gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાબરમતી નદી કાંઠે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ડીઝલ છાંટીને યુવકને સળગાવી દેનારા 3 હત્યારા ઝડ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાબરમતી નદી કાંઠે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ડીઝલ છાંટીને યુવકને સળગાવી દેનારા 3 હત્યારા ઝડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં એલ.સી.બી. અને સરખેજ પોલીસની ટીમે વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરું પટમાં થયેલી એક યુવકની ઘાતકી હત્યાનો મામલો ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મૃતકની ઓળખ કરી હતી અને ત્રણ આરોપીઓને શહેર છોડીને ભાગી જાય તે પહેલાં જ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

એક લાશ સળગેલી હાલતમાં મળી આવી 

મળતી માહિતી મુજબ, સરખેજ પોલીસની ટીમ રાત્રિના આશરે ચારેક વાગ્યે વણઝર ગામ ખાતે આવેલ સાબરમતી નદીના પટમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન નદીના અવાવરું પટમાં એક લાશ સળગેલી હાલતમાં મળી આવી હતી. આ પછી ઉચ્ચ અધિકારીઓનો સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લાશ બળી ગયેલી હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ તેની ઓળખ કરવી અશક્ય હતી. જોકે, લાશને પેટ્રોલ કે ડીઝલ છાંટીને સળગાવવામાં આવી હોવાનું જણાતું હતું. ઊંડી તપાસના અંતે મૃતક યુવકની ઓળખ સરખેજના સિપાઈ વાસમાં રહેતા જાવેદ ઉર્ફે મરઘી ઇકબાલભાઇ સિપાઇ તરીકે થઈ હતી.

કેવી રીતે આરોપીઓ ઝડપાયા?

આ હત્યા કર્યા બાદ આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે લાશ પર ડીઝલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન નજીકના પેટ્રોલ પંપ પરથી એક મહત્ત્વની કડી મળી, જેમાં એક શખ્સ કેરબામાં ડીઝલ ખરીદતો દેખાયો હતો. એલ.સી.બી.ની ટીમના પો.કો. ખાનગી સોર્સ દ્વારા આ શખ્સની ઓળખ કમોડના દિપક ઉર્ફે ભગી પશાભાઈ રાવળ તરીકે કરી હતી.

અમદાવાદ: સાબરમતી નદી કાંઠે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ડીઝલ છાંટીને યુવકને સળગાવી દેનારા 3 હત્યારા ઝડપાયા 2 - image

આ આરોપીઓ ખૂબ ચાલાક હોવાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન હતા, જેથી પોલીસે હ્યુમન સોર્સ કામે લગાડી અન્ય બે આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઇ ચુનારા અને જગદીશ ઉર્ફે કપિલ ઠાકોરને પણ ઓળખી કાઢ્યા હતા. ત્રણેય આરોપીઓ હત્યામાં વપરાયેલી રિક્ષા સાથે અમદાવાદ છોડીને ભાગવાની ફિરાકમાં હતા, ત્યારે જ સરખેજ ઉજાલા બ્રિજ નીચેથી તેમને દબોચી લેવાયા હતા. ઝડપાયેલો આરોપી જીતેન્દ્ર ચુનારા માતર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું ખૂલ્યું છે.

પોલીસે સમગ્ર ઘટનાનો આપ્યો ચિતાર

આ અંગે ઝોન 7 DCPએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસની ટીમને જૂના વણઝર નદીના પટમાં એક સળગતી લાશ મળી આવી હતી, જેના શરૂઆતમાં અકસ્મિક મોત અને ત્યારબાદ ડોક્ટરના ઓપિનિયનથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. LCB અને સરખેજ પોલીસે CCTV ફૂટેજના આધારે ડીઝલ ખરીદનાર દીપકની ઓળખ કરી તેની પૂછપરછ કરતા મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચુનારા અને જગદીશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્યા હતા

તપાસમાં ખૂલ્યું કે મુખ્ય આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ પ્રોહિબિશનના કેસ હોવાથી પોલીસ તેના ઘરે અવારનવાર તપાસમાં જતી હતી, જેથી તેને શંકા હતી કે મૃતક જાવેદ ઉર્ફે ઇકબાલભાઈ શેખ પોલીસનો બાતમીદાર છે અને તે અદાવતમાં જાવેદને નદીના પટમાં બોલાવી છરાના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પુરાવા નાશ કરવાના ઈરાદે આરોપીઓએ લાશ પર લાકડાં મૂકી ડીઝલ છાંટી સળગાવી દીધી હતી અને મૃતકની રીક્ષા પણ અન્ય સ્થળે લઈ જઈ સળગાવી દીધી હતી, જોકે પોલીસની આ અવાવરું જગ્યાએ થયેલા ગુનાનો ભેદ માત્ર 24 થી 48 કલાકમાં જ ઉકેલાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…
GUJARAT

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

April 14, 2026
ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…
GUJARAT

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

April 14, 2026
અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…
GUJARAT

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

April 14, 2026
Next Post
BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M...

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય...

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

1 month ago
આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

1 year ago
ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

7 months ago
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News