gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

G METRO NEWS by G METRO NEWS
August 19, 2026
in GUJARAT
0 0
0
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોની સુરક્ષા, સામાજિક એકતા અને જળસંચય પર ચર્ચા

ઉમરાળાના ધોળા ગામે ખેતરમાં પશુઓ ચરાવી ભેલાણ કરવાના બનાવ બાદ પાટીદાર સેવા સંઘ દ્વારા પાટીદાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતથી પાટીદાર સેવા સંઘના આગેવાનો સહિત અંદાજે ૨૫ કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ધોળા ગામના બાબુભાઈ નાવડીયાના ખેતરમાં વિપુલભાઈ ગલાણી અને ભરતભાઈ ગલાણી દ્વારા પશુઓ ચરાવી ભેલાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આશરે રૂ. ૭૦ હજારનું નુકસાન થયાનો આક્ષેપ છે. આ મામલે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આ ઘટનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પાટીદાર સેવા સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભેલાણ જેવા બનાવો માટે કાયદામાં વધુ કડક જોગવાઈઓ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદાર સમાજના પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સમાજ એક થઈને અસામાજિક તત્વો સામે કાયદાકીય રીતે ઊભો રહેશે, તો સમાજના કોઈ વ્યક્તિ કે ખેડૂતને અન્યાય સહન કરવો નહીં પડે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં બનતી ઘટનાઓ અંગે સમાજના લોકોને સહાય મળી રહે તે માટે એક સ્થળે જમીન મેળવી ‘સમાજ સુરક્ષા ભવન’ બનાવવાનો સંકલ્પ પણ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રયાસનો હેતુ કોઈ સમાજ કે વ્યક્તિ સામે વિરોધ કરવાનો નથી,

પરંતુ ગામડાઓને જીવંત રાખવા અને ખેડૂતોના હિત માટે સંગઠિત પ્રયાસ કરવાનો છે. ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિની ઈચ્છા વિના તેની વાડી કે ખેતરમાં પશુઓ ચરાવી ભેલાણ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.

ફરિયાદ કરતા ડરવાની જરૂર નથી તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ અને સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે સારી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ ઘટના બને ત્યારે ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી છે. ફરિયાદ કરવામાં આવશે તો જ પોલીસ તથા સરકારની મદદ અસરકારક રીતે મળી શકે છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો સાથે ભેલાણના બનાવો સહિતની સમસ્યાઓ સામે સમાજે એક થઈને કાયદાકીય રીતે અવાજ ઉઠાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધનાબાપા જગ્યાના મહંત બાબુરામ બાપુ, પાટીદાર સેવા સંઘના અગ્રણી વિજયભાઈ માંગુકીયા, ભા.ડિ.કો.ના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા, ચિરાગભાઈ નાવડીયા, મહેશભાઈ કાજવદરા, રાજુભાઈ ભીંગરાડિયા, હિંમતભાઈ ભીંગરાડિયા, ભારતીબેન ભીંગરાડિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org...

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ...

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …

5 months ago
દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ | 124 pigeons 4 ospreys th…

દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ | 124 pigeons 4 ospreys th…

8 months ago
ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

6 months ago
ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |…

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News