
– અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનો દાવો
– કચ્છના ખાવડામાં 30 હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરતો રીન્યુએબલ એનર્જી પાર્ક બનશે : 6 કરોડ ઘરોમાં વીજળી આપશે
– ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી અને પોર્ટ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તૈયારી
ધનબાદ : ભારતમાં અદાણી જૂથ આગામી છ વર્ષમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે, એમ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. તેમાનું મોટાપાયા પરનું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી અને માઇનિંગ સેક્ટરમાં કરવામાં આવશે. આ જંગી રોકાણ છે અને અમે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે આ રોકાણ કરવાના છીએ.










