gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું | Jamnaga…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું | Jamnaga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 1 - image

Gopal Italia News: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે(5 ડિસેમ્બર) જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. જોકે, પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે.

જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા  વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા.

‘આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જુતું ફેંકાતાં ભારે હંગામો

જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો, અને તેને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર થયેલા હુમલાનો પોતે બદલો વાળી સંતોષ વ્યક્ત કર્યો

આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો. જેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમના પર ગોપાલ ઈટાલિયા દ્વારા જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને(છત્રપાલસિંહ) વસવસો રહી ગયો હતો, અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 2 - image

જૂતું ફેંકનારને હોસ્પિટલ ખસેડાયો

છત્રપાલસિંહ જાડેજાને ઈજા થતાં તેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે પોતાના પર હુમલો કરવા અંગે કેટલાક અગ્રણીઓ સહિતના નામો આપ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 3 - image

ગોપાલ ઈટાલિયાએ પોલીસ પર કર્યા આક્ષેપ

બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક ‘આપ’ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

VIDEO: માંડ માંડ બચ્યા ગોપાલ ઈટાલિયા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું 4 - image

રાજકીય જોડાણના માહોલમાં અચાનક વિવાદ

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસના બે નેતાઓ (જેમાં એક અપક્ષ પણ છે) AAPમાં જોડાવાના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં જ આ પ્રકારનો હુમલો થતાં, રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.

ગોપાલ ઈટાલિયા પર હુમલાની ઘટના નિંદનીય: મનોજ સોરઠીયા

ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને તેમની પાર્ટીના AAP નેતા મનોજ સોરઠીયાએ નિંદનીય ગણાવી છે. તેમણે આ હુમલાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો, યુવાનો મહિલાઓ મુદ્દે હંમેશા અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવા માટે ભાજપે તેમના પર કર્યો હુમલો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
VIDEO: રશિયાના પ્રમુખ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ, દિલ્હીથી મોસ્કો પરત ફર્યા | putin dinner …

VIDEO: રશિયાના પ્રમુખ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ, દિલ્હીથી મોસ્કો પરત ફર્યા | putin dinner ...

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

3 months ago
પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

6 months ago
મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

12 months ago
રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

રોડ નહીં તો વોટ નહીં… છોટાઉદેપુરના હાફેશ્વરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, વન વિભાગની મંજૂરી ન મળતા સ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News