gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં સ્પા અને બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે. ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ધમધમતા સ્પા સેન્ટર પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે સ્પાના મુખ્ય માલિક, મેનેજર સહિત ગ્રાહકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી પાડી રેડ

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓઢવ એસ.પી. રિંગ રોડ પર આવેલા જાહન્વી આર્કેડના બીજા માળે, દુકાન નંબર 109માં ‘ધી બ્લીસ થાઈ સ્પા’ના નામે બહારથી મહિલાઓ લાવીને દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને તેને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈને શારીરિક સંબંધ માટે યુવતીની માંગણી કરી સોદો નક્કી થતાં જ બહાર વોચમાં ઉભેલી પોલીસ ટીમને સિગ્નલ આપ્યું હતું. ઈશારો મળતાં જ પોલીસે સ્પા સેન્ટરમાં ત્રાટકીને ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો: ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી

માલિક અને મેનેજર સહિત 3 રંગેહાથ ઝડપાયા

પોલીસે દરોડો પાડીને સ્પાના કાઉન્ટર પરથી મેનેજર અભિષેક રાઠોડ અને સોફા પર બેઠેલા મુખ્ય માલિક આફરોઝ ઉર્ફે સેજુ સાહીદખાન પઠાણ (ઉં.વ. 23, રહે. વસ્ત્રાલ, મૂળ મધ્ય પ્રદેશ) તથા તેના મિત્ર ક્રિષ્ણાને રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય માલિક આફરોઝ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને માસિક 20 હજાર રૂપિયાના પગારે નોકરી પર રાખતો હતો અને તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો.

6 રૂમોની તપાસમાં ત્રિપુરા અને મહારાષ્ટ્રની યુવતીઓ મળી આવી

મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પાના કુલ 6 રૂમોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન રૂમ નંબર 4માંથી પોલીસનો ડમી ગ્રાહક અને તેની સાથે મોકલેલી ત્રિપુરાની એક યુવતી મળી આવી હતી. જ્યારે રૂમ નંબર 3માંથી અન્ય એક ગ્રાહક મોહમ્મદ મુનીર શેખ અને મહારાષ્ટ્રની એક મહિલા થેરાપિસ્ટ ઝડપાયા હતા. રૂમ નંબર 1માંથી ત્રિપુરાની અન્ય ત્રણ યુવતીઓ મળી આવી હતી, જેમને અહીં મસાજ અને દેહવ્યાપારના કામ માટે રાખવામાં આવી હતી.

પોલીસે સ્પામાંથી મળેલા રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ ઈમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં ઓઢવ પોલીસે તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…

'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa...

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

હવે આશ્રમમાંથી કરશે 'રાજકારણ', પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra...

રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi ma…

રૂપિયાને મજબૂત કરવા RBI 'મોંઘવારીના ઝેરનો ઘૂંટડો' પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદીનું મૌન : વિપક્ષોની સંસદમાં અકળામણ

મોદીનું મૌન : વિપક્ષોની સંસદમાં અકળામણ

1 year ago
કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

10 months ago
બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

9 months ago
મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News