gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. એટલું જ નહિ, સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને વિકસિત ભારતના નિર્માણમાં આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેન્દ્રીય બજેટ અંતર્ગત ગુજરાતને ભવિષ્યમાં થનારા ફાયદાઓને આવકારતા કહ્યું કે, લોથલ અને ધોળાવીરાનો દેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં પણ સ્થાનિક રોજગારીની તકો વધશે.

મુખ્યમંત્રીએ આ બજેટને શહેરી વિકાસને નવી દિશા આપનારું બજેટ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, શહેરી ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીની અતૂટ સંકલ્પબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે એવી આશા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ બોન્ડ માર્કેટને સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકારનું પ્રશંસનીય કદમ છે. આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આ બજેટ MSMEથી લઈને મોટા ઊદ્યોગ, સૌને માટે પ્રોત્સાહક બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે તેમજ ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ પણ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.

આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર બનાવવાની જે જાહેરાત થઈ છે તેનાથી દેશની ક્રિટિકલ મિનરલ્સની જરૂરિયાતમાં આત્મનિર્ભરતાનું વધુ એક કદમ સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારે મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની નજીક 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવાની આ બજેટમાં જાહેરાત કરી છે. બહુવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ, કૌશલ્ય કેન્દ્રો અને રહેણાંક સંકુલ સહિતના આ આયોજિત શૈક્ષણિક ઝોનથી રાજ્યોની સ્કિલ ઇકોસિસ્ટમને બળ મળશે તેવો મત ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની દિશામાં એક ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થશે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પાસે હવે પૂર્વ ભારત તરફ વેપાર કરવા માટે ‘હાઈ-સ્પીડ’ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, તે રાજ્યના વેપાર અને અર્થતંત્રને અભૂતપૂર્વ ગતિ આપશે. આ ઉપરાંત 20 નવા નેશનલ વોટર વેઝ બનાવવાની જાહેરાતથી દેશમાં જળમાર્ગે પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખાદી, હાથશાળ અને હસ્તકલાને સુદ્રઢ બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ શરૂ કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આના પરિણામે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર જોડાણ અને બ્રાન્ડિંગમાં મદદ મળશે. લીમ, કૌશલ્ય, પ્રોસેસ અને ઉત્પાદનની ગુણવત્તા સંગીન થશે. એટલું જ નહિ, વણકરો, ગ્રામ્ય ઉદ્યોગો, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને ગ્રામીણ યુવાનોને લાભ થશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાનએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે. આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે તે પણ પ્રસંશનીય છે.

મુખ્યમંત્રીએ સમગ્રતયા સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપનારા બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણાંમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …
GUJARAT

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

September 14, 2026
Next Post
Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share ...

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી ખાતે '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ…

ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

11 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો: સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થી…

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો: સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થી…

8 months ago
કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

1 year ago
સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News