gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in INDIA
0 0
0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીમાં માત્ર મોટા નેતાઓ જ નહીં, પરંતુ પાયાના સ્તરે નગરપાલિકાઓનો ગઢ પણ ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે. હાલીશહર, ભાટપાડા અને કાંથી સહિતની અનેક નગરપાલિકાઓના 100 થી વધુ કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા આપી દેતા ટીએમસીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

ઉત્તર 24 પરગણાથી લઈને કાંથી સુધી રાજીનામાની લહેર

ઉત્તર 24 પરગણાથી લઈને કાંથી (Contai) સુધી, બંગાળની વિવિધ નગરપાલિકાઓમાં 100 થી વધુ કાઉન્સિલરોએ સામૂહિક રીતે રાજીનામા સોંપી દીધા છે. આ આકસ્મિક બળવાને પગલે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જે લોકો મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે નથી રહી શકતા, તે પોતાનો રસ્તો પસંદ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.

નગરપાલિકાઓમાં મોટો બળવો

ટીએમસી માટે સૌથી મોટો ઝટકો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી આવ્યો છે, જ્યાં કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા આપ્યા છે. હાલીશહર નગરપાલિકાના 23 માંથી 16 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામું આપી દીધું. તેના બીજા જ દિવસે ભાટપાડામાં ચેરમેન રેબા સાહા સહિત ૩૦ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી. તો કાંચરાપાડામાં 14, ગારુલિયામાં 18 અને ઉત્તર બેરકપુર નગરપાલિકામાં 15 કાઉન્સિલરોએ બળવો કર્યો છે. તેવીજ રીત ટીએમસીનો ગઢ ગણાતા ડાયમંડ હાર્બરમાં પણ 16 માંથી 8 કાઉન્સિલરોએ પાર્ટી સાથેથી છેડો ફાડ્યો છે. અનેક નગરપાલિકાઓમાં ચૂંટાયેલા બોર્ડ હવે અલ્પમતમાં આવી ગયા છે, જેના કારણે હવે ત્યાં રાજ્ય સરકાર દ્વારા વહીવટદારો (Administrators) નિમણૂક કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મમતાનો કડક સંદેશ: શિસ્ત નહીંતર વિદાય

બળવાખોર કાઉન્સિલરો અને આંતરિક જૂથબંધી વચ્ચે મમતા બેનર્જીએ કાઉન્સિલરોની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બેઠકમાં એકતા જાળવવાની અપીલ કરતા કહ્યું કે, ‘મુશ્કેલ સમયમાં પાર્ટીના કાર્યકરોએ એકજૂટ રહેવું જોઈએ. જે લોકો સંકટના સમયે સંગઠન છોડવા માંગે છે, તેઓ નિર્ણય લેવા માટે મુક્ત છે.’

કોલકાતા કોર્પોરેશન (KMC) માં પણ તણાવ, અભિષેક બેનર્જીને નોટિસ

કોલકાતા નગર નિગમ (KMC) માં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. એવા અહેવાલો છે કે કેએમસીના બિલ્ડિંગ અને મૂલ્યાંકન વિભાગે અભિષેક બેનર્જી સાથે જોડાયેલી મિલકતોને નોટિસો ફટકારી છે. બીજી તરફ, મેયર ફિરહાદ હકીમે મ્યુનિસિપલ કમિશનર સ્મિતા પાંડે દ્વારા બોલાવવામાં આવેલી માસિક બેઠક (House Meeting) અચાનક રદ થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. મેયર અને કાઉન્સિલરોએ આરોપ લગાવ્યો કે હાઉસ મીટિંગના રૂમને તાળું મારી દેવામાં આવ્યું હતું, જેના પછી હકીમે કાઉન્સિલર્સ ક્લબ રૂમમાં જ પ્રતીકાત્મક બેઠક યોજી હતી. ભાજપના કાઉન્સિલર સજલ ઘોષે આના પર પલટવાર કરતા કહ્યું કે, ‘ટીએમસી હજુ પણ પોતાની ‘જમીનદારી’ માનસિકતામાંથી બહાર આવી નથી.’

કાઉન્સિલરો કેમ છોડી રહ્યા છે TMC?

રાજીનામું આપનારા અનેક કાઉન્સિલરોએ છુપા અવાજે સ્વીકાર્યું છે કે સ્થાનિક સ્તરે હવે તેમની પાસે કોઈ વાસ્તવિક સત્તા બચી ન હતી અને નિર્ણય લેવાની સ્વતંત્રતા ખતમ થઈ ગઈ હતી. આ ઉપરાંત, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ કાઉન્સિલરોને ડર છે કે તેમના અગાઉના કાર્યો (ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ અને ભ્રષ્ટાચાર) ની તપાસ શરૂ થઈ શકે છે, જેનાથી બચવા માટે તેઓ રાજીનામા આપી રહ્યા છે.

ભાજપનો પલટવાર: અરાજકતા માટે TMC જવાબદાર

રાજ્યના મંત્રી અગ્નિમિત્રા પૌલે આ પરિસ્થિતિને ટીએમસીની ઘોર બેજવાબદારી ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘કાઉન્સિલરોની ગેરહાજરી અને સામૂહિક રાજીનામાને કારણે બંગાળની નાગરિક સેવાઓ ઠપ થઈ ગઈ છે. ટીએમસીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા પ્રત્યેની પોતાની ફરજો નિભાવવાને બદલે માત્ર પોતાની રાજકીય સ્થિતિ બચાવવા લાગેલા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe...

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea...

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

2 months ago
૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

૯૪.૧૮ લાખની છેતરપિંડીનો આરોપી બુરખો પહેરીને ઘરે આવ્યો અને ઝડપાઇ ગયો | Accused of cheating Rs 94 18 l…

11 months ago
વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

8 months ago
સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News