gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Big Relief: ગુજરાત સરકારે અમદાવાદ મહા નગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અમદાવાદના આશરે 1,100 માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક મળશે.

આ નિર્ણય સંદર્ભે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહા નગરપાલિકાને સુપરત કરી હતી.’ 

આશરે કુલ 1,099 પ્લોટની ફાળવણી

આ જમીન પર અમદાવાદ મહા નગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212 પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ 1,099 પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજિત કુલ ક્ષેત્રફળ 6,57,363 ચો.મીટર થાય છે. 

હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે આજે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો નિર્ણય કર્યો છે.

રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય

આ તમામ વસાહતોનાં જૂના ભાડૂઆતો અથવા હાલનાં કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક્ક મળે તે આશયથી અમદાવાદ મહા નગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજારભાવને બદલે રાહતભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો 6 મહિનામાં પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ ભરીને જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે.

કેટલી ભરવી પડશે ટ્રાન્સફર ફી?

જમીનનો માલિકી હક્ક મેળવવા માટે મૂળ ફાળવણીદારનાં વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રૂ. 1,000ની રકમ AMCને ભરવાની રહેશે. જ્યારે, મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર એટલે કે, વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પૂરાવા આપી રૂ. 20,000 ટ્રાન્સફર ફીની રકમ AMCને ભરવાની રહેશે. જમીન એકથી વધુ વાર તબદીલ થઇ હોય, તેવા કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહી. 

આ ઉપરાંત હાલનાં પ્લોટ પર કાયમી માલિકી હક્ક મેળવવા માટે તેમણે અમદાવાદ મહા નગરપાલિકાની બાકી ભાડાની, બાકી લેણાંની અને સરકારી અથવા સ્થાનિક વેરાની બાકી રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ તમામ નાણાં ભર્યેથી જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી તથા તેના આનુષાંગિક ખર્ચ વગેરે ભરી નિયત સમયમાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે. 

જમીન વેચાણ કે તબદીલ કરી શકાશે નહી

કબજેદારો ફાળવવામાં આવેલી જમીન પર મંજૂરી સિવાયનું વધારાનું બાંધકામ ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) અંતર્ગત જરૂરી પૂરાવા સાથે અરજી કરી નિયત નાણાં ભરી નિયમિત કરી શકશે. પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી દસ વર્ષ સુધી આ જમીનનો રહેણાંક સિવાય અન્ય કોઈપણ ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્યને કોઈપણ રીતે વેચાણ કે તબદીલ કરી શકાશે નહી. 

દસ વર્ષની મુદ્દત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રીનાં પૂરે-પૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલ નાણાં મજરે મળી શકશે. જમીનનો માલિકી હક્ક મેળવવા માટે હાલનાં કબજેદારોએ મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજીયાતપણે ખુલ્લી કરવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour...

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple…

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple...

અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o…

અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

6 months ago
ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગાના દોર જેવી સ્થિતિ

4 months ago
ભાવનગરથી સુરત રૂ.5 કરોડથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ઝડપાયો | Surat SOG arrests man …

ભાવનગરથી સુરત રૂ.5 કરોડથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ઝડપાયો | Surat SOG arrests man …

6 months ago
રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News