gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police News: અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી પર ઉતરી આવી હોય તેવો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલાની ગંભીરતા જોતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ બજાવે છે. આ દરમિયાન એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. આ સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.

હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ 

ડીસીપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

જોકે, આ મામલે માત્ર પોલીસકર્મી જ નહીં પરંતુ મહિલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું’: DCP

DCP પોલીસની કામગીરી અંગે વાત કરતા DCP ભાવનાબેન પટેલે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’

આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. 

અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી 2 - image

અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, જ્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે રોંગ સાઈડમાં આવેલા વાહનને રોકતા ઘર્ષણનો બનાવ બન્યો હતો. આ મામલે ‘એન’ ટ્રાફિક પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 221, 296(b), 351(1) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આ મામલે મહિલાને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે તેમણે ફરિયાદ આપી ન હતી. આ બાબતની જાણ સ્ટેશન ડાયરીમાં કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તે બહેને પાલડી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી છે. હાલ પોલીસ દ્વારા તેમની અરજીના આધારે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલય સુધી મામલો પહોંચ્યો 

આ મામલે વિવાદ વધતાં ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના નિર્દેેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવ્યા બાદથી ચારેકોરથી પોલીસ કર્મચારીની આકરી ટીકા કરવામાં આવી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
SIR અપડેટ : અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ-અપીલ સુનાવણીનો ઓર્ડર | Ahmedabad Voter Lis…

SIR અપડેટ : અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ-અપીલ સુનાવણીનો ઓર્ડર | Ahmedabad Voter Lis...

ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol…

ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol...

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

3 months ago
RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

2 months ago
WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec…

WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec…

10 months ago
24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ…કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા | Congress candid…

24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ…કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા | Congress candid…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News