gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SHANTI Bill: આજે(17 ડિસેમ્બર) લોકસભામાં  પરમાણુ ઉર્જા ‘SHANTI’ બિલ પસાર થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા(SHANTI) બિલ, 2025 રજૂ કર્યું હતું. બિલ પાસ થતા જ વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યો હતો. જોકે, હવે આ ઐતિહાસિક બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્ર સરકારે આ બિલને મંજૂરી આપી હતી.

જો આ બિલ કાયદો બનશે તો ખાનગી કંપનીઓ માટે ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશી શકશે. આ બિલ 1962ના પરમાણુ ઊર્જા કાયદા પછીનો સૌથી મોટો સુધારો સાબિત થશે. 63 વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશે. જોકે, સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલનનું નિયંત્રણ સંભાળશે, પરંતુ ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટૅક્નોલૉજી લાવશે. આ પગલું દેશના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા અને 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે અનિવાર્ય છે.

જૂની વ્યવસ્થા: ખાનગી ક્ષેત્ર માટે સખત મનાઈ

આઝાદી પછી ભારતમાં પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ હતું. માત્ર પરમાણુ ઊર્જા વિભાગ(DAE) અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન(NPCIL) જ તેનું સંચાલન કરતા હતા. 1962ના કાયદામાં સ્પષ્ટ લખ્યું હતું કે ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારો પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે નહીં. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર 8 GW ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ બન્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર 3% છે.

SHANTI બિલથી શું બદલાશે? 

આ બિલ જૂના કાયદાઓ-1962નો Atomic Energy Act અને 2010નો Civil Liability for Nuclear Damage Actમાં સંશોધન કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલશે. ‘કંપની’ની વ્યાખ્યા બદલીને Companies Act, 2013 હેઠળ રજિસ્ટર્ડ કોઈપણ ફર્મને લાઇસન્સ મળી શકશે. 

ખાનગી ક્ષેત્રની ભૂમિકા શા માટે મહત્ત્વપૂર્ણ?

ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટૅક્નોલૉજીમાં રોકાણ કરશે. તેઓ ઉત્પાદિત વીજળીના માલિક બનશે, એટલે કે વેચીને નફો કમાઈ શકશે. જ્યારે સરકાર એટલે કે NPCIL અથવા DAE જ રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને સંવેદનશીલ સામગ્રી (યુરેનિયમ) સંભાળશે. આ બિલ ફેક્ટરીમાં બનતા સસ્તા, સુરક્ષિત અને ઝડપી સ્મોલ મોડ્યુલર રિએક્ટર(SMR)ના નિર્માણને પ્રોત્સાહન આપશે. 

2047 નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય માટે પરમાણુ ક્ષેત્રમાં PPP મોડેલનો પ્રયોગ

ભારતે 2047 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન કરવા માગે છે. પરમાણુ ઊર્જા કોલસો કે સૌર ઊર્જા કરતાં વધુ સ્થિર અને સ્વચ્છ સ્ત્રોત માનવામાં આવે છે. હાલની 8 GWથી 100 GW સુધી (12 ગણો વધારો) પહોંચવાના લક્ષ્ય માટે ₹15-19 લાખ કરોડ(214 અબજ ડૉલર)ની જંગી મૂડીની જરૂર પડશે, જે એકલા સરકારી સંગઠન NPCIL માટે સંભાળવી અશક્ય છે. સૌર અને પવન ઊર્જામાં PPP(પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલની સફળતાને ધ્યાનમાં રાખીને, પરમાણુ ક્ષેત્રમાં પણ આ જ મોડેલ અપનાવવામાં આવશે.

લાયબિલિટી કાયદો: ખાનગી પ્રવેશનો મોટો પડકાર

ખાનગી ક્ષેત્રના પ્રવેશથી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવીનતા વધશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ સાથે જ કેટલાક મહત્ત્વના પડકારો પણ છે. સૌથી મોટો પડકાર જવાબદારી(લાયબિલિટી) કાયદાનો છે. હાલમાં, 2010નો ‘સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ ઍક્ટ(CLND Act)’ ઉપકરણોના સપ્લાયરો પર ભારે જવાબદારી નાખે છે. SHANTI બિલમાં થનારા સુધારાથી આ જોગવાઈ હળવી થઈ શકે છે, જે અમેરિકન GE-Hitachi SMRs જેવી વિદેશી ટૅક્નોલૉજીને ભારતમાં આકર્ષવા માટે જરૂરી છે. 

આ ઉપરાંત, હાઇબ્રિડ મોડેલ(ખાનગી અને સરકારી ભાગીદારી)માં નિયમન અને સલામતી જાળવવી પડકારરૂપ રહેશે, જોકે સલામતી IAEA(આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી)ના ધોરણો પર આધારિત હશે. વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક નવું ન્યુક્લિયર ટ્રિબ્યુનલ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, ઉદ્યોગ જગતનું સ્પષ્ટ માનવું છે કે જો લાયબિલિટીના નિયમો પૂરતા સ્પષ્ટ નહીં થાય તો વૈશ્વિક ખેલાડીઓ ભારતીય બજારમાં રોકાણ કરવામાં ખચકાશે.

બજેટ ભાષણમાં જ થઈ હતી જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં પોતાના બજેટ ભાષણમાં જ આ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક ‘ન્યુક્લિયર એનર્જી મિશન’ની પણ જાહેરાત કરી હતી, જેના હેઠળ નાના મોડ્યુલર રિએક્ટર(SMRs) પર સંશોધન અને વિકાસ(R&D) માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વળી, 2033 સુધીમાં 5 સ્વદેશી SMRs શરુ કરવાની યોજના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
ખુશખબર! નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે યોજનામાં 80 ટકા સુધી પૈસા ઉપાડી શકશો | NPS Big Rule …

ખુશખબર! નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે યોજનામાં 80 ટકા સુધી પૈસા ઉપાડી શકશો | NPS Big Rule ...

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank...

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in…

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

ધરજી ગામમાં 3 ઘરમાંથી 38 વિદેશી પક્ષી મળી આવ્યાં | 38 exotic birds found in 3 houses in Dharji villa…

4 months ago
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

2 months ago
દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્…

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્…

6 months ago
ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News