gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Firing: અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા શેર બ્રોકરની પોઇન્ટ બ્લેકથી આપઘાત કરવાના મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આપઘાત પહેલા મૃતકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા અને તેમના ગયા બાદ કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યો હતો.  જો કે સ્થળ પરથી હથિયાર ન મળી આવતા બંને હથિયાર લઈને ચાલ્યા ગયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે મૃતકને મળવા આવેલા બંને વ્યક્તિઓને પોલીસે ઓળખાણ કરી છે. જે શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી સાથે મોટા પ્રમાણમાં નાણાં વ્યાજે ફેરવતા હતા. કરોડોની લેવડ-દેવડ મામલે ધમકી મળતા હતાશ થઈને કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યા હોવાનું પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે.

જાણો શું છે મામલો

બોપલમાં કબીર એક્લેવ પાસે આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના શેર બ્રોકરના આપઘાતની રહસ્યમય ઘટનામાં બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું કે, ‘આ બનાવ મંગળવારે (પાંચમી ઓગસ્ટ)   આશરે રાતના પોણા નવ વાગ્યાનો છે. ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેમના 14 વર્ષની પુત્રી ઘરે હતા. સાંજે સાડા સાત વાગે એક સફેદ કારમાં બે વ્યક્તિઓ કલ્પેશને મળવા માટે આવ્યા હતા. ત્યારે કલ્પેશ તેમની સાથે મકાનના ઉપરના માળે આશરે એક કલાક સુધી બેઠા હતા અને પોણા નવ વાગે બંને વ્યક્તિ નીચે ઉતર્યા ત્યારે કલ્પેશ તેમને મુકીને ઘરમાં પરત આવ્યા હતા અને કપડા બદલીને નીચે આવવાનુ કહ્યા બાદ ઉપરના રૂમમાં ગયા ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો. જેથી તેમની દીકરી ત્યાં દોડી ગઇ હતી અને જોયુ તો તેના પિતા લોહીલુહાણ હાલતમાં હતા. આ  બનાવ અંગે તેણે તેની માતાને જાણ કરતા તે પણ આવી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.’

આ પણ વાંચો: અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા

પોલીસને સ્થળ પરથી એક ફુટેલી કારતુસ મળી આવી હતી. પરંતુ, હથિયાર મળી ન આવતા આશંકા છે કે કલ્પેશને જ્યાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે અગાઉ તેમને મળવા આવેલા બે શખસો હથિયાર લઇને નાસી ગયા હતા. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નાણાંકીય લેવડ-દેવડના મામલે કલ્પેશે જીવન ટુંકાવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા બંને સખશોની પણ ઓળખ કરી લીધી છે અને તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાશે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કલ્પેશ ટુંડિયાએ સુરેન્દ્રનગરમાં રહેતા એક વ્યક્તિ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ ઉપરાંત અન્ય દેવું પણ હતું. આપઘાતની ઘટના પહેલા મળવા આવેલા બંને શખસોએ તેને ધમકી આપી હતી, જેથી માનસિક આઘાતમાં આવીને તેણે અંતિમ પગલુ ભર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે સુસાઈડ નોટ અને મૃતકના ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલ્યો છે અને આ ઉપરાંત, કોલ ડીટેઇલ રેકોર્ડની પણ તપાસ શરૂ કરી છે.

કલ્પેશને મળવા આવેલા શખસો હથિયાર લઈને આવ્યા હતા

મૃતક કલ્પેશ ટુંડિયાના આપઘાત મામલે પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કલ્પેશ પાસે કાયદેસર કે ગેરકાયદે કોઇ હથિયાર નહોતું. પરંતુ તેને મળવા આવેલા શખસો હથિયાર લઇને આવ્યા હતા. તે હથિયાર મુકીને નીચે ઉતયાં ત્યારબાદ કલ્પેશે આપઘાત કરી હતી. જે બાદ બંને હથિયાર ત્યાંથી લઈને જતા રહ્યા હતા. તે પહેલા બંનેએ સ્થળ પર લોહીના ડાઘ પણ સાફ કર્યા હતા.

ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા પત્ની પણ નોકરી કરતી હતી

મુળ રાજકોટ કલ્પેશ ટુંડિયા છેલ્લાં 13 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થઈને શેરબજારનું કામ કરતા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર,કોરોના તેમજ છેલ્લાં ઘણા મહિનાઓથી શેરબજારમાં મંદીના કારણે તેમને આર્થિક ફટકો પડયો હતો. જેથી ખૂંબ મોટું દેવુ થઈ ગયું હતું. જેથી તેમને આર્થિક મદદ કરવા માટે તેમની પત્ની વીઆઈપી રોડ પર એક ફુડ સ્ટોલમાં નોકરી કરવા પણ જતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર | beat stress with yoga practice these three yogasanas daily

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

12 months ago
લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

1 year ago
ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

10 months ago
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News