gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય | amreli …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય | amreli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Savarkundala News : અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોના વધતા વસવાટ સાથે હત્યા, ચોરી અને લૂંટ જેવી ગંભીર ગુનાખોરીની ઘટનાઓ પણ વધી રહી છે, જેમાં ખેત મજૂરો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના શિક્ષિત મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ પોલીસના સહયોગથી પરપ્રાંતીય મજૂરોના પરિવાર સાથેના રજિસ્ટ્રેશનની નવતર પહેલ કરીને ગુનાખોરી અટકાવવા માટે એક ઉમદા પગલું ભર્યું છે.

જીરા ગામમાં પરપ્રાંતીય મજૂરોનો મોટો વસવાટ

લગભગ 8 હજારની વસ્તી ધરાવતા જીરા ગામમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ વ્યક્તિઓ વસવાટ કરે છે, જેમાં મોટે ભાગે વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. ગામના યુવાનો મોટાભાગે મહાનગરોમાં સ્થળાંતર કરી ગયા છે. ગામમાં 1400 જેટલા ખેડૂત ખાતેદારો હોવાથી ખેતીનું કામ મુખ્યત્વે પરપ્રાંતીય મજૂરો પર નિર્ભર છે, જેના કારણે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે.

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય 2 - image

વૃદ્ધોની સુરક્ષા માટે સરપંચનો વિચાર

જિલ્લાના અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવીને ચોરી, લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે જીરા ગામના વૃદ્ધોની ચિંતાને ધ્યાનમાં રાખીને મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાને આ ગુનાખોરી અટકાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે ગામમાં વસતા તમામ 1500 જેટલા પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી, જે અંતર્ગત લગભગ 800 જેટલા રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.

એસ.પી.  મહિલા સરપંચની પહેલને વધાવી

મહિલા સરપંચની આ નવતર પહેલને અમરેલી એસ.પી. સંજય ખરાતે આવકારી હતી. તેમણે જણાવ્યું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ગુનાખોરી કરતા તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો થશે, અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને નામ-સરનામા અને ફોટો સાથેની માહિતી હોવાથી ગુનાનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય 3 - image

જીરા ગામના ચોકમાં તમામ પરપ્રાંતીય મજૂરોને બોલાવીને પોલીસ અધિકારીઓએ ગુનાખોરી અટકાવવા માટેનો સંદેશ આપ્યો હતો. એસ.પી. સંજય ખરાતે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો વધુ વસવાટ હોવાથી ખેત મજૂરોના બાળકોની કાળજી રાખવા વિશેષ સલાહ પણ આપી હતી.

સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ આ પહેલને ગુનાખોરીથી ગામને મુક્ત રાખવા માટે પોલીસના સહયોગથી લીધેલું પગલું ગણાવ્યું હતું, જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. આ તકે પોલીસે મહિલા સરપંચનું સન્માન કર્યું હતું. એસપી સંજય ખરાતે પરપ્રાંતીય મજૂરોને સાયબર ક્રાઇમ અને વન્યપ્રાણીઓ અંગે વિશેષ સમજણ આપી હતી.

અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય 4 - image

અન્ય ગામો માટે પ્રેરણારૂપ

સ્થાનિક રહીશ ચીમનભાઈ શેખડાએ મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની આ પહેલને અમરેલી જિલ્લામાં ગુનાખોરી અટકાવવાની દિશામાં પ્રથમ અને અનોખી ગણાવી હતી. તેમણે આ પ્રક્રિયા અન્ય ગામડાઓમાં પણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અમરેલી એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું કે, ગ્રામીણ ગામડાઓમાં ગુનાખોરી અટકાવવાના શુભ હેતુને સાર્થક કરતા મહિલા સરપંચની પરપ્રાંતીય મજૂરોના રજિસ્ટ્રેશનની આ પહેલ ગુનાખોરીનો ગ્રાફ અટકાવવાનો એક નવતર પ્રયાસ છે. જો અન્ય ગામડાઓ પણ આને અપનાવશે તો ગોકુળિયા ગામડાઓનું નિર્માણ થશે અને વૃદ્ધો સુખ-શાંતિ તથા સલામતીનો અહેસાસ કરી શકશે. તેમણે દાહોદ, પંચમહાલ અને મધ્યપ્રદેશના ખેત મજૂરોને શાંતિથી રહેવાની સલાહ આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી …

જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી ...

જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કા…

જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કા...

જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…

જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

6 months ago
મહાકાલ મંદિરમાં VIP દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈ, જાણો સુપ્રીમ કોર્ટે શું તર્ક આપ્યો | supre…

મહાકાલ મંદિરમાં VIP દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈ, જાણો સુપ્રીમ કોર્ટે શું તર્ક આપ્યો | supre…

8 months ago
‘I Love You’ બોલવું એ જાતીય સતામણી નથી’, હાઈકોર્ટે પોક્સો કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

‘I Love You’ બોલવું એ જાતીય સતામણી નથી’, હાઈકોર્ટે પોક્સો કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

1 year ago
ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…

ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News