gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ | bjp thiruvananthapuram w…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in INDIA
0 0
0
PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ | bjp thiruvananthapuram w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi in Thiruvananthapuram: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં 22 જાન્યુઆરીએ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરીને એક વિશાળ જનસભા સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે દક્ષિણ ભારતમાં ભાજપના વધતા પ્રભાવ અને ભવિષ્યની વ્યૂહનીતિના મહત્ત્વના સંકેત આપ્યા હતા. આ દરમિયાન તેમણે કેરળના તિરુવનંતપુરમની સરખામણી ગુજરાતના અમદાવાદ સાથે કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત વિવિધ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનોથી કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે. 

‘એક સમયે અમદાવાદમાં ભાજપ માટે જીત મુશ્કેલ…’ 

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હાલમાં જ તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીત અને ગુજરાતના અમદાવાદની તુલના કરી હતી. આ વાત કરતા તેમણે કહ્યું હતું કે, જે રીતે દાયકાઓ પહેલા ગુજરાતમાં ભાજપે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને આજે ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે, તેવી જ સ્થિતિ અત્યારે કેરળમાં જોવા મળી રહી છે. જે રીતે 1987માં ભાજપે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતીને સફર શરૂ કરી હતી, તે જ રીતે કેરળમાં પણ આ એક મોટી શરૂઆત છે. એક સમયે અમદાવાદમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ ગણાતું હતું, પરંતુ જનતાના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતથી આજે ચિત્ર બદલાઈ ગયું છે. તિરુવનંતપુરમમાં પણ મને એવો જ ઉત્સાહ અને બદલાવની લહેર દેખાઈ રહી છે. લોકોએ અમારું કામ જોયું, અમારા વ્યવહારને પારખ્યો, પરિણામે ગુજરાતના લોકો દાયકાઓથી અમારા પર ભરોસો કરી રહ્યા છે. જે રીતે એક શહેરથી શરૂઆત થઈ હતી, તેવી જ શરૂઆત હવે કેરળમાં પણ થઈ છે. તિરુવનંતપુરમની જીત એ કેરળને ભ્રષ્ટ શાસનમાંથી મુક્ત કરવાના મક્કમ નિર્ધારની જીત છે.

‘LDF અને UDFનું પાંચ-પાંચ વર્ષના શાસનનું ગઠબંધન તોડો’ 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેરળના લોકો હવે પરંપરાગત ગઠબંધનો (LDF અને UDF) થી કંટાળી ગયા છે. કેરળમાં LDF અને UDF વચ્ચે સમજૂતી છે કે પાંચ વર્ષ તમે શાસન કરો અને પાંચ વર્ષ અમે. આ ગઠબંધન તોડવું જરૂરી છે. હવે અહીંના લોકો વિકાસ ઈચ્છે છે. જે રીતે ગુજરાતે પ્રગતિના નવા આયામો સર કર્યા છે, તેવી જ ક્ષમતા કેરળના યુવાનો અને અહીંની ભૌગોલિક સ્થિતિમાં રહેલી છે. તિરુવનંતપુરમને આગામી સમયમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનાવવાનું અમારું વિઝન છે. 

‘અહીં ભાજપની જીત રાજકીય નહીં, પરંતુ વિકાસના એજન્ડાની જીત હશે’

દક્ષિણ ભારતમાં ભાજપના પગપેસારા અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેરળમાં ભાજપની જીત માત્ર રાજકીય જીત નહીં હોય, પરંતુ તે વિકાસના એજન્ડાની જીત હશે. જે રીતે પશ્ચિમ ભારતમાં ભાજપે વિશ્વાસ સંપાદિત કર્યો છે, તેમ હવે દક્ષિણના આ રાજ્યમાં પણ કમળ ખીલવા જઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે, આગામી ચૂંટણીઓમાં કેરળની જનતા ભાજપને સેવા કરવાની તક ચોક્કસ આપશે. કેન્દ્ર સરકાર યુરોપ અને ગલ્ફ દેશો સાથે જે કરાર કરી રહી છે, તેનો લાભ કેરળના લોકોને ત્યારે જ મળશે જ્યારે અહીં પણ ‘ડબલ એન્જિન’ સરકાર (ભાજપ સરકાર) હશે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં ‘ઓલ ઇઝ નોટ વેલ’? ‘અપમાન’ બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો

નોંધનીય છે કે, આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એ પહેલા તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીત અને વડાપ્રધાન મોદીનો પ્રવાસ રાજકીય રીતે મહત્ત્વનો છે. રાજકીય નિષ્ણાતોના મતે, વડાપ્રધાન મોદીનું આ ભાષણ પણ કેરળના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. અમદાવાદ સાથેની તુલના દ્વારા વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યો છે કે, વિકાસની રાજનીતિ કોઈ પણ ગઢને તોડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ‘ગુજરાત મોડલ’ અને વડાપ્રધાન મોદીનો આ ભરોસો કેરળના મતદારોના હૃદય સુધી કેટલો પહોંચે છે.

PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે, તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું?, જાણો તેમના પુત્રીનો જવાબ | how …

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે, તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું?, જાણો તેમના પુત્રીનો જવાબ | how ...

ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar…

ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar...

અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

અજિત પવાર પણ 'યુઝ એન્ડ થ્રો'નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

3 months ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

6 months ago
વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands…

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands…

9 months ago
સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો! એક જ દિવસમાં 14 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી, સોનું પણ ચમક્યું | gold si…

સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો! એક જ દિવસમાં 14 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી, સોનું પણ ચમક્યું | gold si…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News