gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

G METRO NEWS by G METRO NEWS
October 2, 2026
in GUJARAT
0 0
0
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
2
VIEWS
Share on FacebookShare on Twitter

મનુભાઈ સાગઠીયાના ઘર પાસે ગંદકીના મોટા ઉકરડાથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય, નગરપાલિકાની સ્વચ્છતા કામગીરી સામે સવાલો

વલ્લભીપુર, તા. ૨ ઓક્ટોબર

આજે ૨ ઓક્ટોબર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી. સમગ્ર દેશમાં ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને યાદ કરી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વલ્લભીપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈના મોટા મોટા ફોટા પાડી ગૂગલ સહિતના માધ્યમો પર રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના રાજપરા રોડ વિસ્તારમાં મનુભાઈ સાગઠીયાના ઘર પાસે જોવા મળતી ગંદકી સ્વચ્છતાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

રાજપરા રોડ પર છેવાડાના અને પછાત વર્ગના લોકો વસવાટ કરતા વિસ્તારમાં ગંદકીના મોટા ઉકરડા જોવા મળી રહ્યા છે. આ ગંદકીના કારણે આસપાસના રહીશોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

ગાંધીજીની જન્મજયંતી માત્ર ફોટા અપલોડ કરીને ઉજવવાની છે કે જમીન પર ઉતરીને સ્વચ્છતા કરવાની?

બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી. ગાંધીજીએ સ્વચ્છતાને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો સંદેશ સમગ્ર દેશને આપ્યો હતો. ત્યારે વલ્લભીપુર નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી કઈ રીતે કરી રહ્યા છે તે જોવું રહ્યું!

શું સરકારી કર્મચારીઓની જવાબદારી માત્ર સ્વચ્છતા અભિયાનના ફોટા પાડી ગૂગલ પર અપલોડ કરવા પૂરતી જ છે? કે પછી શહેરના દરેક વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને સ્થળ પર જઈને નિહાળવાની પણ જવાબદારી છે?

ગાંધીજીની જન્મજયંતીના દિવસે જો નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓ અને કર્મચારીઓ રાજપરા રોડ જેવા વિસ્તારોમાં જઈને ગંદકીની વાસ્તવિક સ્થિતિ નિહાળે, તો કદાચ સ્વચ્છતા અભિયાનનો સાચો અર્થ સાકાર થઈ શકે.

પાંચ-છ આંકડાનો પગાર અને નાગરિકોની સ્વચ્છતા માટેની જવાબદારી!

સરકારી તિજોરીમાંથી પાંચ-છ આંકડાનો પગાર મેળવતા અધિકારીઓ અને કર્મચારીઓની ફરજ માત્ર કચેરીમાં બેસીને કામગીરીના અહેવાલ તૈયાર કરવાની કે ફોટાઓના આધારે સ્વચ્છતાની ઉજવણી કરવાની નથી. નાગરિકોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી પણ તેમની ફરજનો જ એક ભાગ છે.

જનતાના કરવેરામાંથી મળતા પગાર સામે જનતાને સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા આપવાની જવાબદારીનો હિસાબ પણ થવો જોઈએ.

જો ગાંધીજીની જન્મજયંતી જેવા વિશેષ દિવસે પણ શહેરના છેવાડાના વિસ્તારોમાં ગંદકીના ઉકરડા યથાવત્ રહેતા હોય, તો સ્વચ્છતા અભિયાનના આયોજન અને તેની વાસ્તવિક અમલવારી વચ્ચે કેટલું અંતર છે તે અંગે સવાલો ઊઠવા સ્વાભાવિક છે.

એક તરફ ફોટાઓની ચમક, બીજી તરફ ગંદકીની વાસ્તવિકતા!

એક તરફ સ્વચ્છતા અભિયાનના નામે ફોટા પડાવી ગૂગલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના છેવાડાના વિસ્તારોમાં ગંદકીના ઉકરડા નગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા છતી કરી રહ્યા છે.

શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પડાવવા પૂરતું જ સીમિત રહી ગયું છે? શું છેવાડાના વિસ્તારોમાં વસતા નાગરિકોને સ્વચ્છ વાતાવરણમાં જીવવાનો અધિકાર નથી?

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગંદકીની આ સ્થિતિને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે. જો સમયસર સફાઈ કરવામાં નહીં આવે તો કોઈ મોટી આરોગ્યલક્ષી સમસ્યા સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે?

સામાજિક કાર્યકર મનુભાઈ સાગઠીયાએ નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતાં માંગ કરી છે કે માત્ર સ્વચ્છતા અભિયાનના ફોટા અને પ્રચાર પૂરતા નહીં, પરંતુ જમીન પર પણ સ્વચ્છતાની કામગીરી દેખાવી જોઈએ. ખાસ કરીને છેવાડાના અને પછાત વર્ગના લોકો વસવાટ કરતા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ કરાવી ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે.

નગરપાલિકા તંત્રને સીધા સવાલો!

1. ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાનના ફોટા અપલોડ કરનારા જવાબદાર કર્મચારીઓએ રાજપરા રોડની વાસ્તવિક સ્થિતિ જોઈ છે ખરી?

2. શહેરના છેવાડાના વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય છે કે માત્ર કાગળ પર જ સ્વચ્છતા અભિયાન ચાલે છે?

3. ગંદકીના ઉકરડાઓથી સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે?

4. નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ક્યારે સ્થળ મુલાકાત લઈ સફાઈની કામગીરીની સમીક્ષા કરશે?

હવે સવાલ માત્ર ગંદકીનો નથી, પરંતુ નાગરિકોના આરોગ્ય, સરકારી જવાબદારી અને સ્વચ્છતા અભિયાનની વાસ્તવિક અમલવારીનો છે.

ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતાના ફોટા અપલોડ કરીને ઉજવણી પૂર્ણ થઈ ગઈ હોય તો રાજપરા રોડના રહીશોને પૂછવું રહ્યું કે તેમના વિસ્તારમાં ગંદકીના ઉકરડા જ સ્વચ્છતા અભિયાનની ભેટ છે?

વલ્લભીપુર નગરપાલિકા તંત્ર હવે ફોટાઓની દુનિયામાંથી બહાર આવી જમીન પર ઉતરીને રાજપરા રોડની ગંદકી દૂર કરશે કે પછી સ્થાનિકોએ રોગચાળાના ભય વચ્ચે જ જીવવાનું રહેશે?

હવે જોવાનું એ રહ્યું કે સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે વલ્લભીપુર નગરપાલિકા આ વિસ્તારની ગંદકી દૂર કરવા ક્યારે કામગીરી હાથ ધરે છે.

રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

October 22, 2026
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ
GUJARAT

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

October 22, 2026
મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…
GUJARAT

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

October 22, 2026
Next Post
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who're still ruling ...

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું | Good news fo…

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું | Good news fo…

2 years ago
કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

1 year ago
સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

6 months ago
એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News