gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
હું કારના ટાયરમાં ફસાયો ન હોત તો વધુ લોકો કચડાયા હોત..’ તથ્યકાંડમાં સાક્ષીની ચોંકાવનારી જુબાની | tat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iskon Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવા ચકચારભર્યા કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે વધુ એક સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ ફીટ જુબાની આપી હતી. સાક્ષીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી બધી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃતદેહના ખડકલા થઇ હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઇ ગયા હોત એવો ચોંકાવનારો ઘટસ્ફોટ આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર સાક્ષી મિઝાન ભાડભૂજાએ કર્યો હતો. આ મામલે આગામી દિવસોમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલએ સર્જેલા અકસ્માતમાં ઇજા પામનાર સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા, ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર બેફામ અને પૂરપાટ ઝડપે આવી હતી. બેકાબૂ અને જબરદસ્ત ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ પળવારમાં લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફ્‌સાઇ ગયો હતો. 

ત્યારે મેં બચવા માટે બૂમાબૂમ કરતા મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માત સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા મેં જોયા હતા. ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઇ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો નીચે આમ તેમ મૃત હાલતમાં પડેલા હતા.

પછી મને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં મારા પરિવારના સભ્યો આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મને ડાબા પગમાં ત્રણ સર્જરી અને જમણા પગમાં એક સર્જરી કરવામાં આવી હતી. હજુ એક સર્જરી કરવી પડે તેમ છે. ઇજાગ્રસ્ત થયા બાદ હજુ પણ બેસવા ઉઠવામાં તકલીફ પડી રહી હોવાનો ખુલાસો મિઝાને કર્યો હતો. 

સાક્ષીની જુબાની દરમ્યાન કેટલાક મહત્ત્વના સવાલો ચર્ચાનો વિષય બન્યા

તથ્ય પટેલના કેસમાં આજે ત્રીજા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમાં સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ જુબાની દરમ્યાન કહ્યું હતું કે ઘટના સમયે તથ્ય પટેલ હાજર હતો અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે તથ્યને ઝડપી લીધો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઘટનાના દિવસે રાત્રે પોલીસે તથ્ય પટેલને પકડી લીધો હતો તો પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્ય પટેલને લઇ હોસ્પિટલ પહોંચી ગયો. પોલીસે જ તથ્ય પટેલને કેમ જવા દીધો તેવા ઘણા મુદ્દા જુબાની દરમ્યાન ચર્ચાનો વિષય બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, 108 પણ ગણતરીની મિનિટોમાં આવતી હોય છે ત્યારે તે દિવસે 108 પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જુબાનીમાં જણાવ્યુ હતુ.

સાક્ષીએ ભરચક કોર્ટમાં તથ્યને ઓળખી બતાવ્યો

મહત્ત્વના સાક્ષી મિઝાન ભાડભૂજાની જુબાની ચાલતી હતી તે વખતે ફરિયાદ પક્ષે તથ્ય પટેલને ઓળખો છો તેવો સવાલ સાક્ષીને કર્યો હતો. ત્યારે તેણે હા પાડી હતી. પછી કોર્ટે પૃચ્છા કરી હતી કે, આ કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે. ત્યારે સાક્ષીએ આમ તેમ જોયું હતુ અને ત્યારબાદ જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી હાજર રહેલ તથ્ય પટેલને સાક્ષીએ ઓળખી બતાવી જણાવ્યું હતું કે, માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc…

સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc...

વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો ‘નકલી’, ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત | gu…

વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો 'નકલી', ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત | gu...

‘પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..’ અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |…

'પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..' અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

2 months ago
રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી | Ra…

રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી | Ra…

1 year ago
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

4 days ago
તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News