gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના કઠવાડામાં નવા બનેલા ઓડિટોરિયમનું 24 કલાકનું ભાડું રૂ.90 હજારથી 1.05 લાખ! | kathwada audito…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના કઠવાડામાં નવા બનેલા ઓડિટોરિયમનું 24 કલાકનું ભાડું રૂ.90 હજારથી 1.05 લાખ! | kathwada audito…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kathwada Auditorium : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નવા ભળેલા કઠવાડા વિસ્તારમાં રૂ. 39.70 કરોડના ખર્ચે બનેલા અદ્યતન ઓડિટોરિયમ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોને પોતાના સામાજિક પ્રસંગો માટે સારી સુવિધાની આશા હતી. પરંતુ લોકોની આ આશા પર પાણી ફેરવી દેતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઓડિટોરિયમ, બેન્કવેટ હોલ અને મલ્ટિપર્પઝ હોલના તોતિંગ ભાડા નક્કી કર્યા છે. ત્રણ શિફ્ટમાં ઓડિટોરિયમનું એક દિવસનું કુલ ભાડુ રૂ.90 હજારથી 1.05 લાખ સુધી પહોંચે છે! જયારે બેન્કવેટ કે મલ્ટિપર્પઝ હોલનું એક દિવસનું બે શિફ્ટનું ભાડું રૂ.45 હજાર જેટલું થવા જાય છે.

અમદાવાદ મ્યુનિ.ની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં કઠવાડા વિસ્તારમાં નવા બનેલા ઓડિટોરિયમ બિલ્ડિંગના ભાડા નક્કી કરવામાં આવ્યા હતા. આમ તો આ સુવિધા પ્રજાના પૈસે જ બની છે, માટે તેના ભાડા વાજબી હશે, તેવી આશા લોકોને હતી. પરંતુ તેનાથી વિપરિત મ્યુનિ.એ કમર્શિયલ એકમોને ટક્કર આપે તેવા તોતિંગ ભાડા નિયત કર્યા છે. સૌપ્રથમ ઓડિટોરિયમની વાત કરીએ સોમથી શુક્રવાર દરમિયાન સવાર, બપોર અને સાંજ એમ ત્રણ શિફ્ટમાં અનુક્રમે રૂ.25, 30 અને 35 હજાર ભાડુ નિયત કરાયું છે! જ્યારે શનિ-રવિવારની રજાના દિવસમાં આ ભાડુ રૂ.30, 35 અને 40 હજાર નક્કી કરાયું છે. એટલે કે 24 કલાક માટે ઓડિટોરિયમનું ભાડુ રૂ.90 હજારથી 1.05 લાખ સુધી થવા જાય છે. 

આવી રીતે જ બેન્કવેટ કે મલ્ટિપર્પઝ હોલ માટે પ્રથમ અને બીજી એટલે કે સવાર અને સાંજની શિફ્ટ માટે અનુક્રમે રૂ.20 અને 25 હજાર ભાડુ નિયત કરાયું છે. મ્યુનિ. દ્વારા નક્કી કરાયેલા આ ભાડા સામાન્ય માણસોને કોઈ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી આટલી મોટી રકમમાં તો ખાનગી એકમોમાં પણ સુવિધાઓ ભાડા પર મળી જતી હોય છે. ત્યારે જનરલ બોર્ડમાં ભાડાના આ દરમાં ઘટાડો કરવામાં આવે તેવી લાગણી નિકોલ અને કઠવાડા વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા વ્યક્ત કરાઈ છે.

માત્ર 110 ફોરવ્હીલર અને 56 ટુ વ્હીલરનું જ પાર્કિંગ

સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આટલી મોટી તોતિંગ રકમનું ભાડુ ચૂકવ્યા બાદ પણ લોકોએ પાર્કિંગ માટે ફાંફા મારવા પડે તેવી શક્યતાઓ છે. કારણ કે મ્યુનિ.એ જ જાહેર કરેલી વિગતો અનુસાર આ સંકુલમાં 110 ફોર વ્હીલર અને 5દ ટુવ્હીલરની પાર્કિંગ ક્ષમતા છે. ત્રણેય જગ્યાએ અલગ-અલગ પ્રસંગો હોય તો ત્યાં આવનાર મુલાકાતીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે માત્ર આટલી જ જગ્યા મળશે.

ઓડિટોરિયમનો સફાઈ-વહીવટ ચાર્જ રૂ. 22,500

ઓડિટોરિયમ ભાડે રાખનારે તોતિંગ રકમનું ભાડું ચૂકવ્યા બાદ પણ સફાઈ અને વહીવટ ચાર્જના નામે પણ મોટી રકમ મ્યુનિ.ને આપવી પડશે. એક શિફ્ટનો સફાઈ વહીવટી ચાર્જ રૂ.7500 નક્કી કરાયો છે. ત્રણ શિફ્ટની કુલ રકમ રૂ.22,500 થાય છે. મ્યુનિ. તંત્ર આટલી રકમમાં તો અન્ય કેટલાક વિસ્તારમાં આખા કમ્યુનિટી હોલ ભાડે આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme…

ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું | Gujarat Governme...

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver …

સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ | /gold silver ...

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓ…

ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓ…

6 months ago
અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

6 months ago
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

1 month ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News