![]()
Ahmedabad Accident : અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદના શીલજ સર્કલ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય તનય પટેલ આજે સવારે પોતાના એક્ટિવા પર ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન શીલજ સર્કલ નજીક એક ટ્રકે તેના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તનયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ અમિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 23 જુલાઈએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું છે કે, ‘જાન્યુઆરી-2025થી જૂન-2025 સુધીમાં નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતોમાં કુલ 26,770 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વર્ષ 2024માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 52609 જીવલેણ અકસ્માતો થયા છે. 2023માં આ આંકડો 53,372 હતો.










