
Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 6:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થયું હતું. અહીં વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને મિત્ર પુતિનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખનું ગાર્ડ ઑફ ઓનરથી સ્વાગત કરાયું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં પીએમ આવાસ પહોંચ્યા હતા. જ્યાં પુતિન માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરાયું હતું.










