gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત્ રાખવા આવેદનપત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

“સનાતન ધર્મની આસ્થામાં હસ્તક્ષેપ અસ્વીકાર્ય” – હેમાંગ રાવલ

 “અદાલત કે પ્રશાસન દ્વારા સદીઓ જૂની પરંપરા પર પ્રતિબંધ હિંદુ સમાજ માટે ચિંતાજનક” – હેમાંગ રાવલ

“સરકારે વિધાનસભામાં નીતિગત નિર્ણય લઈને સનાતન પરંપરાનું રક્ષણ કરવું જરૂરી” – હેમાંગ રાવલ

 “ભૂતકાળમાં પણ  પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્તજનોને માગણીને ધ્યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્યો હતો” – હેમાંગ રાવલ

અંબાજી | તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન (Regd.) દ્વારા આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી, શ્રી અંબાજી માતા મંદિરમાં જુના દાંતા રાજ પરિવારના પરંપરાગત આસો સુદ–૮ ના પૂજા (પલ્લી/કરવઠું) અધિકારને યથાવત્ ચાલુ રાખવાની જોરદાર માંગ કરવામાં આવી હતી.

અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે આક્રમક શબ્દોમાં જણાવ્યું હતું કે, સનાતન હિંદુ ધર્મની આસ્થા અને પરંપરા કોઈ દાનમાં મળેલી નથી, પરંતુ સદીઓના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી ઊભી થયેલી છે. દાંતા રાજ પરિવાર દ્વારા વિક્રમ સંવત ૧૧૩૬થી વર્ષમાં માત્ર એક દિવસ આસો સુદ–૮ ના રોજ કરવામાં આવતી પૂજા પરંપરા પર રોક લગાવવો એ હિંદુ સમાજની ધાર્મિક સ્વતંત્રતા પર સીધો પ્રહાર છે.

હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, આ પૂજા પરંપરા દરમિયાન મંદિર ક્યારેય બંધ રહેતું નથી, સામાન્ય યાત્રિકોના દર્શન રોકાતા નથી અને જાહેર વ્યવસ્થા ભંગ થતી નથી. તેમ છતાં જો આવી શાંતિપૂર્ણ પરંપરાને રોકવામાં આવે છે તો એ સ્પષ્ટ કરે છે કે સનાતન ધર્મની બાબતોમાં પસંદગીયુક્ત રીતે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬ હિંદુ સમાજને પોતાના ધર્મ અને પરંપરા પાલન કરવાનો પૂર્ણ અધિકાર આપે છે. માનનીય સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર વ્યવસ્થા કે આરોગ્યને હાનિ ન પહોંચાડતી ધાર્મિક પરંપરાઓમાં રાજ્ય કે ન્યાયપ્રણાલીએ હસ્તક્ષેપ કરવો નહીં. દાંતા રાજ પરિવારની આસો સુદ–૮ ની પૂજા પરંપરા ‘Essential Religious Practice’ તરીકે માન્ય થવા યોગ્ય છે.

પ્રેસ નોટમાં હેમાંગ રાવલે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, અગાઉ નામદાર જીલ્લા અદાલતે આ પૂજા અધિકાર યથાવત્ રાખ્યો હોવા છતાં, હાલ હાઈકોર્ટ દ્વારા લાગેલ રોક સમગ્ર સનાતન હિંદુ સમાજમાં રોષ અને ચિંતા ઉભી કરી રહી છે. હિંદુ સમાજ સહનશીલ છે, પરંતુ પોતાની આસ્થાના મુદ્દે મૌન નથી રહેતો.

હેમાંગ રાવલે સ્પષ્ટ કર્યું હતું કે, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આવનારી ગુજરાત રાજ્ય વિધાનસભામાં આ મુદ્દે નીતિગત અને સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરે છે, જેથી ભવિષ્યમાં સનાતન હિંદુ ધર્મની પરંપરા, આસ્થા અને અનિવાર્ય ધાર્મિક પ્રથાઓમાં કોઈપણ ન્યાયિક કે પ્રશાસનિક વ્યવસ્થાનો દુરુપયોગ ન થાય.

ભૂતકાળમાં પણ  પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્તજનોને માગણીને ધ્યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્યો હતો. જો સનાતન ધર્મની પરંપરાઓનું રક્ષણ નહીં થાય તો હિંદુ સમાજ સંગઠિત થઈ લોકશાહી અને બંધારણની મર્યાદામાં રહી પોતાની આસ્થાના રક્ષણ માટે અવાજ ઉઠાવશે અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આ લડતમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.

હેમાંગ રાવલ
પ્રમુખ
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે | Scor…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે | Scor…

May 16, 2026
પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…
GUJARAT

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…

May 16, 2026
અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: ‘ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી …
GUJARAT

અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: ‘ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી …

May 16, 2026
Next Post
વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se…

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se...

બોરસદના ફતેપુર વિસ્તારમાંથી જુગાર રમતા 11 ઝડપાયા | 11 arrested for gambling in Fatehpur area of ​​Bo…

બોરસદના ફતેપુર વિસ્તારમાંથી જુગાર રમતા 11 ઝડપાયા | 11 arrested for gambling in Fatehpur area of ​​Bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

34 વર્ષની નોકરી દરમિયાન 57 વખત બદલી, દેશભરમાં જાણીતા IAS અધિકારીની આજે નિવૃત્તિ | Who is ashok khemk…

34 વર્ષની નોકરી દરમિયાન 57 વખત બદલી, દેશભરમાં જાણીતા IAS અધિકારીની આજે નિવૃત્તિ | Who is ashok khemk…

1 year ago
પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

4 months ago
ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના

ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના

11 months ago
‘આપણે દલિત-મુસ્લિમ-બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા ને OBC આપણને છોડીને જતા રહ્યા’ CWCની બેઠકમાં બોલ્યા …

‘આપણે દલિત-મુસ્લિમ-બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા ને OBC આપણને છોડીને જતા રહ્યા’ CWCની બેઠકમાં બોલ્યા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News