
Janseva Express Train Fire : પંજાબના અમૃતસરથી બિહારના સહરસા આવી રહેલી જનસેવા એક્સપ્રેસના એક ડબ્બામાં સોનવર્ષા કચેરી સ્ટેશન નજીક અચાનક આગ લાગતાં યાત્રીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રેલવે પ્રશાસન અને સ્ટેશન પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ
ઘટનાની જાણ થતાં જ ફાયર સુરક્ષા ટીમ અને રેલવે સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને ઝડપથી કાબુમાં લીધી છે. આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.










