gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ લાફાકાંડમાં વળાંક, પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR, શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ લાફાકાંડમાં વળાંક, પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR, શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો.

ગઇકાલે 20 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. જેના વીડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા દાદાગીરી કરનાર યુવતી સામે અલગ અલગ 4 કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સામાન્ય રીતે આ કલમોનો સમૂહ ત્યારે જોવા મળે છે જ્યારે, રસ્તા પર કોઈ ઝઘડો થયો હોય. કોઈએ ટ્રાફિક નિયમ તોડ્યો હોય (હેલ્મેટ વગર). પોલીસ કે અન્ય વ્યક્તિ સાથે ગાળાગાળી (296B), મારપીટ (121) અને ધમકી (351) આપી હોય, પોલીસે યુવતી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ત્રણ અને મોટર વ્હિકલ એક્ટ મુજબ એક કલમ લગાડી છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો

કલમ 296(B) (જાહેરમાં અશ્લીલ શબ્દો બોલવા): 

મહિલાએ શ્યામલ ચાર રસ્તાના બનાવ દરમિયાન પોલીસકર્મીઓને જાહેરમાં ગાળો આપી હતી. કાયદા મુજબ ગાળો આપવી એ ‘અશ્લીલ શબ્દો’ (Obscene words) ના ગુનામાં આવે છે, જે જાહેર શાંતિનો ભંગ કરે છે. આ મુજબ સજામાં 3 મહિના સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.

કલમ 351(1) (ગુનાઇત ધમકી): 

મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી અને પોલીસકર્મીઓને ધમકાવ્યા હોવાથી આ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ કલમ ત્યારે લાગે જ્યારે કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને (આ કિસ્સામાં ફરજ પરના પોલીસને) ડરાવવાની કોશિશ કરે. આ ગુનામાં 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે

કલમ 121 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી): 

આ કલમ શારીરિક હુમલા કે ઝપાઝપી માટે છે. જો મહિલા અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાં પોલીસકર્મીને કોઈ શારીરિક ઈજા થઈ હોય અથવા ઝપાઝપી દરમિયાન ઈજા પહોંચાડવાનો પ્રયત્ન થયો હોય, તો આ કલમ લાગુ પડે છે. સજાના ભાગરૂપે 1 વર્ષ સુધીની જેલ અથવા 10,000 સુધીનો દંડ, અથવા બંને થઈ શકે છે.

મોટર વ્હિકલ એક્ટ કલમ 194(D): 

આ કલમ સ્પષ્ટ કરે છે કે મહિલા હેલ્મેટ વગર વાહન ચલાવી રહી હતી. શ્યામલ ચાર રસ્તાવાળી ઘટનામાં પણ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ દંડની જોગવાઈ ઉમેરવામાં આવી છે. મોટર વ્હિકલ એક્ટ (MV Act) મુજબ સજામાં જો ચાલક હેલ્મેટ વગર પકડાય, તો તેને 1000નો દંડ થઈ શકે છે અને 3 મહિના માટે લાયસન્સ રદ (Suspend) થઈ શકે છે.

14 નવેમ્બરની ઘટનાના ફૂટેજ સામે આવ્યા બાદ 4 કલમો હેઠળ ગુનો નોંધાયો

19 ડિસેમ્બરે માત્ર પાલડી જ નહીં, પરંતુ 14 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે પણ આ જ મહિલાએ પોલીસ સાથે કરેલા વર્તનના ફૂટેજ પોલીસે રજૂ કર્યા છે. જેમા દેખાય છે કે જ્યારે ટ્રાફિક પોલીસે સફેદ કલરના એક્ટિવા (નંબર J.J. PA 8344) પર જઈ રહેલી યુવતીને રોકી, ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવતી પોલીસ પર પૈસા લેવાના પાયાવિહોણા આક્ષેપો કરતી સ્પષ્ટ દેખાય છે. પોલીસકર્મીઓ અત્યંત સંયમ જાળવી રહ્યા હોવા છતાં યુવતી દ્વારા બિભત્સ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે મામલે યુવતી સામે મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રધ્ધાબેને ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ઉપરોક્ત ચાર કલમો હેઠળ યુવતી સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે.

19 ડિસેમ્બરની રાત્રે શું બન્યું હતું?

આ જ યુવતીએ 19 ડિસેમ્બરની રાત્રે પોલીસ સાથે શરમજનક વ્યવહાર કર્યો હતો જ્યારે અંજલી ચાર રસ્તા પર હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા અને અન્ય બે પોલીસકર્મીઓ ફરજ પર હતા. આ દરમિયાન બંસરી ઠક્કર નામની યુવતી પોતાનું ઓલા સ્કૂટર લઈને સિગ્નલ તોડીને પસાર થઈ રહી હતી. ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ જયંતીભાઈએ તેને અટકાવી લાયસન્સ માંગતા યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસકર્મી સાથે ‘તું તારી’ કહીને તોછડું વર્તન કરવા લાગી હતી. જ્યારે પોલીસકર્મીએ પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું, ત્યારે યુવતીએ તે આઈડી કાર્ડ આંચકીને નીચે ફેંકી દીધું હતું. આ બાદ કોન્સ્ટેબલે યુવતીનો હાથ પકડી કાર્ડ ઉપાડવા કહ્યું, પરંતુ યુવતીએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

બોડી કેમેરાના ફૂટેજ મુજબ, યુવતીએ સતત પોલીસકર્મી અને તેમના પરિવાર વિશે ગંદી ગાળો આપી હતી, જેનાથી ઉશ્કેરાઈને જયંતીભાઈએ તેને લાફો મારી દીધો હતો. લાફો માર્યા બાદ પણ યુવતી શાંત પડવાને બદલે “તારી નોકરી ખાઈ જઈશ” અને “તારે બંગડીઓ પહેરવી પડશે” જેવી ધમકીઓ આપતી રહી હતી. સામે પક્ષે પોલીસકર્મીએ પણ આવેશમાં આવીને બે-ત્રણ ગાળો આપી હતી. નવા ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના દ્રશ્યો કેદ થયા છે, જે હવે તપાસમાં પાયારૂપ બનશે. આ વીડિયોમાં જોવા મળે છે કે યુવતીએ માત્ર 8 મિનિટના ગાળામાં પોલીસકર્મીને 16 વાર બીભત્સ ગાળો આપી હતી અને ફરજ પરના અધિકારીનું અપમાન કર્યું હતું, જેના કારણે મામલો બિચક્યો હતો. આ સમગ્ર બનાવ બાદ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે તો પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

સત્તાવાર ફૂટેજમાં સત્ય આવ્યું બહાર

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જોવા મળે છે કે પાલડીમાં જે ઘટના ઘટી તે માત્ર અકસ્માત કે સામાન્ય ભૂલ નહોતી.

બોડીવોર્ન કેમેરાના પુરાવા: પોલીસકર્મીના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, યુવતી દ્વારા ફરજ પરના કર્મચારીઓ સાથે બિભત્સ ભાષાનો પ્રયોગ કરી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી અને કાયદાના અમલીકરણમાં અડચણ ઉભી કરવામાં આવી હતી.

ઘટનાની શરૂઆત: ફૂટેજ સૂચવે છે કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ જ્યારે રોકવામાં આવ્યા ત્યારે યુવતીએ સહકાર આપવાને બદલે ઘર્ષણનો માર્ગ અપનાવ્યો હતો, અને ગાળાગાળી કરી હતી

હકીકત વિરુદ્ધ ધારણા

જ્યારે આ ઘટનાનો એક નાનકડો હિસ્સો વાઇરલ થયો ત્યારે પોલીસકર્મીને ત્વરિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ સંપૂર્ણ વીડિયો પુરાવાઓ દર્શાવે છે કે આ એક ‘વિક્ટિમ કાર્ડ’ હોઈ શકે છે. પોલીસ વિભાગ હવે આ બંને વીડિયોને આધારે યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

DCP દ્વારા તપાસના આદેશ

DCP ઝોન-7 અને ટ્રાફિક વિભાગ દ્વારા આ ફૂટેજને તપાસનો મુખ્ય હિસ્સો બનાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી વાઇરલ કરીને પોલીસની છબી ખરડવાના પ્રયાસો સામે પણ તપાસ કરવામાં આવશે. સરકારી કર્મચારી પર ખોટા આક્ષેપો કરવા અને ફરજમાં રુકાવટ બદલ યુવતીની મુશ્કેલીઓ વધી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
‘નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું’ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયૂંની…

‘નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું’ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયૂંની...

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK...

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર, કારણ પણ આવ્યું સામે | Premanand Maharaj’s padayat…

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર, કારણ પણ આવ્યું સામે | Premanand Maharaj's padayat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી | Jamnagar employee of car show…

1 year ago
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ | Forest departmen…

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ | Forest departmen…

11 months ago
સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

2 years ago
લવ મેરેજ કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતી વચ્ચે ધર્મની બહેને ખટરાગ કરાવ્યો, પત્ની ઘર છોડી ગઈ | sister caused…

લવ મેરેજ કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતી વચ્ચે ધર્મની બહેને ખટરાગ કરાવ્યો, પત્ની ઘર છોડી ગઈ | sister caused…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News