gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in Business
0 0
0
સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટેરિફ મુદ્દે ટ્રમ્પની ચીમકી, ઈરાન-અમેરિકા તંગદિલી તથા દેશના ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્ર પર આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ગ્રહણને પગલે દેશના શેરબજારમાં આજે ખાનાખરાબી જોવા મળી હતી. તાજેતરમાં થયેલા વેપાર કરારની શરતોમાંથી ફરી જનારા દેશો સામે ટેરિફમાં સખતાઈની ટ્રમ્પે ચીમકી આપી હતી એટલું જ નહીં ઈરાન પર અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. આઈટી ક્ષેત્ર ના કામકાજ પર એઆઈની અસર જોવા મળવાની વધતી જતી શકયતાએ આઈટી શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું જેને પરિણામે સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસમાં મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ નીચામાં ૮૧૯૩૪.૭૩ અને ઉપરમાં ૮૩૦૭૯.૫૧ વચ્ચે અથડાઈને છેવટે ૮૩૦૦૦ની અંદર ઊતરી ૧૦૬૮.૭૫ના ઘટાડા સાથે ૮૨૨૨૫.૯૨ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૫૩૨૭.૬૦ તથા ઉપરમાં ૨૫૬૪૧.૮૦ થઈ છેવટે ૨૮૮.૩૫ ઘટી ૨૫૪૨૪.૬૫ બંધ રહ્યો હતો. મિડકેપ શેરોમાં ઘટાડો પ્રમાણમાં સીમિત રહ્યો હતો. સેન્સેકસ શેરોમાં ધોવાણને પગલે બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૩.૫૪ લાખ કરોડ ઘટીરૂપિયા ૪૬૫ .૬૪ લાખ કરોડ રહી હતી. માર્કેટ બ્રેડથ પણ નેગેટિવ રહી હતી. ૧૩૪૪ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૨૮૮૯ના  ભાવ ઘટયા હતા અને ૧૫૧ શેરના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. 

અમેરિકાની રિસર્ચ પેઢીએ એઆઈની વ્યાપક ક્ષમતા સામે વ્યકત કરેલી ચિંતાથી આઈટી શેરોમાં ધોવાણ 

અમેરિકાની રિસર્ચ પેઢી સિટ્રીનીએ આઈટી કામકાજમાં એઆઈ વ્યાપક ખલેલ પાડવાની ક્ષમતા ધરાવે છે તે અંગે વ્યકત કરેલી ચિંતા તથા એઆઈને કારણે આઈટી કંપનીઓ ફડચામાં જવાની એક લેખમાં ઉચ્ચારાયેલી ચેતવણીને પરિણામે આઈટી શેરોમાં વ્યાપક ધોવાણ મંગળવારે ચાલુ રહ્યું હતું. નિફટી આઈટી ઈન્ડેકસ ૧૪૯૭ પોઈન્ટ તૂટી ૩૦૦૫૩.૫૦ રહ્યો હતો. ઈન્ડેકસમાંના દરેક શેરો ઘટાડે બંધ રહ્યા હતા. વિપ્રો રૂપિયા ૫.૭૫ ઘટી રૂપિયા ૨૦૦.૧૪, ઈન્ફોસિસ રૂપિયા ૫૨.૦૦ ઘટી રૂપિયા ૧૨૭૫.૫૦, ટીસીએસ રૂપિયા ૧૦૨.૬૦ ઘટી રૂપિયા ૨૫૭૩.૭૦, એચસીએલ ટેક રૂપિયા ૮૭.૦૦ ઘટી રૂપિયા ૧૩૩૯.૨૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૯૫.૫૦ ઘટી રૂપિયા ૧૩૪૫.૪૦ બંધ રહ્યો હતો. 

વેપાર કરારની શરતોનું પાલન નહીં કરનારા દેશો પર વધુ ટેરીફની ટ્રમ્પની ચીમકીાૃથી ટેકસટાઈલ શેરોમાં ગાબડાં

તાજેતરમાં થયેલા વેપાર કરારની શરતોનું પાલન નહીં કરનારા દેશો પર વધુ ટેરિફ ઝિંકવાની ટ્રમ્પે ચીમકી ઉચ્ચારતા ટેકસટાઈલ તથા રેડીંમેડ ગારમેન્ટ ક્ષેત્રના શેરોમાં ગાબડાં પડયા હતા. આદિત્ય બિરલા રૂપિયા ૩૬.૮૦ ઘટી રૂપિયા ૧૨૬૭.૮૦, આલોક ઈન્ડ. ૦.૨૩ ઘટી રૂપિયા ૧૪.૫૫, અરવિંદ રૂપિયા ૧૭.૬૫ ઘટી રૂપિયા ૩૫૭.૫૫, ગોકાક ટેકસટાઈલ રૂપિયા ૦.૦૪ ઘટી રૂપિયા ૭૧.૩૩ બંધ રહ્યા હતા. વર્ધમાન ટેકસટાઈલ રૂપિયા ૩.૫૫ વધી રૂપિયા ૫૩૯.૬૫ જ્યારે સનાતન ટેકસટાઈલ રૂપિયા ૧.૪૦ વધી રૂપિયા ૪૧૩.૨૫ બંધ રહ્યો હતો. 

ટ્રમ્પના ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે  જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં જોવા મળેલો સાવચેતીનો સૂર 

અમેરિકા દ્વારા ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી પરની ડયૂટી ઘટાડી શૂન્ય કરાશે  તેવી વેપાર કરારના મુસદામાં અગાઉ કરાયેલી જાહેરાત બાદ હવે વિશ્વના દરેક  દેશો પર ૧૦ ટકા ડયૂટી લાગુ કરવાની જાહેરાત બાદ દેશના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે, જેને પગલે અમેરિકામાં વેપાર ધરાવતી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કંપનીઓના શેરોમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.ગોલ્ડીઅમ ઈન્ટરનેશનલ રૂપિયા ૬.૩૦ ઘટી રૂપિયા ૩૫૩.૭૫,  સેન્કો ગોલ્ડ રૂપિયા ૬.૭૦ ઘટી રૂપિયા ૩૨૨.૯૫, ભક્તિ જેમ્સ રૂપિયા ૦.૨૫ ઘટી રૂપિયા ૪૦.૪૯ બંધ રહ્યો હતો. કલ્યાણ જ્વેલર રૂપિયા ૪.૭૫ વધી રૂપિયા ૪૦૬.૯૦, ટિટાન કંપની રૂપિયા ૨૧.૮૦ વધી રૂપિયા ૪૨૯૪.૫૦ રહ્યો હતો. 

બજારની વોલેટિલિટી વચ્ચે ફાર્મા શેરોમાં આકર્ષણઃ નેટકો, ઈપ્કા, ઓરોબિન્દો, બાયોકોન ઊંચકાયા

બજારમાં હાલની વોલેટિલિટીની સ્થિતિ વચ્ચે ડિફેન્સિવ ગણાતા ફાર્મા શેરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. એનએસઈ પર નેટકો ફાર્મા રૂપિયા ૫૧.૮૫ વધી રૂપિયા ૯૪૪.૮૫, ઈપ્કા લેબ્સ રૂપિયા ૪૧.૬૦ વધી રૂપિયા ૧૫૧૫.૩૦, ઓરોબિન્દો ફાર્મા રૂપિયા ૧૩.૮૦ વધી રૂપિયા ૧૧૬૪.૪૦, જેબી કેમિકલ્સ રૂપિયા ૨૩.૫૦ વધી રૂપિયા ૨૦૭૦.૪૦, બાયોકોન રૂપિયા ૩.૦૫ વધી રૂપિયા ૩૯૦.૭૫ બંધ રહ્યા હતા. ડો. રેડ્ડીસ લેબ્સ રૂપિયા ૭.૨૦ ઘટી રૂપિયા ૧૩૦૦.૨૦, દિવિસ લેબ્સ રૂપિયા ૩૮ ઘટી રૂપિયા ૬૨૫૫.૫૦ તથા ઝાયડસ લાઈફ રૂપિયા ૪.૧૦ ઘટી રૂપિયા ૯૦૩.૮૫ બંધ રહ્યા હતા. 

બજારનું એકંદર માનસ ખરડાતા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં ઊંચા માૃથાળે ખેલાડીઓ હળવા ાૃથયા

આઈટી શેરો પાછળ બજારનું એકંદર માનસ ખરડાતા રોકાણકારોએ  સાઈકલિકલ એવા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં ઊંચા મથાળે હળવા થયા હતા. ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૧૫૧૧.૯૦, અનંત રાજ રૂપિયા ૩.૭૫ ઘટી રૂપિયા ૫૪૩.૯૦, ફિનિકસ મિલ્સ રૂપિયા ૨૩.૭૦ ઘટી રૂપિયા ૧૬૯૨.૬૦, ડીએલએફ રૂપિયા ૧૪.૬૫ ઘટી રૂપિયા ૬૧૧.૬૫ બંધ રહ્યો હતો. નિફટી રિઅલ્ટી ઈન્ડેકસમાંના દરેક શેરો ઘટાડે બંધ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol...

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be ...

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

2 months ago
ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere…

ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere…

10 months ago
નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

12 months ago
યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News