gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું ગણપતિપુરા એક એવું સુપ્રસિદ્ધ તીર્થધામ છે, જેનો મહિમા અને ઇતિહાસ અનેરો છે. ધોળકાથી લગભગ 25 કિલોમીટર અને અમદાવાદથી 65-70 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરને લોકો ‘ગણપતિપુરા’, ‘ગણેશપુરા’ કે ‘કોઠ ગણપતિપુરા’ જેવા નામથી ઓળખે છે. આ મંદિરનો સૌથી મોટો મહિમા અહીં બિરાજમાન સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિનો છે, જે સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. 6 ફૂટ ઊંચી આ મૂર્તિમાં ગણેશજી એકદંત છે. 

અલૌકિક ઇતિહાસ અને ચમત્કારિક પ્રાગટ્ય

લોકવાયકા મુજબ, આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે આ સ્થળે વન હતું અને જમીનના ખોદકામ સમયે એક કેરડાના જાળામાંથી ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનો વચ્ચે વિવાદ થયો હતો. તે સમયે, એક અનોખો ચમત્કાર થયો: ગણપતિ દાદાની મૂર્તિ આપોઆપ એક ગાડામાં બિરાજમાન થઈ ગઈ અને બળદ વગર જ ગાડું ચાલવા લાગ્યું. આ ગાડું ગણપતિપુરાના ટેકરા પર જઈને ઊભું રહ્યું અને આપમેળે મૂર્તિ નીચે ઉતરી ગઈ. આ ઘટના બાદ તે જ સ્થળે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી આ ગામનું નામ ‘ગણપતિપુરા’ પડ્યું. અહીં બિરાજમાન ગણેશજીની મૂર્તિ એકદંતી અને સ્વયંભૂ પ્રગટેલી હોવાથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની છે.

શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર

ગણપતિપુરામાં દર મહિનાની વદ ચોથના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શ્રદ્ધાળુઓની એવી માન્યતા છે કે અહીં સંતાન પ્રાપ્તિ, લગ્ન કે નોકરી સહિતની માનતા રાખવાથી તે કાર્યો સિદ્ધ થાય છે. ઘણા ભક્તો ઘઉંનો સીધો અને ઊંધો સાથિયો કરીને પોતાની માનતા પૂરી કરે છે. કહેવાય છે કે મંદિર આવી માનતા રાખતી વખતે ઘઉંનો ઊંધો સાથિયો કરવાનો હોય છે અને જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે ભક્તો ઘઉંનો સીધો સાથિયો કરે છે.  અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું 2 - image

આ પણ વાંચો: VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

પ્રસાદી અને વિશેષતાઓ

આ મંદિરની આસપાસ મળતી કાચા કેળા અને બટેકાની વેફર્સ ખૂબ જ પ્રખ્યાત છે. દર્શન બાદ શ્રદ્ધાળુઓ આ વેફર્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ અવશ્ય ખરીદે છે. આ ઉપરાંત, ચુરમાના લાડુ અને ગણેશજીને પ્રિય બૂંદીના લાડુ પણ અહીં ખાસ બનાવવામાં આવે છે, જે પ્રસાદી તરીકે ઘરે લઈ જવાય છે. ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને વિસર્જનના દિવસે ગણેશજીની પાલખી યાત્રા કાઢીને આખા ગામમાં ફેરવવામાં આવ છે. ગણેશપુરાના આ દિવ્ય મંદિરે એકવાર અવશ્ય દર્શન કરવા જેવું છે, જ્યાં આસ્થા, ઇતિહાસ અને ચમત્કારનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગણેશપુરાના વિઘ્નહર્તાદેવ સૌના દુખડા હરી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…

'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી', જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m...

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા…

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા...

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ…

વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચાલાન સંબંધિત ‘ડેટા એક્સેસ’ના નવા નિયમ જાહેર, જાણો શું કહ્યું સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ | Lockdown detentions begin in Gandhinagar ahead of health workers’ protest

આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ | Lockdown detentions begin in Gandhinagar ahead of health workers’ protest

2 years ago
આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

1 year ago
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2 વ્યક્તિના મોત | 2 people died in a car and bike col…

ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2 વ્યક્તિના મોત | 2 people died in a car and bike col…

1 year ago
વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News