![]()
Ahmedabad Drink and Drive Case: અમદાવાદમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહન ચાલકોને કારણે અકસ્માતોની વણઝાર વધી છે. દિવસેને દિવસે ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ અને ‘હિટ એન્ડ રન’ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નશામાં ધૂત કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા.
વેગનઆર ચાલકે ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી
પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં એક વેગનઆર કારના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી રસ્તા પર જઈ રહેલા એક દ્વિ-ચક્રીય વાહનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટુ-વ્હીલર પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
એક વ્યક્તિની હાલત ગંભીર, સિવિલમાં ખસેડાયા
અકસ્માતમાં ઘવાયેલા બંને વાહન ચાલકોને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા બે વ્યક્તિઓમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.










