gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM-CM Bill News: સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ ફરી એકવાર એકલી પડી રહી છે. ‘ઇન્ડિયા’ ગઠબંધન PM-CMને હટાવવા સંબંધિત બિલ પર વહેંચાઈ ગયું છે. ભ્રષ્ટાચારના આરોપોમાં 30 દિવસ સુધી જામીન વગર જેલમાં રહેલા પદાધિકારીઓને હટાવવાના બિલ પર ચર્ચા માટે બનનારી JPC(સંયુક્ત સંસદીય સમિતિ)માં જોડાવાને લઈને વિરોધ પક્ષો વચ્ચે મતભેદ ઊભો થયો છે.

વિપક્ષી એકતામાં તિરાડ?

JPC(સંયુક્ત સંસદીય સમિતિ)માં જોડાવાને લઈને ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં વિરોધાભાસ ઊભો થયો છે, જેના કારણે વિપક્ષી એકતામાં તિરાડ પડી હોય તેવું લાગી રહ્યું છે. PM-CMને હટાવવા સંબંધિત બિલ પર ચર્ચા કરવા માટે રચાયેલી આ સમિતિથી સપા, ટીએમસી, આપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે કોંગ્રેસને એકલી પાડી દીધી છે, કારણ કે તેમણે હજી સુધી JPCમાં સામેલ થવાનો સંકેત આપ્યો છે. આ સ્થિતિએ રાહુલ ગાંધીને ધર્મસંકટમાં મૂક્યા છે કે તેઓ એકલા JPCમાં જશે કે પછી અન્ય સાથી પક્ષોની જેમ અલગ રહેશે.

PM-CM બિલ શું છે?

સંસદમાં રજૂ થયેલા 130માં બંધારણીય સુધારા વિધેયક મુજબ, જો કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન પાંચ કે તેથી વધુ વર્ષની સજા થઈ શકે તેવા ગુનામાં સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તેઓ આપોઆપ પદ પરથી બરતરફ થઈ જશે. જોકે, જેલમાંથી છૂટ્યા પછી તેઓ ફરીથી પદ પર પાછા આવી શકે છે.

આ વિધેયક 20મી ઑગસ્ટે લોકસભામાં રજૂ થયું હતું અને વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ સરકારે PM-CM વાળા બિલને 31 સભ્યોની JPC પાસે મોકલવાનો નિર્ણય કર્યો. JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થશે, પરંતુ તેનું ગઠન હજુ થયું નથી.

કયા પક્ષનું શું વલણ છે?

મમતા બેનર્જીની TMC: TMCએ પણ JPCથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. TMCનું કહેવું છે કે આ બિલ ભાજપનું ‘રાજકીય ષડયંત્ર’ છે, જે વિપક્ષને ફસાવવા અને ભ્રષ્ટાચારના મુદ્દે ગૂંચવવાનો પ્રયાસ છે. JPCમાં સામેલ થઈને TMC ભાજપની રમતનો ભાગ બનવા માંગતી નથી.

અખિલેશની સમાજવાદી પાર્ટી: સપાનું પણ એવું જ વલણ છે. અખિલેશ યાદવે આ બિલને ‘સંઘીય માળખા પર હુમલો’ ગણાવ્યો. અખિલેશે કહ્યું કે આ બિલ રાજ્યોની સ્વાયત્તતાને નબળી પાડશે. તેમનો નિર્ણય સ્વતંત્ર છે અને આ મામલે તેઓ કોંગ્રેસ સાથે નથી.

ઉદ્ધવ જૂથની શિવસેના: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ મમતા બેનર્જી અને અખિલેશ યાદવનો માર્ગ અપનાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘વિપક્ષી એકતા માત્ર ચૂંટણીઓ પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ આ બિલ પર JPCમાં સામેલ થવાનો અર્થ ભાજપની રણનીતિને માન્યતા આપવા જેવું છે. અમે બહાર રહીને લોકો વચ્ચે આ મુદ્દો ઉઠાવીશું.’ શિવસેનાના નેતા સંજય રાઉતનું માનવું છે કે JPCનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચો: AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી

આમ આદમી પાર્ટી (AAP): અરવિંદ કેજરીવાલની AAPના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘અમારી પાર્ટી JPCમાં સામેલ નહીં થાય, કારણ કે આ બિલ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નહીં, પરંતુ વિપક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે લાવવામાં આવ્યું છે.

RJD: લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD પણ આ મામલે JPCથી દૂર રહેવાનું વિચારી રહી છે.

જો કોંગ્રેસ એકલા હાથે JPCમાં સામેલ થશે તો ‘ઇન્ડિયા’ ગઠબંધનની એકતા નબળી પડશે 

PM-CM બિલ પર JPCથી દૂર રહેવાના અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને કારણે કોંગ્રેસ મૂંઝવણમાં મૂકાઈ છે. રાહુલ ગાંધી JPCમાં જોડાવા ઇચ્છે છે, પરંતુ સાથી પક્ષોના વિરોધથી તેમના પર દબાણ વધ્યું છે. જો કોંગ્રેસ એકલા જશે, તો ‘ઇન્ડિયા’ ગઠબંધનની એકતા નબળી પડી શકે છે, જેનો ફાયદો ભાજપને મળી શકે છે. આ સ્થિતિ રાહુલ ગાંધી માટે પડકારરૂપ છે.

PM-CM અને મંત્રીની ખુરશી છીનવતાં બિલ મામલે કેમ અસમંજસમાં પડી કોંગ્રેસ? અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલે ફસાવ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat…

જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat...

વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At…

વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At...

2036માં ઓલમ્પિકના યજમાન માટેની મોટી વાતો વચ્ચે, સુરતના કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખ…

2036માં ઓલમ્પિકના યજમાન માટેની મોટી વાતો વચ્ચે, સુરતના કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

6 months ago
એક સમયે વંદે માતરમ્ ગાવા પર હતો પાંચ રૂપિયાનો દંડ! જાણો આઝાદીના અમર ગીતનો 150 વર્ષનો ઈતિહાસ | The 15…

એક સમયે વંદે માતરમ્ ગાવા પર હતો પાંચ રૂપિયાનો દંડ! જાણો આઝાદીના અમર ગીતનો 150 વર્ષનો ઈતિહાસ | The 15…

2 months ago
અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

11 months ago
વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | Silver h…

વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | Silver h…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News