gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

અમદાવાદ સિંધુ ભવન સ્થિત Urbane Bistro ખાતે 23 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાથી ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર તથા ગીત લોન્ચ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. Velvet Sky Films દ્વારા નિર્મિત આ ફિલ્મના ટીઝર અને ગીતે ઉપસ્થિત મહેમાનોમાં વિશેષ ઉત્સાહ અને ચર્ચાનો માહોલ સર્જ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને ટેક્નિકલ ટીમ ઉપસ્થિત રહ્યા હતા. મિર હનીફ, વૈશાખી શાહ, પરમેશ્વર સિરિસ્કર, ગ્રેન્સી કનેરિયા અને ‘ખોટો સિક્કો’ સહિતના કલાકારોએ શૂટિંગ દરમિયાનના અનુભવો અને ફિલ્મની વિશેષતાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. નિર્માતા મનિશ એ. શાહ, સુજલ એમ. શાહ અને શૈલેષ આર. ડોડિયાએ ફિલ્મની રચનાત્મક પ્રક્રિયા અને વિષયવસ્તુ અંગે માહિતી આપી.

કાર્યક્રમમાં ફિલ્મનું ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનો તરફથી ખૂબ જ સરાહના મળી. ગીતની ભાવનાત્મક રજૂઆત અને સંગીતની અસરકારક રચનાએ ફિલ્મના વિષયને વધુ ઊંડાણ આપ્યું. ગીતે ફિલ્મના મૂળ ભાવ — “મર્મ” — ને વધુ પ્રબળ રીતે રજૂ કર્યું.

“મર્મ” માત્ર શબ્દ નથી, એક લાગણી છે

ફિલ્મ “Marm – Ek Bhed” માત્ર એક કથા નથી, પરંતુ માનવીના અંદરના સંઘર્ષની સફર છે. “મર્મ” માત્ર શબ્દ નથી — એ એક એવી લાગણી છે, જે ઘણી વખત કહી શકાતી નથી હોતી અને દિલમાં જ દબાઈ રહે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ મર્મ છુપાયેલો હોય છે, એ આંતરિક લડાઈ, જેને દુનિયા સંપૂર્ણ રીતે સમજી શકતી નથી.

ફિલ્મ એ પ્રશ્ન ઉઠાવે છે કે જે દેખાય છે તે હંમેશા સત્ય જ હોય એવું જરૂરી નથી. સાચું સત્ય તો માણસના મર્મમાં છુપાયેલું હોય છે તેની પીડામાં, અધૂરી લાગણીઓમાં અને પોતાના સ્વાર્થ માટે લેવાયેલા નિર્ણયો પાછળના સંઘર્ષમાં.

લાગણીઓ તૂટે ત્યારે તેનું શું મર્મ? દિલ દુભાય ત્યારે તેની અંદરની ચીસ શું કહે છે? લાગણીઓના વહેણમાં વહાઈને લેવામાં આવેલા નિર્ણય પાછળનું સત્ય શું હોય છે? “મર્મ” એ દુઃખ છે, પ્રેમ છે, અફસોસ છે, એ માણસના દિલમાં છુપાયેલું એક રહસ્ય છે. મર્મ એટલે માણસના દિલની લડાઈ.

કાર્યક્રમ ટાફ ગ્રુપના વિશેષ સહયોગથી થયો હતો. મોટી સંખ્યામાં મિડીયા પ્રતિનિધિઓ, મહેમાનો, ટાફ ગ્રુપના સભ્યો અને અન્ય કલાકારો હાજર રહ્યા હતાં. વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણી અને દિગ્ગજ કલાકાર ફિરોજ ઈરાની અને હિતેન કુમાર હાજર રહ્યા હતા. એ સિવાય પણ જાણીતાં ગાયક કલાકાર રાકેશ બારોટ, અભિનેત્રી જીલ જોશી, છાયા ઠાકોર, લોકપ્રિય ગાયક કલાકાર અરવિંદ વેગડા સહિતના કલાકારોની વિશેષ ઉપસ્થિત રહી હતી. તેમણે ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી અને ફિલ્મના વિષયવસ્તુની પ્રશંસા કરી હતી.

ટીઝર અને ગીતના લોન્ચ બાદ ઉપસ્થિત મહેમાનો તરફથી ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. ફિલ્મનું શીર્ષક, તેની રહસ્યમય રજૂઆત અને ભાવનાત્મક સંગીત દર્શકોમાં વધુ આતુરતા જગાવી રહ્યા છે.

Marm – Ek Bhed ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને ગુજરાતી ફિલ્મપ્રેમીઓમાં આ ફિલ્મ અંગે પહેલેથી જ ચર્ચાનો માહોલ સર્જાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …
GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

April 11, 2026
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…
GUJARAT

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

April 11, 2026
Next Post
જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |...

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan...

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

2 weeks ago
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

2 months ago
નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

7 months ago
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News