gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલા ચોરીના બનાવો વચ્ચે અમદાવાદ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ઝોન-1 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને નવરંગપુરા પોલીસની સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝાડ કાપવાના બહાને ઘરોની રેકી કરી ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ ગેંગે નવરંગપુરાના એક બંગલામાંથી રૂ.11 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના 24 ઓક્ટોબરના રોજ નવરંગપુરા વિસ્તારમાં આવેલી કમલા સોસાયટી ખાતે બની હતી. ફરિયાદીના બંગલામાં સવારે 10 થી સાંજના 4.30 વાગ્યાની વચ્ચે જ્યારે પરિવાર બહાર હતો, ત્યારે આરોપીઓએ છતનો લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા LCB અને નવરંગપુરા પોલીસે અલગ-અલગ ટીમો તપાસ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયાદ

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા 2 - image

પોલીસ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના લગભગ 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. આ ફૂટેજમાં ઘટનાના સમય દરમિયાન બંગલાની નજીક કેટલાક શંકાસ્પદ ચહેરાઓ કેમેરામાં કેદ થયા હતા. ટેકનિકલ લીડ્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી, પોલીસે આરોપીઓને પીરાણા ક્રોસરોડ પાસેના ગણેશનગર વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ પરેશ ઉર્ફે ગગુ સુરેશભાઈ દંતાણી (21 વર્ષ) અને શૈલેષ ઉર્ફે કિશન કનુભાઈ રાવત (28 વર્ષ), બંને ગણેશનગરના રહેવાસી, તરીકે થઈ છે, જ્યારે ત્રીજો સભ્ય કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે.

પોલીસે તેમની પાસેથી રૂ.9.57 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂ.1.18 લાખ રોકડા અને રૂ.25,000 ની કિંમતની ઓટોરિક્ષા સહિત કુલ રૂ.11.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે પરેશ અને શૈલેષ બંને રીઢા ગુનેગાર છે. પરેશ સામે અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં, જ્યારે શૈલેષ સામે 2018 માં નારોલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા 3 - image

ચોરીની મોડસ ઓપરેન્ડી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ ગેંગ ઝાડ કાપનાર તરીકે ઓળખ આપીને સોસાયટીઓમાં ફરતી હતી. તેઓ બંધ મકાનોની રેકી કરતા અને ખાતરી કરતા કે ઘરમાં કોઈ હાજર નથી. ત્યારબાદ દિવસના સમયે જ તેઓ ઓજારો વડે છત કે દરવાજા તોડી ઘરમાં પ્રવેશતા અને ચોરીને અંજામ આપતા.’ પોલીસ હાલ આ ગેંગ શહેરની અન્ય વણઉકેલાયેલી ચોરીઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…
GUJARAT

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…

February 9, 2026
જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…
GUJARAT

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

February 9, 2026
જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…
GUJARAT

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…

February 9, 2026
Next Post
વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO…

વડોદરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી પૂરજોશમાં | Work on AI driving track at Vadodara RTO...

ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar…

ટૂંક સમયમાં વડોદરાનું પ્રથમ કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત બનશે | Vadodar...

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય | Graded Respo…

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય | Graded Respo…

9 months ago
અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

2 months ago
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત | dholka bagodara…

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત | dholka bagodara…

4 days ago
ચાલુ નાણા વર્ષે પુરતા સ્ટોક અને પાકને કારણે કઠોળની આયાત 40 ટકા ઘટી | Pulses imports down by 40% in c…

ચાલુ નાણા વર્ષે પુરતા સ્ટોક અને પાકને કારણે કઠોળની આયાત 40 ટકા ઘટી | Pulses imports down by 40% in c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News