gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Corruption in Surat: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વારંવાર કાર્યવાહી કરે છે, અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, છતાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ લાંચના કેસમાં ઝડપાયા છે અને એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધાયો છે. આટલી મોટી સંખ્યામાં દરોડા પડવા છતાં પાલિકાના તંત્રમાં કાયદાનો કોઈ ભય જોવા મળતો નથી.

કયા વિભાગો ભ્રષ્ટાચારના મુખ્ય કેન્દ્ર?

સુરતમાં ભ્રષ્ટાચારના મોટા ભાગના કિસ્સાઓ ગેરકાયદે બાંધકામ અને આકારણી વિભાગ સાથે જોડાયેલા હોવાનું જોવા મળે છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કાગળ પર કાર્યવાહી થતી હોવા છતાં આવા બાંધકામો વર્ષો સુધી કેમ ચાલુ રહે છે તે સવાલ વારંવાર ઊભો થાય છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવા અને વિવિધ સરકારી મંજૂરીઓ માટે પણ ચોક્કસ ટકાવારી (કમિશન) ચાલતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે.

સજાનો અભાવ લાંચિયાઓ માટે આશીર્વાદ

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 28 અધિકારી-કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ એક પણ કેસમાં દાખલારૂપ સજા થઈ નથી. કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી ઘણા આરોપીઓ જામીન પર મુક્ત થઈને બહાર ફરે છે. પરિણામે, ભ્રષ્ટાચાર સામેનો ભય સતત ઘટી રહ્યો છે. લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે, ફોટા છપાય છે, થોડા દિવસ ચર્ચા થાય છે અને પછી બધું ફરી પહેલાં જેવું થઈ જાય છે.

અધિકારીઓ જ નહીં, વિપક્ષના બે કોર્પોરેટર પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે!

સુરત પાલિકામાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ પણ લાંચના ચક્રો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગત ટર્મમાં પાલિકાના વિપક્ષ (આપ)ના બે કોર્પોરેટરો લાંચ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે.

સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાના બે અધિકારીઓની હાજરીમાં 11 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ થતાં તપાસ દરમિયાન તત્કાલીન કોર્પોરેટર જીતુભાઈ કાછડીયા અને વિપુલભાઈ સુહાગિયા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેની સંડોવણી અંગે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસીબીના હાથે ઝડપાયેલા 28 કર્મચારીઓની યાદી

ક્રમ લાંચ લેતા પકડાયેલા કર્મચારીનું નામ હોદ્દો અને વિભાગ / ઝોન
1 નિલેશ રીપુ પટેલ આસી. ઇજનેર (ઈલેક્ટ્રિકલ), કતારગામ
2 નિલેશ રામવાત ડે. ઇજનેર (ઈલેક્ટ્રિકલ), હાઈડ્રોલિક
3 માનસિંગ ચૌધરી કાર્યપાલક ઇજનેર (ઈલેક્ટ્રિકલ)
4 પ્રમોદ જરીવાલા આકારણી અને વસૂલાત અધિકારી
5 ભાગ્યેશ ધીવાલા ત્રીજી શ્રેણી ક્લાર્ક
6 ભીખુ લલ્લુ પટેલ ટેકનિકલ આસી., હાઈડ્રોલિક
7 અશ્વિન ટેલર ડે. ટાઉન પ્લાનર
8 રાજેશ પરાગ પટેલ આસી. ઇજનેર (સિવિલ)
9 જીગ્નેશ નટવર મોદી આસી. ઇજનેર
10 ધીરેન સોંલકી મદદનીશ આરોગ્ય નિરીક્ષક
11 લાલજી જોગડિયા સફાઈ કામદાર
12 દિપક મકવાણા તાલીમાર્થી સફાઈ કામદાર
13 અમૃત પરમાર ત્રીજી શ્રેણી ક્લાર્ક
14 દિપક ગઢીયા જુનિ. મેડિકલ ઓફિસર
15 બેચર સોલંકી ફાયર ઓફિસર
16 દિલીપ દવે ત્રીજી શ્રેણી ક્લાર્ક
17 મનોજ ચોકસી આરોગ્ય નિરીક્ષક
18 ઈશ્વર સુખા પટેલ બેલદાર
19 નિલેશ ગામીત ત્રીજી શ્રેણી ક્લાર્ક
20 કેયુર પટેલ જુનિ. ઇજનેર, વરાછા
21 નિમેશ ગાંધી પટાવાળા
22 પરેશ સુમન પટેલ જુનિ. ઇજનેર
23 ડેનીશ બારડોલિયા મેઈન્ટેનન્સ આસી.
24 તેજસ આરીવાલા ચીફ એકાઉન્ટન્ટ
25 લાલુ પટેલ પટાવાળા
26 ઈશ્વર પટેલ ડે. ચીફ ફાયર ઓફિસર
27 વિપુલ ગણેશવાલા કાર્યપાલક ઇજનેર
28 જીજ્ઞેશ મોદી આસી. ઇજનેર

સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દર વર્ષે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે, ત્યારે આ દૂષણ અટકતું કેમ નથી? શું માત્ર એસીબીના દરોડા પૂરતા છે? જો તંત્ર હવે પણ કડક ખાતાકીય પગલાં અને સમયસર સજા અપાવવામાં નિષ્ફળ રહેશે, તો ભ્રષ્ટાચારનું આ જાળું વધુ મજબૂત બનશે અને તેની સૌથી મોટી કિંમત સુરતના સામાન્ય નાગરિકોએ ટેક્સ અને લાંચ આપીને ચૂકવવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…

તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N...

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur…

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur...

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો…’, બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b…

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો...', બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ | tmc mp kalyan b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ? | ahmedabad tre…

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ? | ahmedabad tre…

1 year ago
સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

3 months ago
સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

6 months ago
તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News