gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી | 7 Bri…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: સાડાસાતી માત્ર માનવીના જીવનમાં આવે એવું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીસ વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપને પણ સાત વર્ષથી સાડાસાતી નડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં બનાવાયેલા ફલાય ઓવરબ્રિજ, રેલવે બ્રિજ એક અથવા બીજા કારણસર વિવાદમાં આવતા ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકાઈ છે. હાટકેશ્વર ઉપરાંત પાંજરાપોળ, પલ્લવ જંકશન, રાણીપ રેલવે બ્રિજ તથા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બ્રિજ વિવાદની શું અસર થાય છે તે આવનારી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પરિણામ પછી સામે આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત

ટ્રાફિક ઘટાડવા બ્રિજ પ્રોજેક્ટ નિષ્ફળ? 

શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તાર, વધતી વસ્તી અને વાહનોને લઈને દરેક વિસ્તારમાં કોઈપણ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો હવે જાણે કે, સામાન્ય બની ગયા છે. આ પરિસ્થિતિને કેવી રીતે હળવી કરવી એનુ કોઈ નક્કર આયોજન દીર્ઘ દ્રષ્ટીથી કરવામાં કોર્પોરેશનનો બ્રિજ પ્રોજેકટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડયો છે. વર્ષ-2017માં રૂપિયા 40 કરોડના ખર્ચે બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ માંડ બે-ચાર મહિના જ ઉપયોગમાં લઈ શકાયો હતો. હાલ આ બ્રિજ શ્રી ગણેશ કન્સટ્રકશન દ્વારા તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે.

હાઇકોર્ટમાં બાહેંધરી છતાં કપાયા વૃક્ષો

કેટલાક અધિકારીઓને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરાયા પછી હાટકેશ્વર બ્રિજની તપાસ કોર્પોરેશન તરફથી અભેરાઈ ઉપર ચઢાવી દેવામા આવી છે. સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા વિજય ક્રોસ રોડથી નહેરૂનગર તરફ સ્પલીટ ટુ લેન,ફલાયઓવરબ્રિજ બનાવવા સુચન કરાયુ હતુ. તેના બદલે સત્તાધીશોએ આઈ.આઈ.ટી.રામના રિપોર્ટના આધારે બ્રિજની દિશા બદલી નાંખી. આ ફલાયઓવર બનાવવા વૃક્ષો નહીં કાપવાની હાઈકોર્ટમાં બાંહેધરી અપાયા પછી પણ કોર્પોરેશન તરફથી મોટી સંખ્યામાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો કપાવી નાંખી સાબિત કર્યુ કે, તેમના માટે પર્યાવરણ નહીં બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર મહત્ત્વના છે.

આ પણ વાંચોઃ જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારીઓને તાકીદ

કયા બ્રિજ સાથે કયો વિવાદ જોડાયો?

  1. હાટકેશ્વર બ્રિજ, વર્ષ-2017માં રૂપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાકટર અજય ઈન્ફાકોન દ્વારા બનાવાયો. નબળી ગુણવત્તાવાળા આ બ્રિજને ઉપયોગ શરૂ કર્યાના ગણતરીના મહિનામા બંધ કરી દેવો પડયો. અંતે વર્ષ-2025માં બ્રિજ તોડવા માટે નિર્ણય કરાયો.
  2. રાણીપ ફલાય ઓવરબ્રિજ, બે વર્ષમાં બ્રિજની કામગીરી પુરી કરવાની હતી. તે વર્ષ-2023માં પુરી કરાઈ.રેલવે પાસેથી પાંચ હજાર સ્કેવરમીટર જગ્યા લેવામા બે વર્ષ લાગ્યા.રેલવેને જગ્યા માટે કોર્પોરેશન તરફથી રૂપિયા ૫૦ કરોડ ચૂકવવામા આવ્યા.
  3. અજીત મિલ ફલાય ઓવરબ્રિજ, ડિસેમ્બર-2021માં ખુલ્લો મુકાયો. બ્રિજ ખુલ્લો મુકાયા પછી કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં આવ્યુ કે, બ્રિજ નીચેથી ટ્રન્ક વોટર મેઈન પસાર થાય છે. આ કારણથી બ્રિજની ડિઝાઈન બદલવી પડી.
  4. પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ, વર્ષ-2017માં બ્રિજ માટે મંજૂરી અપાઈ. અહીં પણ સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અંડરપાસ બનાવવા સૂચવવામા આવ્યુ હતુ. બ્રિજ બનાવવાની શરૂઆત સમયે ખબર પડી કે, ઉપરથી હાઈટેન્શન લાઈન ઈન પસાર થાય છે. તેને અંડરગ્રાઉન્ડ કરવા વધારાનો રૂપિયા 18 કરોડનો ખર્ચ કરવો પડયો.
  5. ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ, ફોરલેન બ્રિજ બનાવવા સૂચન હતુ. ફાઈવલેન બ્રિજ બનાવાયો. ગાંધીજીની પ્રતિમાને ખસેડવા તથા વધારાના સ્ટ્રકચર માટે રૂપિયા દસ કરોડ વધુ ખર્ચ કરાયો.
  6. પાંજરાપોળ ફલાય ઓવરબ્રિજ, વિજય ચાર રસ્તાથી નહેરૂનગર તરફ બનાવવાના સૂચનને ફગાવી દેવાયુ. રૂપિયા 62 કરોડના અંદાજ સામે રૂપિયા 78.61 કરોડના ખર્ચથી બ્રિજનું કામ અપાયુ.
  7. સતાધાર ફલાય ઓવરબ્રિજ, વર્ષ-2023માં બ્રિજ માટે મંજૂરી અપાઈ. બ્રિજનો ડીફેકટ લાયાબલીટી પિરીયડ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો કરાયો.

કયા બ્રિજના કોણ કોન્ટ્રાક્ટર

નામ કોન્ટ્રાક્ટર
હાટકેશ્વર અજય ઇન્ફ્રાકોન
રાણીપ વિજય મિસ્ત્રી, સદભાવ, રાજકમલ
અજીતમીલ આર કે કન્સ્ટ્રક્શન
પલ્લવ જંકશન અજય ઇન્ફ્રા
ઇન્કમટેક્સ ત્રિનેત્રી કન્સ્ટ્રક્શન
પાંજરાપોળ રણજિત કન્સ્ટ્રક્શન
સતાધાર અનંતા પ્રોકોન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …
GUJARAT

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

March 31, 2026
Next Post
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni…

'સ્ટેચ્યૂ ઑફ યુનિટીના' ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni...

Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f...

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g…

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

6 months ago
ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

3 months ago
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

7 months ago
બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News