gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET Re-Exam Scam: નીટનું પેપર લીક થવાની ઘટના સામે આવતા નીટની પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ફાયદો કેટલાક અસામાજિક તત્ત્વોએ ઉઠાવીને છેતરપિંડી આચરી હતી. જેમાં અમદાવાદની સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ રાજસ્થાનના જયપુર અને કોટામાં દરોડો પાડીને નીટની રી એક્ઝામ પેપર પોતાની પાસે હોવાનું કહીને ઊંચી કિંમતે વેચાણ કરતા બે યુવકોની ધરપકડ કરી છે.

ગેમિંગ અને બેટિંગની સાઇટમાં પણ સંડોવણી ખુલી

બંને યુવકો ટેલિગ્રામ પર આઠ જેટલી અલગ અલગ ચેનલ બનાવીને પેપરનું વેચાણ કરતા હતા. તેમણે આ મોડ્સ ઓપરેન્ડીથી બનાવટી પેપર આપીને આશરે 1.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી લીધી હોવાનો મોટો ખુલાસો થયો છે. જે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીટની રી-એક્ઝામનું પેપર અગાઉથી કેટલીક ટેલિગ્રામ ચેનલ પર વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા દિશામાં તપાસ કરવા માટે અમદાવાદની સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે તપાસ કરતા ટેલિગ્રામની આઠ જેટલી વિવિધ ચેનલ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસિસ, આઇપી એડ્રેસ અને ફોન નંબરના આધારે તપાસ કરવામાં આવતા આ કૌભાંડનું રાજસ્થાન કનેક્શન સામે આવ્યું હતું. જેમાં પોલીસે સુમેરસિંગ મીણા (રહે. મહેશનગર, જયપુર) અને આકાશ મીણા (રહે. કોટા રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

આ અંગે ક્રાઇમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે નીટની પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ક્રાઇમ બ્રાંચને મળેલા ઇનપુટ અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સમગ્ર મામલે તપાસ કરી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા તેમના દ્વારા ટેલિગ્રામ પર બનાવવામાં આવેલી આઠ ચેનલ મળી આવી હતી. તેમજ 44 જેટલી વેબસાઇટની વિગતો મળી હતી. ટેલિગ્રામ પર બંને જણા તેમની પાસે રી એક્ઝામનું પેપર હોવાનું કહીને પેપર આપવાનું કહીને નાણાં વસુલતા હતા. આ નાણાં ક્યુ આર કોડ અને ઓનલાઇન લેવામાં આવ્યા હતા. 

પ્રાથમિક તપાસમાં આરોપીના બેન્ક એકાઉન્ટમાંથી 1.50 કરોડ રૂપિયા જેટલી રકમના આર્થિક વ્યવહાર થયા હતા. જે નાણાં નીટના પેપરના બદલામાં લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આરોપીઓ અન્ય સાયબર ક્રાઇમ સાથે પણ સંકળાયેલા હતા. જેમાં રોકાણ પર વળતરનું કહીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતા હતા. તેમજ ગેમિંગ અને બેટિંગની તેમજ અન્ય સાયબર ક્રાઇમના નાણાંની હેરફેરનું કામ કરતા હતા. છેલ્લાં એક મહિના દરમિયાન એક હજાર જેટલા લોકોએ તેમની વિવિધ ટેલિગ્રામ ચેનલનો સંપર્ક કર્યો હતો. જેના મોબાઇલ ડેટાનું એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે.

ટેલિગ્રામ ચેનલ પર મળતિયાઓની મદદથી ગેરમાર્ગે દોરતા હતા

આરોપીઓ ટેલિગ્રામ ચેનલ પર એડ થનારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા અને નાણાં પડાવવા માટે ચોક્કસ પેટર્નનો ઉપયોગ કરતા હતા. જેમાં તેમના મળતિયાઓ કે કોઈના નંબરને વાલી તરીકે એડ કરીને તેમના દ્વારા પોસ્ટ મુકાવતા હતા કે અગાઉની પરીક્ષાનું પેપર પણ ખરીદ્યું હતું અને તેના 80 ટકા પ્રશ્નો પુછાયા હતા. જેથી તેમણે નાણાં ચૂકવ્યા હતા. આ પોસ્ટ વાંચીને અન્ય કોઈ વાલીઓ કે વિદ્યાર્થીઓ લાલચમાં આવીને બંને યુવકોને નાણાં ચૂકવીને પેપર મેળવતા હતા.

આરોપીઓને પકડવા પોલીસે વાલી બની ટ્રેપ ગોઠવી

રાજસ્થાનમાં રહીને નીટની રી-એક્ઝામનું પેપર તેમની પાસે હોવાનું કહીને દેશભરના વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવતી ગેંગ અંગે પોલીસને વિગતો મળતા મુખ્ય કડી સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક એક્શન પ્લાન અમલમાં મુકાયો હતો. જેમાં પોલીસે એક ડમી વાલી તરીકે ગ્રુપ એડ થઈને પેપર લેવા અંગે વાતચીત કરી હતી અને કેસની કડીઓ મેળવી હતી. જેના કારણે પોલીસ ઝડપથી આરોપી સુધી પહોંચી શકી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

June 18, 2026
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
Next Post
સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver...

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' અને 'ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર...

ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ | co…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ | co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

1 year ago
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

10 months ago
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

3 months ago
નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News