gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાવ ગામના અરજદારે જ શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાડયાનો ઘટસ્ફોટ | the applicant from Ambav village h…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અંબાવ ગામના અરજદારે જ શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાડયાનો ઘટસ્ફોટ | the applicant from Ambav village h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભ્રષ્ટાચારની રજૂઆત બાદ શખ્સને સળગાવવાના પ્રયાસમાં નવો વળાંક

– ઘટનાના સીસીટીવી ફૂટેજ, હાજર લોકોના નિવેદનો લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી 

આણંદ : આંકલાવ તાલુકાના અંબાવ ગામના શખ્સને જીવતો સળગાવી દેવાના પ્રયાસના બનાવમાં ફરિયાદી દ્વારા જાતે જ સળગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ઘટના વખતે હાજર કેટલાક લોકોના નિવેદોનો પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ ફુલસિંહ પઢિયારે અંબાવ ખાતે પોતાના શરીર ઉપર કોઈ જ્વલન પદાર્થ છાંટીને જાતે દીવાસળી ચાંપી આગ લગાડતા શરીરને દાઝી ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બનાવ વખતે ત્યાં હાજર ભરતભાઈના પુત્ર કેવલ ભરતભાઈ પઢીયાર તેમને બચાવવા જતા તે પણ દાઝી ગયા હતા. બંનેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. ઇજાગ્રસ્ત ભરતભાઈ પઢિયારે ફરિયાદ નોંધાવી હતી કે, પોતે અંબાવ ગામના સરપંચ દ્વારા થતા ભ્રષ્ટાચાર અંગે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હોવાથી મનદુઃખ રાખી અંબાવ ગામના સરપંચ કોકીલાબેન પઢીયાર તેમના પતિ દિનેશભાઈ પઢિયાર, પુત્ર પોપટભાઈ પઢીયાર સહિતના પાંચ લોકોએ મારામારી કરી અને પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે આંકલાવ પોલીસ મથકમાં રવિવારે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરતભાઈ પઢીયાર દ્વારા પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી જાતે જ સળગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. સાથે સાથે ઘટના વખતે હાજર કેટલાક લોકોના નિવેદોનો પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે અને પુરાવાઓની ચકાસણી કરતા ભરતભાઈએ જાતે સળગવા પ્રયત્ન કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

ફરિયાદી જાતે જ પેટ્રોલ છાંટીને આવે છે અને દિવાસળી ચાંપતો વીડિયો નજરે પડે છે : તપાસ અધિકારી 

આંકલાવ પોલીસ મથકના પી.આઈ પી.જે. બાટવા સમગ્ર બનાવની તપાસ કરી રહ્યાં છે અને તેઓના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા વિડિયો ફૂટેજ અને ઘટના સમયે હાજર કેટલાક સ્થાનિકોના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં ભરતભાઈ પઢીયાર પેટ્રોલ છાંટીને આવે છે અને જાતે જ પોતાના શરીરે દિવાસળી ચાપતો વીડિયોમાં નજરે પડે છે. હાલ તે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
Next Post
સેવાલીયામાં રૂ. 18 કરોડના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road…

સેવાલીયામાં રૂ. 18 કરોડના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road...

વીજળીના થાંભલા સાથે અથડાવાથી ગંભીર ઈજાગ્રસ્ત બાઈકચાલકનું મોત | Biker dies after being seriously inju…

વીજળીના થાંભલા સાથે અથડાવાથી ગંભીર ઈજાગ્રસ્ત બાઈકચાલકનું મોત | Biker dies after being seriously inju...

ચિખોદરાના વેપારી સાથે 4.15 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી : ઝિમ્બાબ્વેના પિતા-પુત્રએ ચૂનો ચોપડયો | I…

ચિખોદરાના વેપારી સાથે 4.15 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી : ઝિમ્બાબ્વેના પિતા-પુત્રએ ચૂનો ચોપડયો | I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

4 months ago
VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

4 months ago
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

7 months ago
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News