gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એશિયન કરન્સીમાં તેજી અને રૂપિયામાં એકતરફી ઘટાડાની વિસંગતતા 

અમદાવાદ : ભારતીય રૂપિયામાં છેલ્લા એક-દોઢ મહિનાથી સતત ઘસારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રૂપિયાની વેલ્યુમાં યુએસ ડોલર સામે અંદાજે ૨.૫ ટકાનું અવમૂલ્યન જોવા મળ્યું છે. એશિયન બજારો અને એશિયન કરન્સીના વધારા-ઘટાડાને અવગણીને રૂપિયામાં એકતરફી ઘટાડો અને રોજબરોજ નવા ઐતિહાસિક તળિયા જોવા મળી રહ્યાં છે. ડિસેમ્બર મહિનાના આ ૧૫ દિવસમાંજ ૯૦ની સપાટી કુદાવ્યા બાદ આજે ૯૧ રૂપિયા પ્રતિ યુએસ ડોલરના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યા બાદ હવે બેંકિંગ વર્તુળોમાં મજબૂત ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્રીય બેંક આરબીઆઈ તરફથી વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

ડોલર પ્રવાહના અસંતુલન, યુએસ-ભારત વેપાર સોદાના અભાવ અને રોકાણકારોની સાવચેતીને કારણે આ નબળાઈ વધુ વધી ગઈ છે. આયાતકારો પહેલેથી જ તેમની પોઝીશનનું હેજિંગ કરી રહ્યા છે અને વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સાવચેતીભર્યું વલણ દાખવી રહ્યાં છે તે કારણે ચલણ પર સતત દબાણ આવી રહ્યું છે.

એશિયન ચલણોના દૈનિક વધઘટથી રૂપિયો હવે ઓછો પ્રભાવિત થયો છે. ફ્લોટેશન સિસ્ટમનું વર્ચસ્વ વધ્યું છે, જેના કારણે રૂપિયાની ઘટાડાની ગતિ વધી રહી છે. આ કારણે જ રૂપિયામાં વધુ અવમૂલ્યનની અટકળો અને સટ્ટાબાજીની શક્યતાઓ વધી છે. છેલ્લા એક મહિનામાં થાઈ બહાત ૩ ટકાથી વધુ મજબૂત થયો છે, જ્યારે ચાઈનીઝ યુઆન, મલેશિયન રિંગિટ અને સિંગાપોર ડોલરમાં ઓછામાં ઓછો ૧ ટકાનો વધારો નોંધાયો છે તો સામે પક્ષે ભારતીય ચલણમાં એકતરફી મંદી સરકાર, આરબીઆઈ, આયાતકારો-નિકાસકારો અને અર્થશાસ્ત્રીઓ-નીતિનિર્માતાઓની ચિંતા વધારી રહી છે.

એકતરફ ભારતનું મજબૂત થતું અર્થતંત્ર, મોંઘવારી અને વ્યાજદરના સકારાત્મક આંકડા છતા ભારતીય રૂપિયામાં ઘસારાનો એકતરફી દોર, એશિયન માર્કેટોથી વિપરીત ચાલ શંકા ઉપજાવે છે કે રૂપિયામાં મોટાપાયે સટ્ટાબાજી થઈ રહી છે. રૂપિયામાં આશંકિત આ ખેલનો અગાઉ પણ આરબીઆઈએ તાજેતરમાં બે વખત પર્દાફાશ કર્યો હતો.

આ વર્ષે અગાઉ પણ રૂપિયાની નબળાઈના સમાન સમયગાળા દરમિયાન એશિયન સંકેતોથી વિપરીત ચલણ નબળું પડયું અને સટોડિયાઓએ શોર્ટ પોઝીશન બનાવવાનું શરૂ કર્યું હતુ. આરબીઆઈના ધ્યાને આ બાબત ચઢતા હસ્તક્ષેપ કર્યો હતો. ઉદાહરણ તરીકે ગત મહિને બે વાર આરબીઆઈએ ઘટાડાને રોકવા માટે સ્પોટ અને નોન-ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટ ઉપર  આકર પગલા ભર્યા હતા.

ઓક્ટોબર અને ફેબુ્રઆરીની શરૂઆતમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. બેંક અધિકારીઓના મતે, ”આ સામાન્ય હસ્તક્ષેપ નહોતા. આરબીઆઈએ મોટા પાયે હસ્તક્ષેપ કર્યો અને ઘટાડાને તોડી નાખ્યો, વ્યૂહરચના તોડી હતી અને બજારમાં બે તરફી ટ્રેડિંગ ફરી શરૂ કરાવ્યું હતુ.

હવે ફરીથી આવી જ પરિસ્થિતિ વિકસી રહી છે. રૂપિયો સતત ઘટી રહ્યો છે, તેથી બેંકિંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આરબીઆઈ ફરીથી આવી જ કડક કાર્યવાહી કરી શકે છે. જાહેર ક્ષેત્રની બેંકના સુત્રો એ એમ પણ કહ્યું કે બજારમાં આગામી સમયમાં વધુ ઘટાડાની અપેક્ષા છે તેથી આરબીઆઈ દ્વારા ભારે હસ્તક્ષેપની શક્યતા વધી ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…
Business

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

March 28, 2026
Next Post
13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora…

13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora...

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to…

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to...

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

6 months ago
અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો | Poor …

અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો | Poor …

8 months ago
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

5 months ago
બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News