gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં | BJP Speeds …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in INDIA
0 0
0
UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં | BJP Speeds …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP early assembly elections: ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવા મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશમાં યોજાનારી આગામી વસ્તીગણતરી સાથે તારીખોનો કોઈ ટકરાવ ન થાય તે માટે આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં થોડા અઠવાડિયા વહેલી યોજાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ નેતૃત્વ એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ રાજ્યોના કોર ગ્રુપને અત્યારથી જ પ્રચાર અને રણનીતિ પર કામ શરૂ કરવા કહી દેવાયું છે.

સમય કરતાં વહેલા ચૂંટણી યોજવા પાછળનું મુખ્ય કારણ

ફેબ્રુઆરી 2027માં દેશભરમાં વસ્તીગણતરીના બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. આ તબક્કામાં જાતિગત વસ્તીગણતરી માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને પ્રજનન દર સંબંધિત મહત્ત્વના આંકડાઓ એકત્રિત કરવામાં આવશે. ચૂંટણી અને વસ્તીગણતરી બંને ખૂબ જ વિશાળ પ્રક્રિયાઓ છે અને તેમાં મોટા પાયે સરકારી કર્મચારીઓ તથા સંસાધનોની જરૂર પડે છે. મોટેભાગે બંને કામોમાં એક જ સ્ટાફ ફરજ બજાવતો હોવાથી વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આ જ વહીવટી તકલીફોથી બચવા માટે ઉત્તર પ્રદેશ, ગોવા અને પંજાબમાં ચૂંટણી થોડા અઠવાડિયા વહેલી યોજવાનું આયોજન હોઈ શકે છે. બીજી તરફ, ઉત્તરાખંડ ભાજપ ઈચ્છે છે કે ત્યાં ચૂંટણી હજુ થોડી વધુ વહેલી કરાવી લેવામાં આવે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં મણિપુરમાં પણ ચૂંટણી થવાની છે, જ્યાંની વર્તમાન સ્થિતિ અને તણાવ પર હાઈકમાન્ડ બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે

બંગાળ જીતના ‘મોમેન્ટમ’નો ફાયદો ઉઠાવવાની વ્યૂહનીતિ

પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ભાજપ પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણીમાં મળેલી શાનદાર જીતના વાતાવરણનો સીધો લાભ લેવા માંગે છે. પક્ષના મોટાભાગના નેતાઓનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં મળેલી આ જીત પાછળ ‘હિંદુ ધ્રુવીકરણ’ એક મુખ્ય પરિબળ રહ્યું હતું. ભાજપને આશા છે કે આ જ ફેક્ટર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પક્ષને મોટો ફાયદો કરાવી શકે છે. આ જ કારણે તમામ પ્રદેશ એકમોને આ વિજયી લય જાળવી રાખવા માટે સખત મહેનત કરવા સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસને તૈયારી માટે ઓછો સમય આપવાનો માસ્ટર પ્લાન

ઉત્તર પ્રદેશને બાદ કરતાં બાકીના ચૂંટણી રાજ્યોમાં કોંગ્રેસ હજુ પણ ભાજપ સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઊભી છે. ભાજપના સૂત્રો માને છે કે દક્ષિણ ભારતના તાજેતરના રાજકીય ઘટનાક્રમોથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવ્યો છે. જો ચૂંટણી વહેલી યોજાય, તો વિપક્ષી પક્ષોને ચૂંટણી પ્રચાર અને રણનીતિ ઘડવા માટે બહુ ઓછો સમય મળશે, જેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે.

હાલમાં જ કેરળમાં કોંગ્રેસ પ્રેરિત UDFને મોટી જીત મળી છે

તમિલનાડુમાં પણ કોંગ્રેસે જોસેફ વિજયની પાર્ટી TVK સાથે મળીને સરકાર બનાવી છે. આ ઉપરાંત કર્ણાટકમાં સત્તાનું સુચારુ પરિવર્તન કરીને સિદ્ધારમૈયાની જગ્યાએ ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ તમામ મજબૂત સ્થિતિને કારણે કોંગ્રેસ નવા ગઠબંધન કરવા માટે વધુ ઉત્સાહમાં છે, તેથી ભાજપ નેતૃત્વ વિપક્ષના આ પડકારને બિલકુલ હળવાશથી લેવા માંગતું નથી.

આ પણ વાંચો: માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં ‘ચા-પાણી’! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત

પંજાબ ચૂંટણીને લઈને શું છે નવીનતમ અપડેટ?

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ પંજાબના એક કાર્યક્રમ દરમિયાન આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ચૂંટણી સમય કરતાં વહેલી એટલે કે નવેમ્બર મહિનામાં જ યોજાઈ શકે છે. જોકે, વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં વહેલી ચૂંટણી કરાવવાના કારણે થયેલા નુકસાનના ઇતિહાસને જોતાં ભાજપ સામાન્ય રીતે આવા નિર્ણયોથી બચે છે. પરંતુ પંજાબ ભાજપના એક નેતાના જણાવ્યા મુજબ, વસ્તીગણતરી અને વહીવટી કારણોને જોતાં ચૂંટણી થોડી વહેલી ઠેલાઈ શકે છે. આથી કેન્દ્રીય નેતૃત્વએ સ્પષ્ટ વિજયના લક્ષ્ય સાથે તમામ સ્તરે તૈયાર રહેવા આદેશ આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…
INDIA

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

June 21, 2026
‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …
INDIA

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

June 21, 2026
’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…
INDIA

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

June 21, 2026
Next Post
NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે | Tel…

NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે | Tel...

માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં ‘ચા-પાણી’! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત | Fresh Defect…

માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં 'ચા-પાણી'! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત | Fresh Defect...

Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

3 months ago
અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા | Ahmeda…

2 months ago
નાના કપાયામાં અજાણી યુવતી અને ગજોડ પાસે ભુજના યુવકની આત્મહત્યા કે, હત્યા ભેદ હજુ અકબંધ | Suicide or …

નાના કપાયામાં અજાણી યુવતી અને ગજોડ પાસે ભુજના યુવકની આત્મહત્યા કે, હત્યા ભેદ હજુ અકબંધ | Suicide or …

1 year ago
ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News