gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Instagram @Siddharth Lakhani

Ahmedabad Matar Bhavani Stepwell: અમદાવાદ શહેરની સ્થાપના છ સદીઓ પહેલાં થઈ હતી. પરંતુ શહેરમાં એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે, જે અમદાવાદ શહેરની સ્થાપના પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. આ પૈકીનું એક એટલે અસારવાની માતર ભવાની વાવ છે. લગભગ 932 વર્ષની આ વાવ સરકાર અને પુરાતત્ત્વ ખાતાની ઉપેક્ષાની ભોગ બની છે. પ્રવાસીઓ માટે ફરવાનું વૈશ્વિક સ્થળ બની શકે તેવી ક્ષમતા ધરાવતી આ વાવને પાટણ કે અડાલજની વાવની માફક વિકસાવવા માટે આજ સુધીમાં કોઈ ધ્યાન આપ્યું નથી. પરિણામે હાલમાં વાવની દીવાલોની રીતસરની લૂણો લાગવા માંડ્યો છે અને ઠેર-ઠેર તિરાડો પડવા લાગી છે, પથ્થરો છૂટા પડવા માંડ્યા છે. આ સિવાય પગથિયા સહિતના સ્થળોએ શેવાળ જામી ગઈ છે. વાતાવરણની અસરથી પથ્થરોનો રંગ બદલાઈ ગયો છે. આવીને આવી સ્થિતિ રહેશે તો આગામી થોડા સમયમાં આ વાવ ફક્ત પુસ્તકોના પાના પૂરતી જ સીમિત રહી જશે. 

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ 2 - image

વાવનો પ્રાચીન ઈતિહાસ

અસારવા વિસ્તારમાં ચમનપુરા રોડ પર ઉમિયા માતાજીના મંદિર પાસે આવેલી આ વાવનું ખરું નામ માતા ભવાનીની વાવ છે. પરંતુ બાદમાં લોકબોલીમાં અપભ્રંશ થઈને હવે માતર ભવાની વાવ તરીકે ઓળખાય છે. વાવ પર લગાવવામાં આવેલી તક્તીમાં લખેલી વિગતો અનુસાર, છેલ્લા સોલંકી રાજા કરણના સમયમાં ઈ.સ. 1083 થી 1093ના સમયમાં આ વાવ બની છે. આ વાવનું નામ તેની પશ્ચિમે આવેલા કોશ એટલે કે પાણી ખેંચવાના કૂવાના ગોળાકાર પોરિયાની બહારના ભાગમાં બાંધેલા દેવી ભવાનીના નાના મંદિર ઉપરથી પડયું છે. એટલે કે આ વાવ લગભગ 932 વર્ષ કરતા વધારે સમય જૂની છે. અહીં દર શ્રાવણ માસની અમાસે પ્રખ્યાત લોક મેળો ભરાય છે. જેમાંહજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 

આ પણ વાંચોઃ અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા

સરકાર અને પુરાતત્ત્વ ખાતાની ઉપેક્ષાનો ભોગ બનેલી આ ઐતિહાસિક વાવ વિશે ભાગ્યે જ આજની યુવા પેઢીને જાણકારી હશે. આ વાવના સમારકામ અને જાળવણીની માંગ સાથે રવિવારે સવારે વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ 3 - image

લોકો રજૂઆતો કરીને થાકી ગયા, પરંતુ તંત્ર નિષ્ક્રિય 

અસારવા વિસ્તારના સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબાર જણાવે છે કે, પુરાતત્ત્વ વિભાગની દિલ્હી સ્થિત કચેરીમાં ફોટોગ્રાફ્સ સાથે જાગૃતિ લાવવા માટે લોકોએ રજૂઆતો કરી છે. અમદાવાદની સ્થાનિક કચેરીમાં રૂબરૂ જઈને રજૂઆતો કરાઈ છે. પરંતુ તંત્રના બહેરા કાને લોકોનો અવાજ અથડાતો નથી.

આ પણ વાંચોઃ સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા

પરંપરાગત મેળા પર સંકટ

શ્રાવણ મહિનાની અમાસે અહીં પરંપરાગત રીતે ભરાતો મેળો આ વખતે બંધ રાખવો પડે એટલી ખરાબ હાલત છે. સ્થાનિક જાગૃત લોકોના જણાવ્યા અનુસાર વાવનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે. ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં છે. મેળામાં એકાદ લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહેલી સવારથી મોડી રાત સુધી માતા ભવાનીના મંદિરે દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાંબી લાઇન લાગે છે. એવમાં નાનકડી એવી ચૂક પણ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે. શ્રદ્ધાળુઓ પરના આ જોખમને ધ્યાને લઈને મેળા પર પણ સંકટ આવ્યું છે.

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ 4 - image

ASIના અધિકારીઓ જોઈને જતા રહે છે

મંદિર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વાવ ASI (આર્કિયોલોજિકલ સરવે ઑફ ઈન્ડિયા) હેઠળ આવે છે. પરંતુ, બાદમાં સમારકામ કે જાળવણી અંગે કોઈ પગલા લેવામાં નથી આવતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…
GUJARAT

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

April 2, 2026
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

April 1, 2026
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…
GUJARAT

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

April 1, 2026
Next Post
‘મમ્મી-પપ્પા મને માફ કરજો, હું નાપાસ થઈ ગયો…’, MBAના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઈ આપઘાત | Depressed …

'મમ્મી-પપ્પા મને માફ કરજો, હું નાપાસ થઈ ગયો...', MBAના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઈ આપઘાત | Depressed ...

ગોંડલના બિલીયાળા ગામમાં વીજ કરંટથી પિતા-પુત્રના મોત, રક્ષાબંધન પહેલા બહેનોએ ભાઈ ગુમાવ્યો | Father an…

ગોંડલના બિલીયાળા ગામમાં વીજ કરંટથી પિતા-પુત્રના મોત, રક્ષાબંધન પહેલા બહેનોએ ભાઈ ગુમાવ્યો | Father an...

અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli …

અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d…

ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો | Huge increase in the price of Shrifal due to d…

9 months ago
રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

2 months ago
IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

6 months ago
પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ: વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાઈરલ | WhatsApp…

પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ: વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાઈરલ | WhatsApp…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News