gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું મોટું રેકેટ સામે આવ્યું છે. બાતમીના આધારે દરોડા પાડીને 780 લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

બાતમીના આધારે દરોડા

અમદાવાદ એરપોર્ટ પરથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. LCBને ચોક્કસ બાતમી મળી હતી કે એરપોર્ટ નજીક ATFની ચોરી થઈ રહી છે. બાતમીના આધારે કાર્ગો ડેપો પાછળના ખુલ્લા મેદાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

એક રિક્ષા, ચોરી કરેલા ATFનો જથ્થો અને ડ્રાઈવરની ઘરપકડ

આ દરોડામાં ગાંધીનગરના રહેવાસી બે મુખ્ય આરોપીઓમાં ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ દેવનરસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપીઓ કાર્ગો ડેપો પાછળ રાહ જોઈ રહેલા ATF ભરેલા ટેન્કરને પંચર કરીને ફ્યુલની ચોરી કરતા હતા. અત્યાર સુધીમાં આ લોકોએ કુલ 780 લિટર ATFની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ચોરી માટે વપરાયેલી એક રિક્ષા અને ચોરી કરેલો ATFનો જથ્થો કબજે કર્યો છે. વધુમાં, ચોરીમાં સંડોવાયેલા ટેન્કરના ડ્રાઇવર મનદીપસિંહ વિજેન્દ્ર સિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર

ATF ચોરીના છેડા મોટા નેટવર્ક સુધી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુલ)ની ચોરી કરીને તેને આગળ છૂટકમાં વેચાણ કરતા હતા. મુખ્ય આરોપીઓ, ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, મેઘાણીનગરમાં દુકાન ધરાવે છે અને ત્યાં ધંધો કરે છે. પોલીસ હવે આ સમગ્ર રેકેટ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોની સંડોવણી છે, અને ચોરી કરેલું ATF કયા મોટા નેટવર્કમાં વેચવામાં આવતું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. હાલની તપાસમાં એરપોર્ટ સ્ટાફમાંથી કોઈની સંડોવણી હોવાનું સામે આવ્યું નથી. ભવિષ્યમાં આવી ચોરી ન થાય તે માટે કઈ રીતે યોગ્ય તકેદારી રાખી શકાય તેના પર તંત્રમાં વિચારણા ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ ‘લેટ લતીફ’, ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |…

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ 'લેટ લતીફ', ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |...

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr...

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

1 year ago
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

7 months ago
કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

10 months ago
થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News