gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝન…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yoga Day Celebration In Vande Bharat Trains: 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વિવિધ મુખ્ય સ્થળોએ તેમજ ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલતી ટ્રેનોમાં મુસાફરોને યોગ કર્યા હતા.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રોનું આયોજન

ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, ‘આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સૌપ્રથમ અમે અમારા તમામ કર્મચારીઓ અને પરિવારોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. અમારા વિવિધ કેન્દ્રો અને રેલવે સંસ્થાઓમાં મોટી સંખ્યામાં લોકોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.’

ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝનની પહેલ 2 - image

બીજી ખાસ પહેલ તરીકે આજે અમે વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને યોગ સાથે જોડવા માટે એક અનોખી પહેલ શરૂ કરી હતી. આ પહેલના ભાગ રૂપે યોગ ગુરુઓના સૂચનો ટ્રેનના પાઇપ્ડ મ્યુઝિક (ઓડિયો સિસ્ટમ) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને દરેક કોચમાં હાજર સ્વયંસેવકોએ મુસાફરોને તેમની સીટ પર બેસીને યોગનો અભ્યાસ કરવામાં મદદ કરી હતી. મુસાફરોએ 10 થી 20 મિનિટ માટે સરળ યોગ કર્યા હતા. જેમાં ગરદન, હાથ, કાંડા અને ખભાનું પરિભ્રમણ, ઓમનો જાપ અને ધ્યાનનો સમાવેશ થાય છે.

સાબરમતી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગ ગુરુએ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ, નાગરિક સંરક્ષણ સભ્યોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કસરતોની તાલીમ આપી હતી. આ ઉપરાંત, ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ-સાબરમતી, રેલવે ઇન્સ્ટિટ્યૂટ-કાંકરિયા, કોમ્યુનિટી હોલ-ગાંધીધામ અને કોમ્યુનિટી હોલ-વિરમગામ ખાતે પણ યોગ સત્રોનું આયોજન કરાયુ હતું.

આ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોએ કર્યા યોગ

1. ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ

2. ટ્રેન નંબર 12462 સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ

3. ટ્રેન નંબર 26964 અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે

અમદાવાદ ડિવિઝન દ્વારા ભૂતકાળમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ સહિત વિવિધ મુખ્ય સ્ટેશનો પર સફળતાપૂર્વક યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓ અને મુસાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ” છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ...

જામનગરના 9 વર્ષીય વિહાને 5,289 મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ | youngest indian moun…

જામનગરના 9 વર્ષીય વિહાને 5,289 મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કરી રચ્યો ઇતિહાસ | youngest indian moun...

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm…

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

6 months ago
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

4 months ago
મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest…

મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest…

1 year ago
વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…

વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News