
High alert in UP: ભારતે પહલગામ આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. PoKમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ 9 જગ્યાએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાનીમાં મોક ડ્રીલ કાર્યક્રમ દરમિયાન નાગરિક સુરક્ષા તૈયારીઓનો અભ્યાસની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશની સેના અને બહેન-દીકરીઓ પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે. જનતા પણ સેનાની બહાદુરીને સંપૂર્ણ સમર્થન આપીને પહલગામ હુમલા પર સેનાની કાર્યવાહીને નિર્ણાયક ગણાવી હતી. અમે કોઈને પણ દેશના ગૌરવ અને ગરિમા સાથે ખિલવાડ કરવા દઈશુ નહીં.










