gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2026
in GUJARAT
0 0
0
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર રુદ્રાભિષેક દીપમાળા દર સોમવારે વિવિધ શૃંગારનો આયોજન તેમજ અન્ય ધારમિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે.મંદિરને અડીને ક્યારેક કમળાઈ અને હવે તળાજીના નામે ઓળખાતી નદીના એક ઊંડા ધરામાં થી આ શિવલિંગ મળ્યું હતું.આજે એ ધરો મહાદેવીયા ધરા તરીકે ઓળખાય છે. લગભગ દોઢસો વર્ષ પહેલાં પ્રાચીન મંદિરના મૂળ ગર્ભ ગૃહને જાળવીને આ શિવાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.

આજે ગુજરાતના ગામે ગામ જેઓ બાપા સીતારામના વહાલા નામે ભાવિકોના આરાધ્ય બની ગયા છે. આજે પણ વારસાઈ ટ્રસ્ટના સંચાલકો દ્વારા બાપાની પ્રેરણા થી શરૂ થયેલી આ સેવા પરંપરા જાળવી રાખવામાં આવી છે.

નદીમાંથી શિવલિંગની સાથે પોઠિયાની ખંડિત પ્રતિમા,ભૈરવજી સહિત વિવિધ પ્રતિમાઓ, અને પથ્થરની સિંહ પ્રતિમા મળી હતી. જે સંકેત આપે છે કે સદીઓ પહેલા અહીં શિવજી અને માતા શક્તિનું ભવ્ય દેવાલય હોવું જોઈએ.અહીં થી પુરાતત્વ ખાતાએ કેટલાક અવશેષો લીધા હતા.બાકીના આજે પણ યાદગીરી રૂપે જાળવી રાખવામાં આવ્યા છે.બીલીના 15 થી વધુ વૃક્ષોની વનરાજી બિલ્વ વન વચ્ચે શિવાલયની આસ્થા વધારે છે. આ જગ્યામાં સાક્ષાત શિવધામની અનુભૂતિ આ પાવન જગ્યાએ થાય છે.

હાલમાં પરિવાર પરંપરા અનુસરીને મહંત હરદેવગિરી દોલતગીરી આ જગ્યાએ સેવા પૂજા ,દેખરેખ અને સંચાલન કરે છે.આખું વર્ષ વિવિધ શિવ પર્વો અને ઉત્સવોની ધૂમધામ થી ઉજવણી આ જગ્યાને જીવંત અને ઉર્જાવાન રાખે છે.

રસપ્રદ વાત એ છે કે મહંત હરદેવગીરી પૂર્વ જીવનમાં એક સફળ પત્રકાર રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના લોકસત્તા – જનસત્તામાં બે થી વધુ દાયકા સુધી કલમકર્મ કર્યું.જ્યારે એ અખબારને સમભાવ જૂથે હસ્તગત કર્યું તે પછી એમણે વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રીની જવાબદારી અદા કરી.તે પછી પત્રકારીતા છોડીને એમણે શિવ સેવા સ્વીકારીને ગોસ્વામી પરિવારની વારસાઈ પરંપરા દીપાવી છે.

શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયમાં ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક,લઘુ રુદ્રની ભક્તિ સરવાણી વહે છે જેનો ભાવિકો વ્યાપક લાભ લઈને શિવમય બને છે. સ્થળ ના અપરંપાર મહિમાની જાણકારી આપતાં હરદેવગિરી જણાવે છે કે બગદાણા થી 14 કીમી અને તલાજાથી 5 કીમી દુર આ સ્થાન છે. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. 400 વર્ષ પૌરાણિક છે. વર્તમાન મંદિર 145 વર્ષ જૂનું છે. બીજીવાર જીર્ણોધાર કર્યે 14 વર્ષ થયા છે. મૂળ મંદિરની સ્થિતિમાં તોડફોડ કર્યા વગર જીર્ણોધાર કર્યો છે.

કામનાથ બાપાની કૃપા અપરંપાર છે, કામરોલ માં બધી વસ્તી દરબારો ની છે, જેઓ ખૂબ આસ્થા ધરાવે છે રહેવા માટે આશ્રમનું સ્થાન, શુદ્ધ પાણી, ન્હાવા ધોવાની સગવડ, કુરતી સૌંદર્ય વચ્ચે શિવ ભક્તિ નો લાહ્વો લેવો હોય તો એકવાર કામરોલ જાવું, ત્યાંથી તળાજા નરસી મહેતા નું મોસાળ છે, હાઇવે ઉપર ઉભા રહી થોડું ક માથું ઉચું કરો એટલે પર્વત દેખાશે એમાં ગુફા છે જ્યાં મહેતા ભક્તિ કરતાં,તળાજાથી ૩૦ કિ.મી. દૂર ગોપનાથ મહાદેવ નું અદભૂત સ્થાન દરિયાની લગોલગ આવેલું છે, અહિં જ નરસી મહેતા ભગવાન કૃષ્ણ ની રાસલીલા ના દર્શન કરેલાં, અલૌકિક સ્થાન છે, રાતે કિનારે ઉભા રહો એટલે મુંબઈ ના દિવા બત્તી કળાય…
ભાવનગર,તળાજા કે બગદાણા જાવ તો સમય કાઢીને નવી કામલોલના કામનાથ દાદાના દર્શનની તક ચૂકવા જેવી નથી…

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્...

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ...

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક 'સમુદ્ર પ્રદક્ષિણા' અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

1 year ago
રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર …

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર …

11 months ago
ચૂંટણી માહોલ વચ્ચે ‘ઈલેક્શન’નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of…

ચૂંટણી માહોલ વચ્ચે ‘ઈલેક્શન’નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of…

5 months ago
વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News