gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અબજોપતિ પાર્ટી ભાજપ ફૂટી કોડી પણ આપતી નથી, કોંગ્રેસને ‘કડકાઈ’ | Billionaire party BJP doesn’t even g…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
અબજોપતિ પાર્ટી ભાજપ ફૂટી કોડી પણ આપતી નથી, કોંગ્રેસને ‘કડકાઈ’ | Billionaire party BJP doesn’t even g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોટાભાગનાં ઉમેદવારો પદરના ખર્ચે ચૂંટણી લડે છે : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફંડ આપતી ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારો માટે તિજોરી ખૂલતી નથી

રાજકોટ, : દેશની સૌથી ધનવાન પાર્ટી ભાજપ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતા તેનાં ઉમેદવારોને ફૂટી કોડી પણ આપતી નથી. એટલું જ નહીં ઉમેદવારોને ઝંડી, બેનર, ખેસ પણ વેંચાતા લેવા પડે છે. 

એક અનુમાન મુજબ ભાજપ પાસે હાલમાં 7,000 કરોડથી વધુ રકમનું બેંક બેલેન્સ છે. જો સંપતિ અને બેંક બેલેન્સની વાત કરીએ તો આ આંકડો 10,000 કરોડને પણ વટી જાય તેમ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપ પોતાની પાસે આટલું જંગી બેંક બેલેન્સ હોવા છતાં તેને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતા ઉમેદવારો પાછળ ખર્ચ કરતી નથી. 

કહે છે કે પાર્ટી લોકસભા અને વિધાનસભાનાં ઉમેદવારોને નિશ્ચિત ચૂંટણી ફંડ આપે છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે પાર્ટીની ‘થેલી’ ખૂલતી નથી. પરિણામે ઉમેદવારોએ પોતાનાં ખર્ચે જ ચૂંટણી લડવી પડે છે. જો કે મોટાભાગનાં ઉમેદવારો માટે આ ખર્ચો એક ઈન્વેસ્ટમેન્ટ જેવો હોય છે, જે તેમને અનેકગણા વળતર સ્વરૂપે પરત મળે છે એટલે ઉમેદવારોને હોંશે-હોંશે પોતાના ખર્ચે જ ચૂંટણી લડવામાં છોછ હોતો નથી.

હવે વાત કોંગ્રેસની કરીએ તો તેની પાસે પણ ઓછું બેંક બેલેન્સ નથી. પાર્ટી પાસે હાલ રૂ. 850 કરોડથી વધુ રકમનું બેલેન્સ હોવાનું મનાય છે. જો કે, તેનાં અમુક ખાતા પણ ઈન્કમટેક્સ અને બીજી એજન્સીઓએ  ફ્રિઝ કરી કરી નાખ્યા છે, પરિણામે પાછલી કેટલીક ચૂંટણીમાં  પાર્ટી ફંડની તીવ્ર અછત ‘અનુભવી’ રહી છે. ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કોંગ્રેસ સત્તાથી વંચિત છે. આ સ્થિતિમાં પાર્ટી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતાં ઉમેદવારોને તેનો ખર્ચો આપે તેવી શક્યતાનો છેદ ઉડી જાય છે. 

ભાજપની પેનલમાં નબળાનો ખર્ચ સધ્ધર ઉમેદવારો પર

ભાજપે જો કે એવી વ્યવસ્થા જરૂર કરી છે કે, પેનલમાં જે કોઈ ઉમેદવાર આર્થિક રીતે સંપન્ન હોય તે બાકીનાં આર્થિક રીતે નબળા ઉમેદવારોનો ખર્ચ ભોગવે. દરેક પેનલમાં એક કે બે ઉમેદવારો (નવા ચહેરા) આર્થિક રીતે નબળા જરૂર હોય છે. પાર્ટીનાં કરોડપતિ-લખપતિ ઉમેદવારો તેનો ખર્ચ ભોગવે છે, જેને કારણે આવા ઉમેદવારો ખર્ચો ભોગવનાર ઉમેદવારોનાં ઉપકારતળે 5 વર્ષ  દબાયેલા પણ રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ચલાલા પાસે સ્કૂલ બસ બેકાબૂ બની રોડ નીચે સરકી, 10 વિદ્યાર્થી ઘાયલ | School bus skids off road near Ch…

ચલાલા પાસે સ્કૂલ બસ બેકાબૂ બની રોડ નીચે સરકી, 10 વિદ્યાર્થી ઘાયલ | School bus skids off road near Ch...

અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed o…

અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed o...

એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી | A erä pwe esap föri business ren an ti…

એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી | A erä pwe esap föri business ren an ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

7 months ago
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્…

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્…

3 months ago
નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

5 months ago
આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News