠાલવણી માટે વાતાવરણ સાનુકૂળ બન્યું હોવાનંડ એક રિપોર્ટમાં આવ્યું હતું. 

વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ તથા ૨૦૨૪ના  સંપૂર્ણ વર્ષ દરમિયાનના આંકને વટાવી ગયું છે. 

સંપૂર્ણ ૨૦૨૪ના વર્ષમાં થયેલા કુલ ૧૧૭૦ પીઈ તથા વીસી સોદાની સરખામણીએ વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં જ સોદાની સંખ્યા વધી ૧૩૬૩ રહી છે. જે ભારતમાં આકર્ષણ વધી રહ્યાનું  સૂચવે છે. 

૨૦૨૪માં એક કરોડ ડોલરથી નીચેની કદના સોદાનો હિસ્સો કુલ સોદામાં જે ૪૭ ટકા રહ્યો હતો તે વર્તમાન વર્ષમાં ઘટી ૪૦ ટકા જોવા મળી રહ્યો છે જ્યારે મધ્ય કદના સોદા એટલે કે ૧ થી ૨.૫૦ કરોડની રેન્જના સોદાનો હિસ્સો જે ૨૦૨૪માં કુલ સોદામાં ૨૧ ટકા હતો તે વર્તમાન વર્ષમાં વધી ૩૧ ટકા રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

આમ સોદાના હિસ્સામાં ફેરબદલને કારણે એક સોદાનું સરેરાશ મૂલ્ય વધી ૩.૬૬ કરોડ ડોલર જોવા મળી રહ્યું છે જે ૨૦૨૪માં ૩.૪૪ કરોડ ડોલર હતું. 

દેશમાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટ વધુ પડતું ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) તથા ઉપભોગ માટે આવશ્યક પદાર્થોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં જોવા મળ્યું છે. કુલ પીઈ-વીસી રોકાણમાં આઈટી ક્ષેત્રનો હિસ્સો જે ૨૦૨૪માં ૨૩ ટકા હતો તે ૨૦૨૫માં વધી ૩૫ ટકા પર આવી ગયો છે. 

ડિજિટલ માળખા તથા એઆઈ સંબંધિત બિઝનેસ સોલ્યુશન્સ માટે મજબૂત માગને કારણે આઈટી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષણ વધ્યુ છે. 

ઉપભોગ પદાર્થોને લગતા ક્ષેત્રમાં કુલ રોકાણ મૂલ્યનો હિસ્સો જે ૨૦૨૪માં ૪ ટકા રહ્યો હતો તે ૨૦૨૫માં વધી ૧૩ ટકા પહોંચી ગયો છે. ઉપભોગમાં વૃદ્ધિ, ગ્રામ્ય રિકવરી તથા તહેવારોની મોસમ દરમિયાનના ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખી રોકાણકારો કન્ઝયૂમર સ્ટેપલ્સ ક્ષેત્રમાં રોકાણ વધારી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

બીજી બાજુ નાણાંકીય તથા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં પીઈ તથા વીસી ઈન્વેસ્ટમેન્ટનો ફલો ૨૦૨૪ની સરખામણીએ ધીમો પડી રહ્યો છે. નાણાંકીય ક્ષેત્રમાં હિસ્સો ૧૮ ટકા પરથી ઘટી ૧૧ ટકા અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ૧૯ ટકા પરથી ઘટી સાત ટકા પર આવી ગયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall…

સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall...

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R...

ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યા મામલે ફરી મારામારી | Fight breaks out again in Dhrangadhra’s Dh…

ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યા મામલે ફરી મારામારી | Fight breaks out again in Dhrangadhra's Dh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired in…

પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired in…

2 months ago
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

4 months ago
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

10 months ago
તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ. એક લાખનું ઈનામ | kutch kankreji c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News