gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં એકતરફી પ્રેમના મામલે ફરી એક ગંભીર ઘટના સામે આવી છે. એક વર્ષથી હેરાન કરતો દિયર ફરીથી ભાભીની છેડતી કરતો ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ સ્વબચાવમાં દાવો કર્યો હતો કે, ‘અલ્લાહે કહ્યું એટલે મે તેનો હાથ ખેંચ્યો હતો.’

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 46 વર્ષીય મહિલા ઘરકામ કરીને જીવન નિર્વાહ કરે છે. મહિલાના સાસુના ભાઈનો દીકરો અહેરાજ હુસેન ઉત્તરપ્રદેશથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદ આવ્યો હતો. સગાસંબંધનો લાભ લઈ અહેરાજ વારંવાર મહિલાના ઘરે આવતો હતો. ધીમે-ધીમે આરોપી મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું અને એકતરફી પ્રેમનો દાવો કરીને હેરાન કરવા લાગ્યો હતો.

અગાઉ પણ છેડતીની ફરિયાદ નોંધાયેલી

વર્ષ 2024માં આરોપીએ મહિલાનો પીછો કરતાં પતિએ વિરોધ કર્યો ત્યારે તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, ‘હું તારી પત્નીને પ્રેમ કરું છું, તેનો પીછો કરતો રહીશ અને વચ્ચે આવ્યો તો તને પતાવી દઈશ.’ આ ધમકી બાદ મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી જામીન પર બહાર આવ્યો હોવા છતાં તેણે મહિલાનો પીછો ચાલુ રાખ્યો હતો.

23 ડિસેમ્બરના રોજ મહિલા અને તેના સાસુ ઘરે હતા, ત્યારે આરોપી અહેરાજ ત્યાં પહોંચ્યો હતો. સાસુએ તેને જતા રહેવાનું કહેતા, આરોપીએ બુમાબુમ કરીને મહિલાનો હાથ પકડીને ‘તું મારી સાથે ચાલ, તું મારી સામે ખોટી ફરિયાદ કરી છે, હું તને પ્રેમ કરું છું અને તને રાખીશ’ તેમ કહીને જબરદસ્તી હાથ ખેંચવા લાગ્યો હતો. આ દરમિયાન સાસુ-સસરાએ વચ્ચે પડીને મહિલાનો હાથ છોડાવ્યો હતો. જતાં-જતાં આરોપીએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાને લઈને મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી અહેરાજ હુસેનની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેને અલ્લાહનો અવાજ સંભળાય છે અને અલ્લાહે જ તેને મહિલાનો હાથ ખેંચવાનું કહ્યું હતું. અગાઉ પણ આવો જ દાવો કરીને તેણે પોતાની હરકતને ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર

આ મામલે ACPએ જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ પણ છેડતીનો કેસ ચાલી રહ્યો છે અને હાલ તે કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. આરોપી મહિલાને પોતાની તરફેણમાં નિવેદન આપવા દબાણ કરી રહ્યો હતો, જેથી કેસનો નિકાલ થઈ જાય. આ દબાણ માટે જ તેણે ફરીથી મહિલાનો હાથ ખેંચીને છેડતી કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP...

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો...

૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

1 year ago
નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

3 months ago
છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…

છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…

8 months ago
ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News