
– અદાણી જૂથની સામેના ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા
– આક્ષેપો બાદ સુપ્રીમના તપાસના આદેશ અને રાજકીય પક્ષોની બૂમરાણના પગલે અદાણી જૂથનું મૂલ્ય ટોચ પરથી ૧૦૦ અબજ ડોલર કરતાં પણ વધારે ધોવાયું હતું
– અજબનો યોગાનુયોગ: અનેકના શટર પાડી દેનાર હિન્ડનબર્ગનું શટર અદાણી સામેની તપાસ પછી પડી ગયું
મુંબઈ : અમેરિકાના શોર્ટસેલર હિન્ડનબર્ગે ગૌતમ અદાણીની આગેવાનીના અદાણી જૂથની સામે શેરોમાં ગેરરીતિ કરવાના અને શેલ કંપનીઓ રચીને લિસ્ટેડ કંપનીમાં નાણા ટ્રાન્સફર કરવાના આક્ષેપો કર્યા હતા તેને સેબીએ ફગાવી દીધા છે. સેબીએ બે જુદાં-જુદા આદેશમાં જણાવ્યું હતું કે તલસ્પર્શી તપાસના અંતે ઇનસાઇડર ટ્રેડિંગ, શેરોમાં ગેરરીતિ અને પબ્લિક શેરહોલ્ડિંગના ધારાધોરણોના ભંગના આરોપો પાયાવિહોણા હોવાનું જણાયું છે. તેથીે અદાણી જૂથ કસૂરવાર ઠરતું નથી અને તેને કોઈ દંડ કરવાની પણ જરૂર નથી.










